રાઈસ કાંજી એવો નાસ્તો છે જે ઉનાળામાં શરીરને હાઈડ્રેટ રાખવાથી લઈ એનર્જી લેવલ બુસ્ટ કરવામાં મદદ કરે છે. રાઈસ કાંજી ગટ હેલ્થ માટે બેસ્ટ આહાર છે. આર માધવન સહિતના સ્ટાર્સ પણ દિવસની શરુઆત ચોખાની કાંજી ખાઈને કરે છે. તો ચાલો જાણીએ આ કાંજી કેવી રીતે બને અને તેને ખાવાથી કેવા ફાયદા થાય છે.
શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહે તે માટે ગટ હેલ્થ સારી હોય તે જરૂરી છે. ગટ હેલ્થ એટલે સ્વસ્થ આંતરડા, આપણા આંતરડા સારી રીતે કામ કરતા રહે એટલે કે ગટ હેલ્થ સારી હોય તે જરૂરી છે કારણ કે તેના દ્વારા જ ભોજનનું પાચન, પોષક તત્વોનું અવશોષણ, ઇમ્યુનિટી, શરીરની કોશિકાઓનો વિકાસ અને વજન કંટ્રોલ કરવા જેવા મહત્વપૂર્ણ કાર્ય થાય છે. જો ગટ હેલ્થ ખરાબ હોય તો શરીરનું સંતુલન બગડી જાય છે જેના કારણે શરીરમાં બીમારીઓ વધે છે અને માનસિક સ્વાસ્થ્ય પણ ખરાબ થાય છે. ગટ હેલ્થ સુધારવા માટે સવારે નાસ્તામાં રાઈસ કાંજી ખાઈ શકાય છે.

રાઈસ કાંજી જેને ફર્મેન્ટેડ રાઈસ પણ કહેવામાં આવે છે તે કુદરતી પ્રોબાયોટિક ફૂડ છે. ગરમીના દિવસોમાં સવારે નાસ્તામાં રાઈસ કાંજી ખાવાથી પાચનમાં સુધારો થાય છે અને શરીરમાં ગુડ બેક્ટેરિયા વધે છે જે ગટ હેલ્થ સારી રાખવામાં મદદ કરે છે. રાઈસ કાંજી આર માધવન સહિતના ઘણા બોલીવુડ સેલિબ્રિટીનો ફેવરેટ નાસ્તો પણ છે. અલગ અલગ મુલાકાતો દરમ્યાન કલાકારો સવારે નાસ્તામાં રાઈસ કાંજી ખાતા હોય છે તેવી વાત કરતા હોય છે.
એક મુલાકાત દરમિયાન આર માધવને પણ જણાવ્યું હતું કે તે દિવસની શરૂઆત ફર્મેન્ટ રાઈસ ખાઈને કરે છે. આર માધવન સિવાય એક પોડકાસ્ટ દરમિયાન નીતુ કપૂરે પણ જણાવ્યું હતું કે તે રોજ ચોખાની કાંજી ખાય છે. નીતુ કપુરે જણાવ્યું હતું કે સવારે નાસ્તામાં રાઈસ કાંજી ખાવી ગટ હેલ્થ માટે બેસ્ટ છે. આ સિવાય આથિયા શેટ્ટીએ પણ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે તેના ઘરે રોજ સવારે ચોખાની કાંજી બને છે અને નાસ્તામાં કાંજી ખવાય છે. તો ચાલો આજે આપણે પણ જાણીએ સેલિબ્રિટીના ફેવરેટ નાસ્તા રાઈસ કાંજીથી થતા લાભ વિશે.
ચોખાની કાંજી એટલે શું ?

ચોખાની કાંજી દક્ષિણે ભારતીય ઘરોમાં બનતી હેલ્ધી વાનગી છે. જેને ફર્મેન્ટેડ રાઈસ પણ કહેવામાં આવે છે. ચોખાની કાંજીને અલગ અલગ રાજ્યમાં અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. આ કાંજી પ્રોબાયોટિક્સ એટલે કે ગુડ બેક્ટેરિયાથી ભરપૂર હોય છે અને સવારે નાસ્તામાં ખાવા માટે બેસ્ટ વસ્તુ ગણાય છે.
નાસ્તામાં રાઈસ કાંજી ખાવાથી થતા ફાયદા
શરીરમાં વધે છે ગુડ બેક્ટેરિયા
જેમ અગાઉ જણાવ્યું તેમ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રાખવા માટે ગટ હેલ્થ સારી રહે તે જરૂરી છે અને ગટ હેલ્થને સારી રાખવાનું કામ ગુડ બેક્ટેરિયા કરે છે. આ ગુડ બેક્ટેરિયા સૌથી વધુ રાઈસ કાંજીથી મળે છે. રાઈસ કાંજી પ્રોબાયોટિક રીચ ફૂડ ગણાય છે. સવારે નાસ્તામાં કાંજી ખાવાથી ગટ હેલ્થ સુધરે છે અને ડાયજેસ્ટિવ પાવર વધે છે.
એનર્જી વધે છે
એક મુલાકાત દરમિયાન આર માધવને જણાવ્યું હતું કે તે દિવસની શરૂઆત રાઈસ કાંજી ખાઈને કરે છે જેના કારણે તે આખો દિવસ એનર્જેટિક ફીલ કરે છે. રાઈસ કાંજી પચવામાં સરળ હોય છે અને તે આંતરડાને સૌથી વધુ ફાયદો કરે છે. સવારે રાઈસ કાંજી ખાવાથી શરીરને ઠંડક પણ મળે છે અને શરીર આખો દિવસ હાઇડ્રેટ રહે છે.

પાચનતંત્ર ડિટોક્ષ થાય છે
સવારે ખાલી પેટ રાઈસ કાંજી ખાવાથી પાચન સંબંધિત સમસ્યાથી રાહત મળે છે કારણ કે ફર્મેન્ટ રાઈસ પાચનતંત્રને ડીટોક્ષ કરવામાં મદદ કરે છે. ફર્મેન્ટેડ રાઈસ ખાવાથી પાચનતંત્રમાં એકત્ર થયેલા ઝેરી પદાર્થો શરીરમાંથી બહાર કાઢવામાં મદદ મળે છે. ચોખાની કાંજીમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે જે શરીરને હાઇડ્રેટ રાખે છે તેથી ઉનાળા માટે ચોખાની કાંજી હેલ્ધી નાસ્તો સાબિત થાય છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
