ચોમાસામાં ઘણા લોકોના પગના અંગૂઠાના નખ વારંવાર પાકી જતા હોય છે. નખના ઈનર ગ્રોથના કારણે પણ આ સમસ્યા થઈ શકે છે. જો આ રીતે નખ પાકી જતા હોય તો તેને ઠીક કરવાનો આયુર્વેદિક નુસખો આજે તમને જણાવીએ.
ચોમાસામાં પગના નખમાં ફંગલ ઈંફેકશન થાય તે સામાન્ય સમસ્યા છે. પગમાં ભેજ વધારે રહેતો હોય, સફાઈનો અભાવ હોય કે પછી નખનો ઈનરગ્રોથ વધારે હોય તો નખ નબળા પડી જાય છે અને તેની અંદર પાક થવા લાગે છે. આ સ્થિતિમાં દુખાવો પણ થાય છે. જ્યારે પણ આ રીતે નખ પાકી જાય તો તેને ઠીક કેવી રીતે કરવા તેનો આયુર્વેદિક ઉપાય આજે તમને જણાવીએ.

એક્સપર્ટ અનુસાર પગના અંગૂઠાના નખ પાકી જતા હોય તો તેને ઠીક કરવા માટે ખાસ તેલ બનાવી લેવું જોઈએ. આ તેલ ફંગલ ઈંફેકશનને ખતમ કરે છે અને નખને મજબૂત પણ કરે છે. આ તેલની મદદથી પગના નખ સ્વસ્થ અને સારા રહે છે. જો નખ પીળા પડી જતા હોય તો તેમાં પણ આ તેલ ઉપયોગી સાબિત થાય છે.
કેવી રીતે બનાવવું તેલ ?
2 મોટી ચમચી સરસવનું તેલ લઈ તેમાં લસણની 4 કળીની પેસ્ટ કરી ઉમેરી દો. સાથે જ તેમાં અડધી ચમચી મેથી દાણા, 1 નાની ચમચી હળદર અને ચપટી હીંગ ઉમેરો. આ તેલને 1 થી 2 મિનિટ ધીમા તાપે ગરમ કરો અને પછી તેને ઠંડુ થવા દો. ત્યારબાદ તેને એરટાઈટ બરણીમાં ભરી લો.
કેવી રીતે તેલનો ઉપયોગ કરવો ?
તૈયાર કરેલા તેલને દિવસમાં 2 વખત નખ પર લગાડવું. આ તેલ લગાડતા પહેલા હુંફાળુ ગરમ કરી લેવું. તેલને નખ પર અને નખની આસપાસની ત્વચા પર સારી રીતે અપ્લાય કરો.

સરસવના તેલમાં એન્ટી ફંગલ ગુણ હોય છે જે રક્ત સંચાર વધારે છે. લસણ પણ બેક્ટેરિયા અને ફંગસને ખતમ કરે છે. હળદર સોજો ઓછો કરે છે અને નખના પાકને ઝડપથી મટાડે છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
