ઉનાળા દરમિયાન અલગ અલગ ફળ અને શાક મળે છે. જેમાંથી એક છે ગુંદા, ઉનાળાના 2 મહિના દરમિયાન જ ગુંદા મળે છે. આ ગુંદા શરીર માટે ઔષધી સમાન છે. ગુંદા ખાવાથી શરીરની અનેક સમસ્યા દુર થઈ જાય છે અને શરીરને શક્તિ મળે છે.
ભારતમાં અનેક પ્રકારના ઔષધીય ફળ જોવા મળે છે. આવા જ ફળમાંથી એક છે ગુંદા જે ઉનાળા દરમિયાન જોવા મળે છે. ઉનાળામાં મળતા ગુંદાનો ઉપયોગ મોટાભાગે અથાણા કરવા માટે થાય છે. આ સિવાય ગુંદાનું શાક પણ બને છે. ગૃહિણીઓ ગુંદાના અલગ અલગ પ્રકારના અથાણા બનાવી આખા વર્ષ માટે સ્ટોર કરે છે.
ગુંદા માત્ર અથાણા બનાવવા માટે જ નહીં પરંતુ શરીરને સશક્ત બનાવવા માટે પણ ઉપયોગી છે. વર્ષમાં માત્ર 3 મહિના જોવા મળતું આ ફળ શરીર માટે ઔષધી છે. ગુંદામાં એન્ટી ઓક્સીડન્ટ, વિટામિન અને મિનરલ્સ ભરપુર માત્રામાં હોય છે. આ ફળ ખાવાથી ઘણી બીમારીઓ દુર થઈ શકે છે.

ગુંદાને લસોડા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સુપરફુડ ઉનાળાની સીઝનમાં જ મળે છે. ઉનાળા દરમિયાન આ ફળ ખાવાથી ઈમ્યૂનિટી બુસ્ટ થાય છે. આ ફળ એટલું ગુણકારી છે કે તેને દુર્લભ ફળની શ્રેણીમાં ગણવામાં આવે છે.
ગરમીમાં ગુંદા ખાવાથી થતા લાભ
1. ઉનાળામાં ગુંદા ખાવાથી શરીરને પોષણ અને શક્તિ મળે છે. ગરમીમાં આ ફળ ખાવાથી શરીરનો તાપ ઓછો થાય છે અને પેટ ઠંડુ રહે છે. તેનું સેવન કરવાથી લૂથી બચી શકાય છે.
2. એક રિપોર્ટ અનુસાર ગુંદા ખાવાથી લિવરનું સ્વાસ્થ્ય સારું રહે છે. ગુંદામાં રહેલા તત્વો ફેટી લીવર અને લીવર સંબંધિત અન્ય બીમારીઓથી રક્ષણ કરે છે.
3. જો તમને સાંધાના દુખાવા કે સ્નાયૂની સમસ્યા હોય તો આ ફળ ખાવું જોઈએ. ગુંદાને પાણીમાં પલાળી તે પાણી પીવાથી પણ લાભ થાય છે.

4. ઘણા લોકોને ઉનાળામાં પણ શરદી, ઉધરસ, ગળાની તકલીફો રહે છે. આ સ્થિતિમાં ગુંદા ખાવા ફાયદાકારક છે. ગુંદા ઈમ્યુનિટી બુસ્ટ કરે છે. જેના કારણે વારંવાર નાની-મોટી સમસ્યાઓ થતી નથી.
5. ગુંદાનું સેવન કરવાથી સ્કિનમાં ખંજવાળ, સ્કિન લાલ પડી જવી સહિતની સમસ્યાઓમાં પણ ફાયદો થાય છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
