જો તમે 1 પણ રુપિયો ખર્ચ કર્યા વિના વર્ષ 2026 માં ફીટ રહેવા માંગો છો તો આજે તમને ફક્ત 20 મિનિટની એક કસરત વિશે જણાવીએ. આ કસરત કરવામાં એકદમ ઈઝી છે. રોજ આ કામ કરવાની આદત થઈ જશે તો હાર્ટ હેલ્ધી રહેશે.
ફિટ રહેવાની ઈચ્છા તો દરેકની હોય છે. નવા વર્ષની શરૂઆત થઈ છે ત્યારે અનેક લોકો એવા હશે જેમણે આ વર્ષ દરમિયાન ફિટનેસ પર ધ્યાન આપવાનો સંકલ્પ પણ લીધો હશે. ઘણા લોકોએ આ સંકલ્પને પૂરો કરવા માટે જીમ જવાની શરૂઆત પણ કરી દીધી હશે. જોકે કેટલાક લોકો એવા પણ હશે જેમને ફિટનેસ પર ધ્યાન તો આપવું છે પરંતુ જીમ જઈને વર્કઆઉટ કરવાનો સમય નથી. આવા લોકોએ નિરાશ થવાની જરૂર નથી. જો તમે આ વર્ષમાં પોતાની ફિટનેસને મહત્વ આપવા માંગો છો અને ફીટ રહેવા માટે પ્રયત્ન કરવા માંગો છો તો રોજ જીમ જવાની જરૂર નથી તમે જીમ ગયા વિના પણ ફિટનેસ સુધારી શકો છો.
સાંભળવામાં એવું લાગશે કે રોજ 20 મિનિટથી ફિટનેસ કેવી રીતે બને ? પરંતુ હેલ્થ એક્સપર્ટ અનુસાર દિનચર્યામાં કરેલો આ નાનકડો ફેરફાર તમને મોટી બીમારીથી બચાવી શકે છે. રોજ 20 થી 30 મિનિટની વોક કરવાની આદત તમારી ફિટનેસ પણ મોટો પ્રભાવ પાડશે.

20 મિનિટની એક નાનકડી વોક શરુઆતમાં બેકાર લાગી શકે છે પરંતુ જો તમે રોજ આદત અપનાવી લેશો તો ગજબના ફાયદા દેખાવા લાગશે. 20 મિનિટની વોકને આદત બનાવવા માટે કેલેન્ડર પર માર્ક કરવાનું શરૂ કરો. રોજ 20 મિનિટ માટે વોક પર નીકળો અને જે દિવસે વોક કરો તે દિવસે કેલેન્ડર પર માર્ક કરી દો. જો તમે 15 દિવસ સતત વોક પર જશો તો 16 માં દિવસથી તમને નિયમ તોડવાનું મન નહીં થાય. સમય થશે એટલે મગજ પોતે જ તમને વોક માટે એલર્ટ કરી દેશે.
હેલ્થ એક્સપર્ટ અનુસાર કેટલીક રિસર્ચ પરથી સામે આવ્યું છે કે જે લોકો રોજ વોક કરવાની આદત ધરાવે છે તેમને કોરોનરી આર્ટરી ડીસીઝ, હૃદયની બીમારીઓ અને સમય પહેલા મોતનો જોખમ ઓછું થઈ જાય છે. તેથી જ દરેક વ્યક્તિએ અઠવાડિયામાં ઓછામાં ઓછી 150 મિનિટ વોક માટે ફાળવવી જોઈએ. તો પછી રાહ શેની જુઓ છો. આજથી જ દિવસમાં કોઈપણ સમયે 20 મિનિટ માટે વોક કરવાનું શરુ કરી દો.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
