જે લોકો ફેટી લીવરથી પરેશાન હોય તેમણે એકવાર હળદરનો આ નુસખો અજમાવવો જોઈએ. આ નુસખો લીવર ડિટોક્સ કરવામાં મદદ કરે છે. કોઈપણ વ્યક્તિ આ વસ્તુ ટ્રાય કરી શકે છે.
ફેટી લીવર ખૂબ જ ગંભીર સમસ્યા છે. ફેટી લીવરનો ઉપાય સમયસર ન કરવામાં આવે તો લીવર સડી જાય છે. હેલ્થ એક્સપર્ટ અનુસાર ફેટી લીવર એવી હેલ્થ કન્ડિશન છે જેમાં લીવરની આસપાસ વધારાનું ફેટ જામવા લાગે છે. આ સમસ્યાનું સમાધાન સમય રહેતા ન કરવામાં આવે તો આગળ જઈને ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાનું તે કારણ બની જાય છે.
ફેટી લીવરના કારણે લીવર ઇન્ફેક્શન, ફાઇબરોસિસ, સિરોસીસ અને જેવા ગંભીર સ્ટેજ સુધી વ્યક્તિ પહોંચી જાય છે. ફેટી લીવરના કારણે લીવર ડેમેજ થઈ જાય છે અને જીવ ઉપર જોખમ પણ ઊભું થાય છે. લીવરની આ ગંભીર સમસ્યાને દૂર કરવા માટે હળદરનો ઉપયોગ કરી શકાય છે. આયુર્વેદ અનુસાર હળદર ફેટી લીવરની સ્થિતિ સુધારવામાં મદદરૂપ થઈ શકે છે.

ફેટી લીવરમાં હળદર કેવી રીતે ખાવી?
એક્સપર્ટ અનુસાર હળદર એવી જડીબુટ્ટી છે જે ફેટી લીવરની સમસ્યાને દૂર કરવામાં અસર દેખાડે છે. ઔષધીય ગુણોથી ભરપૂર હળદર પાવરફુલ હિલિંગ એજન્ટ છે. હળદરમાં રહેલા ગુણ ફેટી લીવરમાં પણ ફાયદો કરે છે. ફેટી લીવર માટે લકડડોંગ હળદરનો ઉપયોગ કરો તો વધારે સારું ગણાય છે. હળદરવાળું દૂધ નિયમિત પીવાથી ફેટી લીવરમાં ફાયદો થાય છે. ફેટી લીવર માટે દૂધ બનાવવા માટે એક ગ્લાસ દૂધમાં અડધી ચમચી હળદર, થોડી સાકર ઉમેરી બરાબર ઉકાળો. આ દૂધને રોજ રાત્રે સુતા પહેલા પી લો. આ દૂધથી લીવર ડિટોક્ષ થશે અને ઊંઘ પણ સારી આવશે.
હળદરનો ઉકાળો
ફેટી લીવરની સમસ્યાને દૂર કરવા માટે હળદરનો કાઢો પણ પી શકાય છે. તેના માટે એક કપ પાણીમાં અડધી ચમચી હળદર મિક્સ કરો અને સાથે થોડું આદુ ઉમેરી પાણી ઉકાળો. પાંચથી સાત મિનિટ પાણી ઉકળે પછી પાણીને ગાળી અને તેમાં લીંબુનો રસ ઉમેરી સવારે ખાલી પેટ પી લેવું.
હળદરની પેસ્ટ
હળદરની પેસ્ટ સૌથી વધારે અને ઝડપથી અસર કરે છે. જો તમે ખાઈ શકતા હોય તો સવારે ખાલી પેટ અડધી ચમચી હળદરની પેસ્ટ ખાવી. તેના માટે હળદરમાં પાણી ઉમેરી પેસ્ટ તૈયાર કરો અને આપે તો સવારે ખાલી પેટ લઈ લેવી

For more details… Contact 9322529232 / 9324483455
