હાલ ડ્રેગન ફ્રુટની સીઝન ચાલે છે. માર્કેટમાં લાલ અને સફેદ એમ બે પ્રકારના ડ્રેગન ફ્રુટ ભરપુર માત્રામાં જોવા મળે છે. આ ફળને જો તમે ડાયટમાં સામેલ કરો છો તો તેનાથી કેવા લાભ થાય છે ચાલો આજે તમને જણાવીએ.
ડ્રેગન ફ્રુટ દેખાવમાં જેટલું સરસ લાગે છે એટલું જ ગુણકારી આ ફળ છે. ડ્રેગન ફ્રુટ શક્તિશાળી સુપરફુડ છે. આ ફળ સ્વાદિષ્ટ પણ હોય છે. આ ફળ શરીરને અનેક લાભ કરે છે. તેના પોષકતત્વો અને એન્ટી ઓક્સીડન્ટ હેલ્થ સુધારે છે. ડ્રેગન ફ્રુટ બે રંગના હોય છે. એકમાં અંદરનું ફળ સફેદ હોય અને એકમાં લાલ કે જાંબલી રંગનું ફળ હોય છે. આ બંને ડ્રેગન ફ્રુટ શરીરને સરખા લાભ જ કરે છે.
ત્વચાની સુંદરતા વધશે

ડ્રેગન ફ્રુટમાં એન્ટી ઓક્સીડન્ટ અને વિટામિન સી હોય છે જે ત્વચાને અંદરથી પોષણ આપે છે અને ગ્લો વધારે છે. તેનાથી કરચલીઓ અને સ્કિન ડેમેજથી બચી શકાય છે.
પાચન તંત્ર સુધરશે
ડ્રેગન ફ્રુટમાં ઉચ્ચ માત્રામાં ફાઈબર હોય છે જે પાચન ક્રિયા સુધારે છે અને કબજિયાત જેવી સમસ્યામાં રાહત આપે છે.
ઈમ્યુનિટી બુસ્ટ કરે
ડ્રેગન ફ્રુટમાં વિટામિન અને મિનરલ્સ હોય છે જે શરીરની રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બનાવે છે. તેનાથી શરદી-ઉધરસ અને અન્ય બીમારી સામે લડવામાં મદદ મળે છે.
વજન કંટ્રોલ કરશે
ડ્રેગન ફ્રુટમાં કેલેરી ઓછી હોય છે અને ફાઈબર વધારે હોય છે. ડ્રેગન ફ્રુટ ખાવાથી ભુખ કંટ્રોલમાં રહે છે અને વજન ઘટાડવામાં મદદ મળે છે.

હાર્ટ માટે લાભકારી
ડ્રેગન ફ્રુટમાં એન્ટી ઓક્સીડન્ટ અને પોટેશિયમ હોય છે જે હૃદયને હેલ્ધી રાખે છે અને બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
ડ્રેગન ફ્રુટને તમે છાલ ઉતારી ટુકડા કરીને ખાઈ શકો છો અથવા તો તેની સ્મુધી પણ બનાવી શકો છો. કોઈપણ રીતે અને કોઈપણ પ્રકારનું ડ્રેગન ફ્રુટ ખાવ તેનાથી લાભ થશે તે નક્કી છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
