ઘણીવાર અચાનક છીંક આવવાનું શરુ થઈ જાય છે. સતત આવતી છીંકના કારણે માથું પણ દુખવા લાગે છે. આ રીતે આવતી છીંકનું કારણ શું હોય શકે છે અને તેને કેવી રીતે રોકવી ચાલો તમને જણાવીએ.
છીંક આવે એટલે તેને શરદી અને ઉધરસ સાથે જોડીને જ જોવામાં આવે છે. કોઈપણ વ્યક્તિ છીંક ખાય તો તેને શરદી થઈ હોય તેવું જ માની લેવામાં આવે છે. પરંતુ વારંવાર આવતી છીંક એલર્જીના કારણે પણ હોઈ શકે છે. સતત છીંક આવતી હોય તો તે શરદી, ઉધરસ નહીં પરંતુ એલર્જી દર્શાવે છે. એલર્જીના કારણે છીંક આવતી હોય તો માથાનો દુખાવાની સમસ્યા પણ વધારી શકે છે.
શિયાળામાં શુષ્ક હવાના કારણે નાકમાં પણ ડ્રાઈનેસ વધી જાય છે. જેના કારણે શ્વાસ લેવામાં સમસ્યા થાય છે અને તેના કારણે સંક્રમણ પણ થઈ જાય છે. આ સિવાય હવામાં રહેલું પ્રદૂષણ ફેફસામાં અને નાકમાં સંક્રમણનું કારણ બને છે જેના કારણે પણ વારંવાર છીંક આવે છે. શરદી સિવાય જો આ બે કારણોસર વારંવાર છીંક આવતી હોય તો તેને મટાડવા માટે કે રોકવા માટે ઘરેલુ આયુર્વેદિક ઉપાય કરી શકાય છે. આજે તમને એલર્જીના કારણે આવતી છીંકને મટાડવાનો ઉપાય જણાવીએ.

વારંવાર છીંક આવવાની સમસ્યા શુષ્ક હવાના કારણે પણ થતી હોય છે. સુકી હવા જ્યારે નાકમાં જાય છે તો અંદરના ભાગમાં ઇરિટેશન થવા લાગે છે અને નાક તેમજ આંખમાંથી પાણી નીકળવા લાગે છે. આ સ્થિતિમાં છીંક આવવા લાગે છે. આ સિવાય ધૂળ કે ધુમાડાના સંપર્કમાં આવવાથી પણ નાકમાં ખંજવાળ આવે છે અને પછી છીંક આવવાનું પ્રમાણ વધી જાય છે.
એલર્જીના કારણે છીંક આવતી હોય તો જ્યારે પણ બહાર જાવ ત્યારે નાકને ઢાંકીને રાખો. તેના કારણે શુષ્ક હવા ડાયરેક્ટ નાકમાં જશે નહીં અને ધૂળના કણ પણ નાકમાં પ્રવેશ નહીં કરે જેના કારણે ઇરિટેશન નહીં થાય અને છીંક પણ નહીં આવે..

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
