શું તમે ક્યારેય વિચાર્યું છે કે લસણ તમારા સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક સાબિત થઈ શકે છે? આવો ગાર્લિકના કેટલાક સ્વાસ્થ્ય લાભ વિશે જાણીએ.
લસણમાં એલિસિન, મેંગનીઝ, વિટામિન બી6, વિટામિન સી, સેલેનિયમ, ફાઇબર, કેલ્શિયમ, પોટેશિયમ, આયરન અને કોપર સહિત ઘણા પોષક તત્વો હોય છે. લસણને પોષક તત્વોનું પાવરહાઉસ માનવામાં આવે છે. જો તમે યોગ્ય માત્રામાં યોગ્ય રીતે લસણની કળીઓને ડાયટ પ્લાનમાં સામેલ કરો છો તો તમને ઘણા લાભ મળી શકે છે.
રોગપ્રતિકારક શક્તિમાં સુધાર
જો તમે નબળી રોગપ્રતિકારક શક્તિને કારણે વારંવાર બીમાર પડી જાવ છો? તો તમારે ઇમ્યુનિટી મજબૂત બનાવવા માટે એક દિવસમાં બે લસણની કળી ચાવવાનું શરૂ કરી દેવું જોઈએ. તમને જણાવી દઈએ કે સારૂ પરિણામ હાસિલ કરવા માટે પોષક તત્વોથી ભરપૂર લસણનું સેવન કાચુ કે પછી થોડું પકાવી કરી શકાય છે.

બીપી-કોલેસ્ટ્રોલ થશે કંટ્રોલ
બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા માટે લસણની કળીને ડાયટમાં સામેલ કરી શકાય છે. એટલું જ નહીં લસણની કળી કોલેસ્ટ્રોલ કંટ્રોલકરવામાં અસરકારક સાબિત થઈ શકે છે. કુલ મળી લસણમાં રહેલા તત્વ હાર્ટના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. નિષ્ણાંતો પ્રમાણે લસણ તમારી ગટ હેલ્થને સુધારવામાં પણ અસરકારક સાબિત થઈ શકે છે.
ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક
શું તમે જાણોછો કે લસણ ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક માનવામાં આવે છે? બ્લડ સુગર લેવલ પર કાબુ મેળવવા માટે દરરોજ સવારે લસણ ખાવાની સલાહ આપવામાંઆવે છે. સારૂ પરિણામ મેળવવા માટે સવારે ખાલી પેટ લસણની એક કળી ચાવો. તમારે 1-2થી વધુ લસણની કળીનું સેવન ન કરવું જોઈએ. બાકી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
