કાચી કેરીની સીઝન શરુ થઈ ચુકી છે અને માર્કેટમાં કેરી મળવા પણ લાગી છે. સ્વાદમાં ખાટી કાચી કેરી આ સમયે ખાવાથી શરીરને લાભ પણ થાય છે. આ લાભ કયા છે આજે તમને જણાવી દઈએ જેથી તમે પણ આ સીઝનમાં કાચી કેરી ખાઈ તેનો લાભ લઈ શકો.
ઉનાળો શરૂ થાય એટલે લોકો પાકી કેરી બજારમાં આવે તેની રાહ જોવા લાગે છે. પરંતુ ઉનાળાની સિઝન શરૂ થાય ત્યારે બજારમાં મળતી કાચી કેરી પણ ખાવી જોઈએ. મીઠી કેરી તો નાના-મોટા સૌ કોઈને ભાવે છે પરંતુ સ્વાસ્થ્યને થતા ફાયદાને ધ્યાનમાં લઈએ તો કાચી કેરી, પાકી કેરી કરતા વધારે ફાયદાકારક સાબિત થઈ શકે છે. રિસર્ચમાં પણ સામે આવ્યું છે કે કાચી કેરી પોષક તત્વોનો ભંડાર હોય છે અને ઉનાળા દરમિયાન કાચી કેરી ખાવાથી શરીરને ફાયદા પણ થાય છે.
કાચી કેરી વિટામિન સી, એન્ટિ ઓક્સિડન્ટ સહિતના પોષક તત્વોથી ભરપૂર હોય છે. કાચી કેરી સોડિયમ, પોટેશિયમ, મિનરલ્સ થી ભરપૂર હોય છે અને તેમાં કેલેરી ઓછી હોય છે. જો તમે સ્વાદિષ્ટ પણ ઓછી કેલેરીવાળી વસ્તુ ખાવા માંગો છો તો કાચી કેરી બેસ્ટ વિકલ્પ સાબિત થશે. હવે જાણીએ ઉનાળામાં કાચી કેરી ખાવાથી થતા ફાયદા વિશે.

શરીરને પૂરા પાડશે ઇલેક્ટ્રોલાઇટ
ઉનાળામાં ડીહાઇડ્રેશન ની સમસ્યા સામાન્ય બની જાય છે. પરસેવો થાય એટલે શરીરમાંથી પાણી અને ઇલેક્ટ્રોલાઇટ નીકળી જાય છે. આ ઇલેક્ટ્રોલાઇટના બેલેન્સ કરવાનું કામ કાચી કેરી કરી શકે છે. કાચી કેરી પોટેશિયમ, સોડિયમ અને ઇલેક્ટ્રોલાઇટથી ભરપૂર હોય છે. ઉનાળામાં બપોરના સમયે કાચી કેરી ખાવાથી લુ થી બચી શકાય છે. કાચી કેરી ખાવાથી શરીર અંદરથી ઠંડુ રહે છે. સાથે જ ડિહાઇડ્રેશનથી પણ બચી જવાય છે.
પાચનતંત્ર સુધરશે
કાચી કેરીમાં ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે. કાચી કેરીના ગુણ પાચનતંત્રને હેલ્ધી રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. કાચી કેરી ખાવાથી કબજિયાત, અપચો, ગેસ અને એસિડિટી જેવી સમસ્યાઓથી રાહત મળે છે. કાચી કેરીમાં એવા પોષક તત્વો હોય છે જે પાચનતંત્રને મજબૂત કરે છે. જે લોકોને પાચન સંબંધિત સમસ્યા રહેતી હોય તેમણે કાચી કેરીમાં સંચળ છાંટીને ખાવું જોઈએ અન્ય મસાલા એડ કરવા નહીં તેનાથી પાચન સંબંધિત સમસ્યાથી છુટકારો મળશે.

ઈમ્યુનિટી બુસ્ટર
કાચી કેરી ઉનાળામાં ઇમ્યુનિટી બુસ્ટર તરીકે કામ કરે છે કારણ કે તેમાં વિટામિન સી અને એન્ટિ ઓક્સિડન્ટ હોય છે જે શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા વધારે છે. જે લોકો ઉનાળા દરમિયાન કાચી કેરી ખાતા હોય છે તેમને શરદી, ઉધરસ સહિતની વાયરલ બીમારીઓ થવાનું જોખમ ઓછું થઈ જાય છે.
કોલેસ્ટ્રોલ અને વેટ લોસ
કાચી કેરી બેડ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં અને હાઈ બ્લડ પ્રેશરને મેન્ટેન કરવામાં પણ મદદ કરે છે. ઉનાળામાં કાચી કેરી ખાવાથી શરીરની કેલેરી બર્ન કરવામાં પણ મદદ મળે છે. જે લોકો વેઈટ લોસ કરવા માંગે છે તેમના માટે કાચી કેરી ફાયદાકારક છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
