અળસીના દાણા દેખાવમાં ભલે સાધારણ લાગે પરંતુ તેના ફાયદા અસાધારણ છે. જો તમે આ દાણાને ડેલી રુટીનમાં સામેલ કરો તો તેનાથી થતા લાભ મેળવી શકો છો. તો ચાલો સૌથી પહેલા જાણીએ અળસીને ડાયટમાં સામેલ કરવાના ફાયદા કયા છે.
અળસીના બી દેખાવમાં નાના લાગે છે, પરંતુ તે ઓમેગા 3, ફાઇબર સહિતના પોષક તત્વોથી ભરપૂર હોય છે જેના કારણે આ નાના-નાના દાણા હૃદયથી લઈને મગજ, પાચન, સ્કીન, વાળ બધા જ માટે ફાયદાકારક સાબિત થાય છે.. દેખાવમાં સાધારણ લાગતાં આ બીના ફાયદા અસાધારણ છે. જો તમે તેને રૂટિનમાં સામેલ કરો છો તો તેનાથી તમને નીચે દર્શાવ્યા અનુસારના લાભ થઈ શકે છે.
અળસીના બી ખાવાથી થતા ફાયદા
1. અળસીના બી માં ફાઇબર સારા એવા પ્રમાણમાં હોય છે જે પાચનતંત્ર મજબૂત કરવામાં મદદ કરે છે તેનાથી કબજિયાત ગેસ અપચો અને પેટની સમસ્યાઓથી રાહત મળે છે. જો પાચનની તકલીફો માટે તમે ઘરેલુ ઉપાય શોધી રહ્યા છો તો મુખવાસ તરીકે અળસીના બી ખાવાનું શરૂ કરી દો. અળસીના બી ને શેકીને તેનો ઉપયોગ કરી શકાય છે.

2. અળસીના બી ફાઇબરથી ભરપૂર હોય છે. ફાઇબર પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે, જેના કારણે વધારે પડતું ખાવાની ઈચ્છા ઓછી થાય છે અને વજન કંટ્રોલમાં રહે છે. જે લોકો વજન ઘટાડવા માંગતા હોય તેમણે અળસી ડાયટમાં સામેલ કરવી જોઈએ.
3. આજના સમયની ગંભીર સમસ્યાઓમાંથી એક કોલેસ્ટ્રોલ પણ અળસીથી કંટ્રોલમાં આવી શકે છે. અળસીના દાણામાં એવા પોષક તત્વો હોય છે જે ખરાબ કોલેસ્ટ્રોલ ને ઓછું કરવામાં મદદ કરે છે તેનાથી બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહે છે. હેલ્થ એક્સપર્ટ અનુસાર નિયમિત રીતે અળસી ખાવાથી હૃદય સંબંધિત ગંભીર બીમારી થવાનું જોખમ ઘટી શકે છે.
4. અળસીના બી એન્ટિ ઓક્સિડન્ટ અને ઓમેગા 3 ફેટી એસિડથી ભરપૂર હોય છે જે ત્વચાને અંદરથી પોષણ આપે છે અને સ્કીન ચમકદાર તેમજ હેલ્ધી રહે છે તેનાથી સ્કિન સંબંધિત સમસ્યાથી પણ રાહત મળે છે.

અળસીના બી ને તમે અલગ અલગ રીતે ખાઈ શકો છો.. જો તમારે અડધી થી ઝડપથી ફાયદા મેળવવા હોય તો અળસીના બી સવારે ખાલી પેટ પાણી સાથે પીવા. આ સિવાય અળસીને તમે શેકીને સલાડ સાથે કે બ્રેકફાસ્ટની વસ્તુમાં ઉમેરીને પણ ખાઈ શકો છો. જો તમે અળસી સવારના સમયે ખાશો તો તેનાથી થતા ફાયદા ઝડપથી જોવા મળશે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
