દરેક ફળમાં અલગ અલગ ગુણ હોય છે. આ ફળ શરીર માટે લાભકારી છે. પરંતુ આજે તમને એવા ફળ વિશે જણાવીએ જે શરીરમાં ટોક્સિન્સ બહાર કાઢવામાં મદદ કરે છે.
આપણા શરીરમાં લીવર અને કિડની સૌથી મહત્વના અંગ છે. આ બંને અંગ શરીરને સાફ રાખવાનું કામ કરે છે. આ અંગ એક્ટિવ રહે છે તેના કારણે શરીરમાંથી ઝેરી તત્વો બહાર નીકળી કાય છે. આ અંગો બરાબર કામ કરતા રહે તો જ આપણું સ્વાસ્થ્ય સારું રહે છે.
કિડની અને લીવર હેલ્ધી રહે તે માટે ખાવા પીવામાં એવા ફળ સામેલ કરવા જોઈએ જે શરીરના ટોક્સિન્સને બહાર કાઢવામાં મદદ કરે. આજે તમને આવા ફળ વિશે જણાવીએ. આ ફળ નિયમિત ખાવાથી લાભ થાય છે.
પપૈયું
પપૈયું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. પપૈયું ખાવાથી પાચન સુધરે છે. લીવર ડિટોક્સ થાય છે. અને શરીરમાં રહેલા ઝેરી તત્વો બહાર કાઢવામાં મદદ કરે છે. રોજ એક વાટકી પપૈયું ખાવું જોઈએ. પપૈયું ડાયાબિટીસમાં પણ ફાયદો કરે છે.

લાલ દ્રાક્ષ
લાલ દ્રાક્ષ એન્ટી ઓક્સીડન્ટ અને વિટામીન સીથી ભરપુર હોય છે. આ દ્રાક્ષ લીવર અને કિડનીની સફાઈમાં મદદ કરે છે. તેનાથી રક્ત સાફ થાય છે અને શરીરમાં સોજા ઉતરે છે. કિડની અને લીવરની સમસ્યા હોય તેમના માટે આ બેસ્ટ ફળ છે.
દાડમ
દાડમ ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે રક્ત વધારનાર અને શરીરના ટોક્સિન્સ બહાર કાઢનાર ફળ છે. તેમાં રહેલા પોષકતત્વો લીવર અને કિડનીને મજબૂત બનાવે છે અને સ્વસ્થ રાખે છે.
એવોકાડો
એવોકાડો એક સુપરફુડ છે જેમાં હેલ્ધી ફેટ અને ગ્લૂટાથાયોન નામનું તત્વ હોય છે જે લીવરને સાફ કરવામાં મદદ કરે છે અને ડેમેજથી બચાવે છે. એવોકાડો દરેક વ્યક્તિએ ખાવું જોઈએ.
લીંબુ
રોજ લીંબુનું સેવન કરવાથી શરીર નિરોગી રહે છે. ખાલી પેટ લીંબુ લેવાથી શરીર ડિટોક્સ થાય છે. લીંબુ શરીર માટે ફાયદાકારક છે. લીંબુ વિટામિન સીથી ભરપુર હોય છે જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

For more details… Contact 9322529232 / 9324483455
