બ્રેમ હેમરેજ એક ઈમરજન્સી સ્થિતિ હોય છે, જો દર્દીને સમય પર સારવાર ન મળે તો જીવ જઈ શકે છે. આવો તમને જણાવીએ તેના લક્ષણ ક્યા હોય છે.
બ્રેન હેમરેજ સ્ટ્રોકનું એક ગંભીર સ્વરૂપ છે, જેમાં મગજની કોઈ બ્લડ બેસલ્સના ફાટવા કે લીક થવાથી લોહી વહેવા લાગે છે. તેનાથી મગજના સેલ્સ સુધી ઓક્સીજન અને પોષણ પહોંચી શકતું નથી, જેનાથી જીવને ખતરો કે સ્થાયી નુકસાન થઈ શકે છે. બ્રેન હેમરેજ મેડિકલ ઈમરજન્સી છે. જો સમય પર સારવાર યોગ્ય સારવાર મળી જાય તો મગજને થતાં નુકસાનને ઘટાડી શકાય છે અને જીવ બચવાની સંભાવના વધી જાય છે. વિલંબ થવાને કારણે સ્થિતિ ઝડપથી બગડી શકે છે.
બ્રેન હેમરેજ કેમ થાય છે?
જ્યારે મગજની નસ ફાટે છે તો લોહી આસપાસના ટિશ્યુમાં ફેલાઈ જાય છે. તેનાથી સોજા આવે છે અને લોહી ગંઠાઈ શકે છે અને મગજ પર દબાવ વધી જાય છે, જેનાથી મગજ પોતાનું કાર્ય કરી શકતું નથી.

ખોપડીની ભૂમિકા
ખોપડી એક મજબૂત માળખું છે, જેમાં મગજની પાસે ફેલાવાની જગ્યા હોતી નથી. તેવામાં લોહી કે સોજા વધવા પર દબાવ સીધો મગજ પર પડે છે અને બ્લડ ફ્લો ઓછો થઈ જાય છે.
બ્રેમ હેમરેજના પ્રકાર
starsinsider ના રિપોર્ટ અનુસાર હેમરેજને તેના સ્થાનના આધાર પર અલગ-અલગ કેટેડરીમાં ડિવાઇડ કરવામાં આવે છે. એપિડ્યુરલ હેમરેજ ખોપડી અને મગજની બહારની પરત વચ્ચે હોય છે અને માથામાં ઈજાથી જોડાયેલું હોય છે. સબડ્યુરેલ હેમરેજ મગજની પરતો વચ્ચે હોય છે અને તે અચાનક કે ધીમે-ધીમે થઈ શકે છે, ખાસ કરી વૃદ્ધોમાં. સબઅરેક્નોઇડ હેમરેજ સામાન્ય રીતે ભારે માથાના દુખાવા સાથે આવે છે અને એન્યુરિઝ્મ કે ઈજાથી થઈ શકે છે. ઈન્ટ્રાસેરેબ્રલ હેમરેજ સીધો મગજના ટિશ્યુમાં થાય છે અને તે હાઈ બ્લડ પ્રેશર સાથે જોડાયેલો હોય છે. ઈન્ટ્રાવેન્ટ્રિકુલર હેમરેજ મગજની અંદરની કેવિટીમાં લોહી વહેવાને કારણે થાય છે.
કારણ શું છે?
50 વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં માથાની ઈજા સૌથી મોટું કારણ છે. તો લાંબા સમય સુધી હાઈ બ્લડ પ્રેશર રહેવાથી નસો નબળી પડી ફાટી શકે છે. એન્યુરિઝમ પણ એક મોટું જોખમી પાસું છે.
લક્ષણ શું હોય છે?
અચાનક તીવ્ર માથાનો દુખાવો, હુમલા, ઝાંખી દ્રષ્ટિ, હાથ અને પગમાં નબળાઈ કે બોલવામાં સમસ્યા જેવા લક્ષણ દેખાય શકે છે. તેવામાં તત્કાલ ઈમરજન્સી મદદ જરૂરી છે.

તપાસ અને સારવાર
CT સ્કેન કે MRIથી હેમરેજની જગ્યા અને ગંભીરતાનો ખ્યાલ આવે છે. સારવારમાં બ્લડ પ્રેશર કંટ્રોલ કરવા, હુમલો રોકવાની દવાઓ અને જરૂર પડવા પર સર્જરી સામેલ હોય છે.
રિકવરી અને બચાવ
હેમરેજ બાદ યાદશક્તિ, ધ્યાન અને વ્યવહાર પર અસર પડી શકે છે. ફિઝિયોથેરાપી, સ્પીચ થેરાપી અને લાઇફસ્ટાઇલમાં ફેરફારથી રિકવરીમાં મદદ મળે છે. હાઈ બ્લડ પ્રેશર કંટ્રોલ કરવું, ધૂમ્રપાનથી અંતર અને હેલ્ધી ડાયટ અપનાવવો બ્રેન હેમરેજથી બચવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
