શરીરમાં પ્રોટીન પુરતા પ્રમાણમાં હોય તે જરૂરી છે. ખૂબ ઓછા લોકો જાણે છે કે શરીરમાં પ્રોટીન ઓછું હોય તો કેટલાક રોગ પણ થઈ શકે છે. તો ચાલો આજે તમને જણાવીએ પ્રોટીનની ખામીથી કયા રોગ થવાનું જોખણ વધે અને પ્રોટીનની ખામી દુર કેવી રીતે કરવી.
શરીર માટે સૌથી વધુ જરૂરી પોષકતત્વોમાંથી એક પ્રોટીન છે. શરીરમાં પ્રોટીન પુરતા પ્રમાણમાં હોય તે જરૂરી છે. સ્કિન, વાળ, પગથી લઈ શરીરના દરેક અંગમાં પ્રોટીન હોય છે. પ્રોટીન આપણા સેલ્સને રીપેર કરે છે અને ગ્રોથ તેમજ ડેવલપમેન્ટ માટે પણ પ્રોટીન જરૂરી છે. તેવામાં શરીરમાં પ્રોટીનની ખામી હોય તો શરીરને અનેક રીતે અસર થાય છે. શરીરને પ્રોટીન ન મળે કે શરીરમાં પ્રોટીન ઓછું હોય તો કયા રોગ થઈ શકે ચાલો જાણીએ.
એડેમા
પ્રોટીનની ઊણપથી એડેમા થઈ શકે છે. આ એવી સમસ્યા છે જેમાં ત્વચા ફુલી જાય છે અને સોજેલી દેખાય છે. એડેમા ત્યારે થાય છે જ્યારે શરીરમાં પ્રોટીન બિલકુલ ન હોય.
ફૈટી લીવર
પ્રોટીનની ખામીના કારણે ફેટી લીવર થઈ શકે છે. ફેટી લીવરમાં લીવર ડેમેજ અને લીવર ફેલ થવાની શક્યતા પણ છે. આ સમસ્યામાં લિવરમાં ફેટ જામવા લાગે છે જેના કારણે લીવર સરખી રીતે કામ કરી શકતું નથી. તેના કારણે લીવર પર સોજો આવી શકે છે.

શરીરમાં પ્રોટીન ઓછું હોય તો મસલ માસ ઓછું થઈ શકે છે. પ્રોટીનની ખામી હોય તો મસલ ટીશ્યૂનું બ્રેકડાઉન થાય છે અને શરીર નબળું પડવા લાગે છે.
ઈમ્યૂનિટી વીક થઈ જાય
શરીરની ઈમ્યૂનિટી એટલે કે રોગ પ્રતિકારક શક્તિ મજબૂત રહે તે માટે પણ પ્રોટીન જરૂરી છે. પ્રોટીનની ખામીથી ઈમ્યૂનિટી નબળી પડી જાય છે, જેના કારણે નાના-મોટા રોગ થવાનું જોખમ વધે છે.
ત્વચા, નખ અને વાળ નબળા પડી જવા
પ્રોટીન ઓછું હોય તો સ્કિન, વાળ અને નખ પ્રભાવિત થાય છે. પ્રોટીનની ખામીથી સ્કિનનો રંગ બદલી જાય છે. વાળનો ગ્રોથ અટકી જાય છે અને નખ ખરાબ થવા લાગે છે.
પ્રોટીનની ઊણપ દુર કરવા શું ખાવું ?
– શરીરને ભરપુર માત્રામાં પ્રોટીન મળે તે માટે આહારમાં મગફળીનો સમાવેશ કરી શકો છો.
– દાળ અને કઠોળમાં ભરપુર માત્રામાં પ્રોટીન હોય છે. તમે અલગ અલગ પ્રકારની દાળને ડાયટમાં સામેલ કરી શકો છો. મગ, મસૂર, ચણા સહિતના દાળ અને કઠોળ ખાઈ શકાય છે.
– સોયાબીન, સોયા ચંક્સ અને સોયા મિલ્કમાં સૌથી વધુ પ્રોટીન હોય છે.
– રોજ શેકેલા અળસીના દાણા ખાવાથી પણ શરીરને પ્રોટીન મળે છે.
– ગ્રીક યોગર્ટ પ્રોટીન ઈંટેક વધારે છે. યોગર્ટમાં પ્રોટીન સાથે કેલ્શિયમ અને પ્રોબાયોટિક્સ પણ હોય છે.
-કિનોઆ પ્રોટીનથી ભરપુર હોય છે. 1 કપ કિનોઆથી શરીરને 8 ગ્રામ પ્રોટીન મળે છે. તમે ભાતને બદલે કિનોઆને ડાયટમાં સામેલ કરી શકો છો.

For more details… Contact 9322529232 / 9324483455
