હીંગનો ઉપયોગ સામાન્ય રીતે પાચન સંબંધિત સમસ્યામાં કરવામાં આવે છે. પરંતુ જો યોગ્ય રીતે હીંગ વાપરો તો તેનાથી ડાયાબિટીસ અને બીપી પણ કંટ્રોલમાં રહે છે. આજે તમને હીંગનો ઉપયોગ કરવાની સાચી રીત જણાવીએ.
ભારતમાં મસાલાનું જે વૈવિધ્ય છે તે અન્ય કોઈ દેશમાં જોવા મળતું નથી. ભારતીય ભોજનમાં વિવિધ પ્રકારના મસાલાનો ઉપયોગ થાય છે. આ મસાલા ભોજનનો સ્વાદ વધારે છે તેની સાથે જ શરીરની મોટી મોટી બીમારીનો અંત પણ કરી શકે છે. હેલ્થ એક્સપર્ટ અનુસાર હિંગ આવો જ એક જાદુઈ મસાલો છે જે પાચન સંબંધિત સમસ્યા જ નહીં પરંતુ ડાયાબિટીસ બ્લડપ્રેશર જેવી તકલીફોમાં પણ ફાયદો કરે છે. હિંગનો ઉપયોગ સામાન્ય રીતે ગેસ અને અપચા જેવી તકલીફમાં થાય છે પરંતુ હિંગનો ઉપયોગ કરીને ડાયાબિટીસ અને બીપીને પણ મેનેજ કરી શકાય છે.
હિંગનો ઉપયોગ મોટાભાગે ગેસ, પેટ ફૂલી જવું, અપચો જેવી સમસ્યામાં કરવામાં આવે છે. પરંતુ હિંગનો સાચી રીતે ઉપયોગ કરવામાં આવે તો ડાયાબિટીસ અને બીપીમાં પણ તે ફાયદો કરી શકે છે.

ડાયાબિટીસ અને બીપીમાં હિંગથી થતા લાભ
ભોજનમાં જે હિંગનો ઉપયોગ થાય છે તે એન્ટી ઇન્ફ્લિમેન્ટરી, એન્ટી ડાયાબિટીસ, એન્ટિ વાયરલ મસાલો છે. હિંગમાં ઘણા બધા પોષક તત્વો રહેલા છે. જ્યારે પણ તમે હિંગનું સેવન કરો છો તો તેના ગુણ સુગર અને બીપી સામે લડવા નું શરૂ કરી દે છે. હિંગમાં રહેલા તત્વ લોહીને પાતળું કરવામાં પણ મદદ કરે છે અને બ્લડ સર્ક્યુલેશન પણ સુધારે છે તેનું સેવન કરવાથી બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહી શકે છે.
હિંગનો ઉપયોગ કેવી રીતે કરવો ?
– હિંગથી થતા ફાયદા મેળવવા માટે ભોજન બનાવતી વખતે હિંગનો ઉપયોગ કરવો જોઈએ. આ સિવાય જમ્યાની 30 મિનિટ પછી એક ગ્લાસ હુંફાળા પાણીમાં ચપટી હિંગ ઉમેરીને પી લેવાથી પણ લાભ થાય છે.

નાના બાળકોને ગેસ કે પેટની અન્ય તકલીફ થાય તો હિંગની પેસ્ટ બનાવીને બાળકોની નાભિની આસપાસ ગોળાકારમાં લગાડી દો. બાળકને થોડી મિનિટોમાં જ રાહત મળી જશે.
