લંડનની કિંગ્સ કોલેજના તાજેતરના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ડાર્ક ચોકલેટમાં રહેલું ‘એપિકેટેચિન’ (Epicatechin) નામનું ફ્લેવેનોલ ઉંમર વધવાની પ્રક્રિયાને ધીમી કરી શકે છે. સંશોધનથી ખબર પડે છે કે તે વૃદ્ધત્વની અસરોને ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે, પરંતુ ડાર્ક ચોકલેટને કોઈ જાદુઈ ઈલાજ માનવો જોઈએ નહીં.
બાળકોથી લઈને મોટાઓ સુધી દરેકને ચોકલેટ ખાવી ગમે છે અને ડાર્ક ચોકલેટના શોખીનોની સંખ્યા પણ ઘણી મોટી છે. સામાન્ય રીતે ઓછી મીઠાશ ખાવી સ્વાસ્થ્ય માટે વધુ સારું માનવામાં આવે છે, પરંતુ યુવતીઓમાં ડાર્ક ચોકલેટ ખૂબ જ ફેવરિટ હોય છે. એટલું જ નહીં, એવું પણ કહેવાય છે કે વજન ઘટાડવામાં ડાર્ક ચોકલેટ આર્શીવાદરૂપ છે, ડાર્ડ ચોકલેટ ખાવાથી કોઈ નુકસાન થતું નથી અને મોટાભાગના લોકો તેને ‘મૂડ બૂસ્ટર’ તરીકે ખાય છે.

તમે વારંવાર સાંભળ્યું હશે કે ચોકલેટ ખાવાથી દાંત બગડી જશે, પરંતુ હવે નવા અભ્યાસમાં ડાર્ક ચોકલેટ વિશે ચોંકાવનારી વાત સામે આવી છે. ડાર્ક ચોકલેટ શરૂઆતથી જ સામાન્ય ચોકલેટ કરતા હેલ્ધી માનવામાં આવતી હતી, પરંતુ હવે નવા સંશોધને એ વાત પર ધ્યાન દોર્યું છે કે તેમાં રહેલા કુદરતી તત્વો આપણા શરીરની ઉંમર વધવાની પ્રક્રિયાને થોડી ધીમી કરવામાં મદદ કરી શકે છે.
સ્ટડીમાં શું જાણવા મળ્યું?
લંડનની કિંગ્સ કોલેજના અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે કોકો (Cocoa) માં મળી આવતું એક નેચરલ કમ્પાઉન્ડ ઉંમરની સાથે કોષો (Cells) ના સ્વાસ્થ્યને જાળવી રાખવામાં મદદરૂપ થઈ શકે છે. જોકે, આનો અર્થ એ નથી કે ડાર્ક ચોકલેટ કોઈ જાદુઈ ‘એન્ટી-એજિંગ ફૂડ’ છે. પરંતુ આ સંશોધન બતાવે છે કે અમુક વનસ્પતિઓમાં જોવા મળતા કેમિકલ્સ આપણા શરીરને સ્વસ્થ રીતે એજિંગ થવામાં મદદ કરી શકે છે. કિંગ્સ કોલેજ લંડનની એક ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા આ સંશોધનનું શીર્ષક હતું “ડાર્ક ચોકલેટમાં રહેલું મુખ્ય રસાયણ વૃદ્ધત્વને ધીમું કરી શકે છે.” આ અભ્યાસ કોકો અને અનેક છોડમાં જોવા મળતા એપિકેટેચિન નામના ઘટક પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જે એક પ્રકારનો ફ્લેવેનોલ છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
