ખીલની સમસ્યા ઘણા યુવક-યુવતીઓને હોય છે. જો કે ચહેરા પર થતા દરેક પ્રકારના દાણા ખીલ નથી હોતા. ઘણીવાર ચહેરા પર દેખાતા અને ખીલ જેવા લાગતા દાણા સ્કિન કેન્સરનું શરુઆતી લક્ષણ પણ હોય છે. લોકો તેને ખીલ સમજી ઈગ્નોર કરી દે છે અને પછી કેન્સર વધી જતા હાલત ખરાબ થઈ જાય છે. તો ચાલો આજે તમને જણાવીએ ચહેરા પર થતા કેવા ખીલ સ્કિન કેન્સરનું લક્ષણ હોય શકે છે.
ચેહરા પર ખીલ થવા સામાન્ય સમસ્યા છે ખાસ કરીને યુવાનીમાં વારંવાર ખીલ થાય છે અને મહિનાઓ સુધી ખીલ મટતાં પણ નથી. જોકે કેટલાક ખીલ ગંભીર સમસ્યાનો સંકેત પણ હોઈ શકે છે. ખીલ જેવા દેખાતા કેટલાક દાણા સ્કીન કેન્સરની શરૂઆતનું લક્ષણ પણ હોઈ શકે છે પરંતુ લોકો અજાણતા તેને ખીલ ગણીને ઇગ્નોર કરી દે છે.

સાધારણ ખીલ ત્વચાના છિદ્ર બંધ થઈ જવાથી થાય છે તે લાલ, દુખે તેવા અને પસવાળા હોય છે. સામાન્ય ખીલ હોય તો તે થોડા દિવસોમાં અથવા થોડા અઠવાડિયામાં ઠીક થઈ જાય છે. પરંતુ આ દાણા જો સ્કીન કેન્સરની શરૂઆતના કારણે હોય તો તે ઝડપથી મટતા નથી. સ્કિન કેન્સરની શરૂઆતમાં ચહેરા પર જે દાણા થાય છે તે ખીલ જેવા દેખાય છે તે ચમકદાર હોય છે અને તેમાં ઉપર મોતી જેવો સફેદ ઊભાર દેખાય છે. આ દાણા ઝડપથી મટતા નથી અને ધીરે ધીરે વધે છે.
સ્કિન કેન્સરના ચહેરા પર દેખાતા લક્ષણ
– સ્કિન કેન્સરના કારણે ચહેરા પર ખીલ જેવા દાણા થયા હોય તો તે ઝડપથી મળતા નથી અને વારંવાર થાય છે.
– આવા દાણામાંથી લોહી પણ નીકળે છે અથવા તેના પર પોપડી જામ છે.
– કેન્સરના કારણે થયેલા દાણા ધીરે ધીરે મોટા થતા જાય છે.
– સ્કિન કેન્સરના કારણે ચહેરા પર ખીલ થયા હોય તો તેમાં દુખાવો થતો નથી, તે ચમકદાર અને ગુલાબી રંગના દેખાય છે.
આવા ખીલને ન કરો ઇગ્નોર
મોટાભાગે ચહેરા પર થતા ખીલ હાનિરહિત હોય છે પરંતુ જો ખીલ ચાર થી છ અઠવાડિયાથી વધુ સમય માટે રહે અને તે ધીરે ધીરે મોટા થવા લાગે અને તેમાંથી લોહી નીકળવા લાગે તો તે સ્કિન કેન્સર હોઈ શકે છે. તેથી ખીલને સામાન્ય ગણી ઇગ્નોર કરવા નહીં. જો લાંબા સમય સુધી ચહેરા પર ખીલ રહે તો તુરંત ડોક્ટરનો સંપર્ક કરવો. સ્કિન કેન્સર થવાનું મુખ્ય કારણ સૂર્યના હાનિકારક કિરણો હોઈ શકે છે. જો સ્કિન કેન્સર વિશે શરૂઆતથી સ્ટેજમાં જ ખબર પડી જાય તો તેનો ઈલાજ શક્ય છે અને તે સંપૂર્ણ રીતે મટી શકે છે. પરંતુ જો ઈલાજમાં મોડું કરવામાં આવે તો કેન્સર ફેલાઈ જાય છે અને તેનો ઈલાજ પણ મુશ્કેલ થઈ જાય છે.

સ્કિન કેન્સરથી બચવા શું કરવું ?
– તડકામાં નીકળતા પહેલા એચપીએફ 30 પ્લસ સનસ્ક્રીન રોજ લગાડવું.
– તડકાથી ચહેરાને બચાવવા માટે ટોપી પહેરવી અથવા ચહેરાને કપડાથી કવર કરવો.
– સમયાંતરે ત્વચાનું ચેકઅપ કરાવતા રહેવું અને કોઈ સ્કીન પ્રોબ્લેમ થાય તો તેને ઇગ્નોર કરવાનું ટાળવું.
જોકે આ વાતનો અર્થ એવો પણ નથી કે દરેક ખીલ કેન્સરનું લક્ષણ હોય છે મોટાભાગના મામલામાં ચિંતા કરવાની જરૂર હોતી નથી પરંતુ સ્કીનને લઈને સતર્ક રહેવું પણ જરૂરી છે સ્કિન સંબંધિત સમસ્યાઓને લાંબા સમય સુધી ઇગ્નોર કરવી નહીં.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
