મેથી, જીરું અને વરિયાળી યોગ્ય માત્રામાં લઈ તેનો ડિટોક્સ પાવડર બનાવી શકો છો. આ પાવડર રોજ લેવાથી ઘણી સમસ્યાથી છુટકારો મળી શકે છે. ખાસ તો આ પાવડર બોડી ડિટોક્સ કરે છે. તો ચાલો તમને જણાવીએ આ પાવડર બનાવવાની રીત.
ઘરના રસોડામાં એવા ઘણા મસાલા છે જે શરીર માટે ફાયદાકારક છે. આ મસાલા ફક્ત ભોજનનો સ્વાદ વધારે છે તેવું નથી. તે સ્વાસ્થ્ય પણ સુધારી શકે છે. બસ એ વાતની ખબર હોવી જોઈએ કે કયા મસાલાને કેટલી માત્રામાં અને કઈ વસ્તુ સાથે લેવો. આજે તમને મેથી, જીરું અને વરિયાળીથી થતા ફાયદા વિશે જણાવીએ. આ ત્રણ વસ્તુનું કોમ્બિનેશન શરીર માટે વરદાન સમાન સાબિત થાય છે. આ ત્રણ વસ્તુને મિક્સ કરીને તમે ઘરે ડિટોક્સ પાવડર બનાવીને રાખી શકો છો. રોજ આ પાવડરની એક ચમચી લેવાથી શરીરની ઘણી બધી સમસ્યાઓ દવા વિના મેનેજ થઈ શકે છે.

મેથી ફાઇબર અને એન્ટિ ઓક્સિડન્ટથી ભરપૂર હોય છે તેમાં ઘુલનશીલ ફાયબર હોય છે જે બ્લડ સુગર કંટ્રોલ કરવામાં મદદ કરે છે. વરીયાળી એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણથી ભરપૂર હોય છે જે ખાધેલા ખોરાકના પાચનમાં મદદ કરે છે અને શરીરની સફાઈ કરે છે. જીરું એન્ટિ ઓક્સિડન્ટ ગુણથી ભરપૂર હોય છે રોજ જીરું લેવાથી વજન ઝડપથી ઓછું થાય છે અને કોલેસ્ટ્રોલ પણ કંટ્રોલમાં રહે છે. તો ચાલો હવે જાણીએ આ ત્રણ મસાલાને કેટલી માત્રામાં મિક્સ કરવા અને પાવડર કેવી રીતે બનાવવો.
મેથી વરીયાળી અને જીરાનો પાવડર બનાવવાની રીત
નેચરલ ડિટોક્સ પાવડર બનાવવા માટે મેથી, જીરું અને વરિયાળીને સમાન માત્રામાં લેવું. જો તમે એક સાથે વધારે પાવડર બનાવીને રાખવા માંગો છો તો પણ કરી શકો છો. પણ ત્રણેય વસ્તુનું માપ એક સમાન રાખવું. જો તમે રોજ ફ્રેશ પાઉડર બનાવવા માંગો છો તો તવો ગરમ કરી તેમાં એક-એક ચમચી ત્રણેય વસ્તુઓ ઉમેરી ધીમા તાપે શેકી લો. ત્રણેય મસાલા ઠંડા થઈ જાય ત્યાર પછી મિક્સર ગ્રાઈન્ડરમાં ઉમેરી બારીક પીસી લો. હવે આ પાવડરને સવારે હૂંફાળા પાણી સાથે લેવાનું રાખો. જો તમે વધારે પાવડર બનાવ્યો હોય તો તેને કાચની બોટલમાં ભરેલો.

જો તમને પાવડર સવારે લેવામાં તકલીફ થતી હોય તો તમે મેથી, જીરું અને વરિયાળીનું પાણી પણ લઈ શકો. તેના માટે રાત્રે એક ગ્લાસ પાણીમાં એક ચમચી મેથી, એક ચમચી જીરૂ અને એક ચમચી વરિયાળી પલાળી દો. સવારે આ પાણીને બી સાથે ગરમ કરો. પાણી ઉકાળીને અડધું થઈ જાય પછી ગેસ બંધ કરી દો અને ગાળી લો. આ પાણી હુંફાળું ગરમ હોય ત્યારે પી લેવું.
ડિટોક્સ પાવડર લેવાથી થતા ફાયદા
પાચન ક્ષમતા સુધરશે
મેથી, જીરું અને વરિયાળી એક સાથે રોજ લેવાથી પાચન ક્ષમતા સુધરે છે અને ડાયજેસ્ટિવ સિસ્ટમ બુસ્ટ થાય છે.
મેટાબોલિઝમ બુસ્ટ થશે
મેટાબોલિઝમ સ્લો હોય તો વજન ઝડપથી વધે છે. મેથી, જીરું અને વરિયાળીનું આ મિશ્રણ લેવાથી મેટાબોલિઝમ મજબૂત થાય છે અને બુસ્ટ પણ થાય છે જેથી વધતું વજન અટકે છે અને વજન ઘટાડવામાં સરળતા રહે છે.
બ્લડ સુગર કંટ્રોલ કરશે
આ મસાલાનું મિશ્રણ ઇન્સ્યુલિન પ્રોડક્શન વધારે છે અને બ્લડ સુગરના લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. આ પાવડર ડાયાબિટીસના રોગીઓ માટે ફાયદાકારક છે.

બોડી ડિટોક્સ થશે
જીરું, મેથી અને વરીયાળીનું પાણી અથવા તેનો પાવડર લેવાથી શરીરમાંથી હાનિકારક વિશાક્ત તત્વો બહાર નીકળવા લાગે છે. આ પાવડર લેવાથી રક્ત શુદ્ધ થાય છે અને ત્વચા પર પણ ગ્લો આવે છે કારણ કે શરીરમાં રહેલી અશુદ્ધિઓ ધીરે ધીરે નીકળવા લાગે છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
