શેતૂર એવું ફળ છે જે એક ફળ 4 મહત્વપૂર્ણ વિટામિનથી ભરપુર હોય છે. આ ફળ ઉનાળાની શરુઆત થાય તે પહેલા ખાવા મળે છે. થોડા જ દિવસોમાં માર્કેટમાં શેતુર દેખાવા લાગશે. જો આજ સુધી તમે આ ફળનો લાભ લીધો નથી તો આ ફાયદા જાણ્યા પછી તમે શેતૂર શોધવા નીકળશો.
જેમ જેમ ઋતુ બદલે તેમ તેમ ફળની સીઝન પણ બદલે છે. દરેક ઋતુમાં અલગ અલગ ફળ ખાવાનું મહત્વ હોય છે. ફળ દ્વારા શરીરને જરૂરી પોષકતત્વો મળે છે. શેતુર ઉનાળો શરુ થાય તે પહેલાના સમયમાં આવે છે. સામાન્ય રીતે માર્ચ મહિનાથી મે મહિના સુધી શેતૂરની સીઝન ગણાય છે. શેતુરની તાસીર ઠંડી હોય છે. શેતૂર આંખ માટે પણ લાભકારી ફળ છે. શેતૂરને અંગ્રેજીમાં મલબેરી કહેવામાં આવે છે.

આયુર્વેદમાં પણ શેતૂર ફળના મહત્વનું વર્ણન છે. ચરક સંહિતા અનુસાર શેતૂરમાં શરીરને શીતળ કરતા અને પિત્તને શાંત કરતાં ગુણ હોય છે. શેતુર બળવર્ધક છે. ગરમીની શરુઆત થાય ત્યારે આ ફળને આહારમાં સામેલ કરવું જોઈએ. તેનાથી શરીરને જરૂરી પોષકતત્વો મળે છે.
શેતૂરમાંથી મળતા પોષતત્વો
જેમ આગળ જણાવ્યું તેમ શેતુર એવું ફળ છે જે દેખાવમાં નાનકડું લાગે છે પરંતુ તેમાં શરીર માટે અત્યંત જરૂરી એવા 4 પોષકતત્વો હોય છે. શેતૂરમાં વિટામિન સી, વિટામિન એ, વિટામિન કે અને વિટામિન ઈ હોય છે. શેતૂર ખાવઆથી ત્વચાની સુંદરતા વળે છે. શેતૂર આંખનું સ્વાસ્થ્ય પણ સારું રાખવામાં મદદ કરે છે. શેતૂરના ફળ ખાવાથી હાડકાને ફાયદો થાય છે અને તેનાથી શરીરમાં વિટામિન કે પણ વધે છે. આ સિવાય શેતૂરમાં આયરન, ફાઈબર પણ ભરપુર માત્રામાં હોય છે.
મહિલાઓને શેતૂર ખાવાથી થતા લાભ
1. શેતૂર મહિલાઓ માટે લાભકારી ફળ છે. ખાસ કરીને જે મહિલાઓમાં લોહીની ઊણપ કે એનીમિયા હોય તેમણે શેતૂર ખાવા જોઈએ. કારણ કે શેતૂર આયરનથી ભરપુર હોય છે. શેતૂર ખાવાથી માસિક પછી અનુભવાતી નબળાઈની સમસ્યા દુર થાય છે.

2. શેતૂર ખાવાથી ત્વચાની ઈલાસ્ટિસીટી વધે છે. શેતૂર ખાવાથી ચહેરા પર દેખાતી ઝીણી રેખાઓ ઓછી થાય છે અને ઉંમર પહેલા ત્વચા પર દેખાતા એજીંગના લક્ષણો કંટ્રોલ કરવામાં મદદ મળે છે. તેનાથી ત્વચાની કુદરતી રંગત વધે છે.
3. શેતુર ખાવાથી મહિલાઓમાં જોવા મળતી હોર્મોનલ અસંતુલનની સમસ્યામાં પણ ફાયદો થાય છે. મહિલાઓમાં 30 ની ઉંમર પછી કેલ્શિયમ ઓછું બને છે. આ સમયે શેતૂર ખાવાથી હાડકા મજબૂત થાય છે.
શેતૂરને ખાતા પહેલા સાફ કરવાની રીત
શેતૂર ખાવાથી ઉપર દર્શાવ્યાનુસારના ફાયદા ચોક્કસથી થાય છે પરંતુ શેતૂર ખાતા પહેલા તેને સાફ કરવા પણ જરૂરી છે. શેતૂરમાં કચરો, ધૂળ અને કીડા પણ હોય શકે છે. તેથી તેને ખાતા પહેલા સાફ કરવા જરૂરી હોય છે. શેતૂરને સાફ કરવાની રીતની વાત કરીએ તો એક મોટા વાસણમાં ઠંડુ પાણી ભરી તેમાં શેતૂર 10 મિનિટ માટે પલાળી દો. પાણીમાં કચરો ઉપર આવી જશે. ત્યારબાદ કચરાવાળું પાણી કાઢી વાસણમાં સાફ પાણી ભરો અને તેમાં મીઠું ઉમેરી તેમાં 5 મિનિટ શેતૂર રાખો. ત્યારબાદ શેતૂરને પાણીમાંથી કાઢી કોરા કરી ખાવાના ઉપયોગમાં લેવા.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
