જ્યારે પણ માથું દુખે ત્યારે દવા લેવી યોગ્ય નથી. આમ કરવાથી શરીરને નુકસાન થઈ શકે છે. માથું દુખે ત્યારે કેટલાક ઘરેલુ નુસખાની મદદ લઈ શકો છો. કયા છે આ ઘરેલુ નુસખા ચાલો જાણીએ.
આજના સમયમાં માથાનો દુખાવો એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. વધારે પડતો સ્ટ્રેસ, ઊંઘનો અભાવ, ખરાબ આહાર, મોબાઈલ કે કોમ્પ્યુટર સ્ક્રીન ટાઈમ વધારે હોવાથી માથાનો દુખાવો થઈ શકે છે. આ સિવાય શરીરમાં પાણીની ઉણપ હોય તો પણ માથું દુખે છે. ઘણી વખત માથાનો દુખાવો એટલો તીવ્ર થઈ જાય છે કે વાંચવું કે કોઈ કામ કરવું પણ મુશ્કેલ થઈ જાય છે. આવી સ્થિતિમાં મોટાભાગે લોકો પેન કીલર લઈ લેતા હોય છે. પરંતુ વારંવાર પેન કીલર ખાવી શરીરને ગંભીર સમસ્યા કરી શકે છે.
માથાના દુખાવાની સમસ્યાને દવા વિના દૂર કરવા માટે ઘરમાં રહેલી કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરી શકાય છે. આજે તમને જણાવીએ ઘરમાં રહેલી કઈ વસ્તુઓ દવા વિના માથાનો દુખાવો મટાડી શકે છે. આ વસ્તુઓ માથાનો દુખાવો મટાડવામાં અસરદાર હોવાની સાથે તેની ખાસિયત એ છે કે તેની કોઈ આડ અસર પણ નથી તેથી તમે તેને ચિંતા વિના ટ્રાય કરી શકો છો.

પાણી પીવું
ઘણી વખત શરીરમાં પાણીની ઉણપ હોય ત્યારે પણ માથું દુખે છે જ્યારે પણ માથાનો દુખાવો થાય ત્યારે થોડું થોડું પાણી પીતા રહેવું. શરીરમાં જેમ જેમ પાણીનું પ્રમાણ વધશે તેમ માથાના દુખાવામાં રાહત થઈ શકે છે.
કોલ્ડ કમ્પ્રેસ
એક સાફ કપડામાં બરફના ટુકડા બાંધીને માથા પર શેક કરવો જોઈએ. બરફનો શેક કરવાથી મગજ સુધી જતી રક્તની નસો સંકોચાય છે અને માથામાં દુખાવો ઓછો થાય છે.
ગરમ પાણીનો શેક
જો બરફથી શેક કરવો શક્ય ન હોય તો ગળાના પાછળના ભાગે અને માથાની નીચેના ભાગે ગરમ તેલથી હળવા હાથે માલીશ કરો અથવા ગરમ પાણીથી શેક કરો. તેનાથી પણ માથાના દુખાવાથી રાહત મળી શકે છે

યોગ અને પ્રાણાયામ
પ્રાણાયામ અને યોગાસન સ્ટ્રેસ ઓછો કરવામાં મદદ કરે છે. તેનાથી માથાના દુખાવાની સમસ્યા પણ ઓછી થઈ શકે છે. નિયમિત ત્રીસ મિનિટ માટે અનુલોમ વિલોમ, સવાસન અને શીતલી પ્રાણાયામ કરવાથી માથાના દુખાવાથી રાહત મળી શકે છે.
મસાજ
માથામાં તીવ્ર દુખાવો હોય ત્યારે તેલને હૂંફાળું ગરમ કરી તેનાથી માથા પર ગરદન પર અને ખભા પર હળવા હાથે માલીશ કરવી. તેનાથી બ્લડ સર્ક્યુલેશન સુધરશે અને માથાના દુખાવામાં રાહત થઈ જશે.
આ ઉપાયો ઉપરાંત જે લોકોને વારંવાર માથામાં દુખાવો રહેતો હોય તેમણે રોજ 7 થી 8 કલાકની ઊંઘ કરવી જોઈએ. પૂરતી ઊંઘ કરવાથી પણ માથાના દુખાવાની સમસ્યા ઓછી થઈ જાય છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
