શિયાળામાં ઘણા લોકો ઓછું પાણી પીવે છે જેના કારણે પેશાબમાં બળતરા સબિત ઈન્ફેકશન થવાનું જોખમ વધી જાય છે. આજે તમને એવી વસ્તુઓ વિશે જણાવીએ જે તમને આ ઈન્ફેકશન મટાડવામાં મદદ કરી શકે છે.
ઠંડીમાં જ્યારે પાણી ઓછું પીવાય છે ત્યારે પેશાબમાં બળતરા થવા લાગે છે. પેશાબમાં બળતરાની સમસ્યા પુરુષો, મહિલાઓ અને બાળકો કોઈને પણ થઈ શકે છે. શરુઆતના સમયે આ ફરિયાદને દુર કરવા માટે ઘરેલુ ઉપાય કરી શકો છો. પરંતુ જો તમને વારંવાર આ સમસ્યા થતી હોય તો તે યૂરિન ઈન્ફેકશનનું લક્ષણ પણ હોય શકે છે તેના માટે ડોક્ટર પાસે જઈ ચેકઅપ કરાવી દવા લેવી જોઈએ.
શિયાળામાં પાણી ઓછુ પીવાના કારણે જો પેશાબમાં બળતરા થતી હોય તો તેના માટે આયુર્વેદિક ઉપાય અપનાવી શકાય છે. આયુર્વેદ અનુસાર શરીરમાં પિત્ત દોષ વધી જાય ત્યારે પેશાબમાં બળતરા, મૂત્રમાર્ગમાં સોજો અને ઈન્ફેક્શનનું જોખમ રહે છે. ઘણીવાર આહારમાં ફેરફારવાના કારણે પણ આ લક્ષણ દેખાય છે. તેથી તીખું અને વધારે મસાલેદાર ભોજન ખાવાથી બચવું.

વિટામિન સી
આયુર્વેદમાં આ પરેશાનીથી બચવાનો દેશી ઉપાય જણાવેલો છે. શિયાળામાં ભરપુર માત્રામાં આમળા ખાવા જોઈએ. આમળા વિટામિન સીથી ભરપુર હોય છે. વિટામિન સી મૂત્રાશયમાં ખરાબ બેક્ટેરિયાને વધવા નહીં દે અને સંક્રમણનું જોખમ ઓછું થશે. તેના માટે સવારે ખાલી પેટ આમળા ખાવા અથવા તેનું જ્યૂસ પીવું.
જાસૂદના ફુલ
જાસૂદના પાનનો ઉપયોગ પણ કરી શકાય છે. જાસૂદના ફૂલ પિત્તને શાંત કરે છે. તેના માટે જાસૂદના ફૂલનું શરબત બનાવી લઈ શકો છો. અથવા આ ફૂલની ચા બનાવીને પણ પી શકો છો. જો કે જાસૂદના ફૂલની ચા બનાવો તેમાં ખાંડનો ઉપયોગ ન કરવો.

For more details… Contact 9322529232 / 9324483455
