સ્ત્રીઓની સરખામણીમાં પુરુષોમાં બ્લડ પ્રેશર અને સુગરની સમસ્યા ઝડપથી વધી રહી છે. આ આંકડા ભારત સહિત વિશ્વના લગભગ 200 દેશોમાં કરવામાં આવેલા વિવિધ અભ્યાસોના અહેવાલોના આધારે બહાર આવ્યા છે. જાણો કઈ આદતો આ જીવનશૈલી સંબંધિત રોગોમાં વધારો કરી રહી છે?
બ્લડ પ્રેશર અને સુગર એવી બીમારી છે, જેને ખતમ ન કરી શકાય પરંતુ કંટ્રોલ કરી શકાય છે. દવા અને પરેજી સાથે આ બીમારીઓથી થતાં નુકસાનથી બચી શકાય છે. ભલે પુરૂષ હોય કે મહિલા બંનેમાં આ પ્રકારની બીમારીને લઈને ખતરો રહેલો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ડાયાબિટીસ અને બીપીના દર્દી ઝડપથી વધવા લાગ્યા છે. જેનું કારણ ખરાબ લાઇફસ્ટાઇલ અને ખાનપાનને માનવામાં આવે છે. વધતો તણાવ પણ તેનું કારણ બની રહ્યો છે. તાજેતરમાં પીએલઓએસ મેડિસિન જનરલમાં છપાયેલા એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે મહિલાઓના મુકાબલે પુરૂષોમાં હાઈ બીપી, સુગર અને એચઆઈવીના મામલા વધુ સામે આવી રહ્યું છે. સાથે આ બીમારીઓથી પુરૂષોના મોત પણ વધી રહ્યાં છે.

પુરૂષોમાં વધી રહી છે બીપી અને સુગરની બીમારી
આશરે 200 દેશોમાં થયેલા અલગ-અલગ રિસર્ચના આધારે આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. એક રિસર્ચ પ્રમાણે ભારતીય મહિલાઓમાં હાઈ બ્લડ પ્રેશરના કેસ વધુ જોવા મળ્યા છે. સાથે રિસર્ચમાં સામેલ 30 ટકા દેશોમાં હાઈ બીપી અને 4 ટકા દેશોમાં હાઈ સુગરમાં પુરૂષોની સંખ્યા વધુ જોવા મળી છે. રિસર્ચમાં સામેલ 56 ટકા દેશમાં એચઆઈવી અને એઈડ્સમાં પણ પુરૂષોની સંખ્યા વધારે છે. એટલું જ નહીં એચઆઈવી/એઇડ્સથી 131 દેશોમાં 64 ટકા, હાઈ બીપીથી 107 અને સુગરથી 100 દેશોમાં પુરૂષોનો ડેથ રેટ જોવા મળ્યો છે.
ખોટી આદતોને કારણે થઈ રહ્યાં છે મોત
રિસર્ચમાં સામે આવ્યું કે 14 ટકા દેશોમાં એચઆઈવી અને એઈડ્સના મામલા મહિલાઓમાં વધુ જોવા મળ્યા છે. યુકે સ્થિત રિસર્ચ સંસ્થા ગ્લોબલ 50/50ના સહ-સંસ્થાપક કેન્ટ બ્યૂસ પ્રમાણે રિસર્ચમાં સામે આવ્યું કે પુરૂષો પોતાની સારવાર કરાવવા માટે વધુ ગંભીર હોતા નથી. તે જલ્દી ડોક્ટર પાસે જતાં નથી. વધુ ડ્રિંક અને સ્મોકિંગને કારણે તે બીમારીઓની ગંભીર સ્થિતિમાં પહોંચી જાય છે. જેથી વધુ મોત થઈ રહ્યાં છે.
લાઇફસ્ટાઇલ સાથે જોડાયેલી બીમારીથી કઈ રીતે બચવું
તમને જણાવી દઈએ કે ખરાબ ખાનપાનની આદતો શરીરને બીમારીની જાળમાં ફસાવી રહી છે. આ સિવાય ઓછી ફિઝિકલ એક્ટિવિટી, વધુ તણાવ, સ્ટ્રેસ દૂર કરવા માટે દારૂ અને સિગારેટનું સેવન, ખોટા સમય પર ભોજન અને ઊંઘની કમીને કારણે લાઇફસ્ટાઇલ સાથે જોડાયેલી બીમારી ઝડપથી વધી રહી છે. બહારના પેક્ડ ફૂડ, ડ્રિંક્સ અને જંક ફૂડ વ્યક્તિના શરીરને ખોખલા બનાવી રહ્યાં છે. તેનાથી બચવા માટે ઓછું ભોજન અને હેલ્ધી ભોજનની આદત પાડો. તેનાથી તમે ઘણી બીમારીથી બચી શકશો.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
