કિડનીમાં ખરાબી થવા પર તેની અસર શરીરમાં જોવા મળે છે. કિડની ખરાબ થાય તો ચહેરા પર કેટલાક લક્ષણો જોવા મળે છે. આ સંકેતની ઓળખ કરી કિડનીને ડેમેજ થવાથી બચાવી શકાય છે.
ભારતમાં છેલ્લા કેટલાક સમયથી કિડનીના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. અનહેલ્ધી ડાયટ અને ખોટા ખાનપાનને કારણે કિડનીમાં સમસ્યા જોવા મળી રહી છે. કિડનીમાં પરેશાની થવા પર ચહેરા પર લક્ષણો જોવા મળે છે. આ સંકેતોને ઓળખી કિડનીની સમસ્યાથી બચી શકાય છે. આવો જાણીએ કિડનીમાં ખરાબી થવા પર ચહેરા પર કયા-કયા લક્ષણો જોવા મળે છે.
ડ્રાઈ સ્કિન
કિડનીમાં કોઈ પ્રકારની સમસ્યા થવા પર શરીરમાં ઇલેક્ટ્રોલાઇટનું બેલેન્સ બગડી જાય છે, જેના કારણે શરીર ડિહાઇડ્રેટ થઈ જાય છે. તેવામાં સ્કિન ડ્રાઈ થઈ જાય છે. જો તમારી સ્કિન કોઈ કારણ વગર અચાનક ડ્રાઈ થઈ જાય તો તેને નજરઅંદાજ ન કરો અને ડોક્ટર પાસે પહોંચો.

ચહેરા પર સોજા
કિડનીમાં ખરાબી થવા પર ચહેરા પર સોજાની સમસ્યા આવી જાય છે. સોજાને કારણે ચહેરો મોટો જોવા મળે છે. અચાનક ચહેરા પર સોજા આવે તો ડોક્ટર પાસે તપાસ કરાવો.
આંખની આસપાસ સોજા
થાક અને ઊંઘનો અભાવ આંખોની આસપાસ થાક અને સોજો લાવી શકે છે. આંખોની આસપાસ સોજો એ કિડનીના નુકસાનનું મુખ્ય સંકેત હોઈ શકે છે. જ્યારે કિડની યોગ્ય રીતે કામ કરતી નથી, ત્યારે ઝેર શરીરમાં રહે છે અને પ્રોટીન કણો તરીકે લોહીના પ્રવાહમાં ફરે છે. આ પ્રોટીન આંખોની આસપાસ એકઠા થાય છે, જેના કારણે સોજો વધે છે.

ચામડીના કલરમાં ફેરફાર અને ખંજવાળ
સ્કિન પર અચાનક ખંજવાળ અને ચહેરાના કલરમાં ફેરફાર થવો પણ કિડનીની સમસ્યાનો સંકેત હોઈ શકે છે. સ્કિન પીળી પડી જવી, અચાનક ચહેરા પર ખંજવાળ આવવી કિડની ડેમેજનો સંકેત હોઈ શકે છે. આ સંકેતને નજરઅંદાજ ન કરો અને ડોક્ટર પાસે તપાસ કરાવો.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
