લિવર ડેમેજ થઈ જાય તેવી સ્થિતિ સુધી ન પહોંચવું હોય તો લિવરમાં ખરાબીના કેટલાક લક્ષણોને સમયસર ધ્યાનમાં લેવા. લિવર ખરાબ થતું હોય ત્યારે આંખમાં આ 3 લક્ષણો જોવા મળે છે.
લીવર આપણા શરીરનું મહત્વનું અંગ છે. જો લીવરમાં ખરાબી થઈ જાય તો તેની અસર શરીર પર ગંભીર રીતે પડે છે. લીવર ડેમેજ થઈ જાય તો શરીર પર તેની અસર દેખાવા લાગે છે. તેમાંથી કેટલાક લક્ષણો આંખમાં પણ દેખાય છે. આંખમાં દેખાતા કેટલાક સંકેત લીવર ડેમેજ થતું હોવાના લક્ષણો હોય છે. પરંતુ મોટાભાગના લોકો આવા સંકેતને અવગણે છે. જો આ લક્ષણોને ધ્યાનમાં રાખી શરૂઆતથી જ યોગ્ય પગલાં લેવામાં આવે તો લીવરને ડેમેજ થતા પણ બચાવી શકાય છે.
આંખોની આસપાસ સોજો

ફેટી લીવર હોય તો આંખની આસપાસ સોજો જોવા મળે છે. જો તમને કાયમ માટે આંખની આસપાસ સોજો દેખાતો હોય તો આ સ્થિતિને અવગણો નહીં. આ લક્ષણ ફેટી લીવરનું લક્ષણ હોઈ શકે છે.
આંખનો રંગ પીળો
ફેટી લીવર હોય કે લીવર ડેમેજ થતું હોય તો આંખનો સફેદ ભાગ પીળો દેખાવા લાગે છે. આંખનો સફેદ ભાગ પીળો દેખાતો હોય તો સમજી લેવું કે લીવર બરાબર કામ કરતું નથી અથવા તો બીલીરૂબીન વધી ગયું છે.
સ્પાઇડર એનજીયોમાસ
સ્પાઇડર એનજીયોમાસ કરોળિયાના જાલા જેવી નાની-નાની નસો હોય છે જે આંખની આસપાસ દેખાવા લાગે છે. આંખની આસપાસ આવી નસો ત્યારે દેખાવા લાગે છે જ્યારે એસ્ટ્રોજન લેવલ વધી જાય. આ લક્ષણને પણ અવગણો નહીં તુરંત જ ડોક્ટર પાસે જવું જોઈએ.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
