કિડનીની બીમારી છેલ્લા કેટલાક સમયમાં વધી રહી છે. આવો તમને જણાવીએ કે ક્યા સંકેતોને નજરઅંદાજ ન કરવા જોઈએ. બાકી સમસ્યા થઈ શકે છે.
કિડની આપણા શરીરનું મહત્વનું અંગ છે. તે લોહીમાંથી ગંદકી અને કચરાને ફિલ્ટર કરે છે, શરીરમાં ફ્લુઇડનું સંતુલન બનાવી રાખે છે અને ઘણા જરૂરી કાર્યોને સપોર્ટ કરે છે. પરંતુ જો તેનું યોગ્ય રીતે ધ્યાન રાખવામાં ન આવે તો ઘણા પ્રકારની બીમારીઓ ઉદ્ભવી શકે છે. સૌથી ચિંતાજનક વાત છે કે કિડનીની બીમારી હંમેશા ચુપચાપ વધે છે અને લક્ષણ જ્યારે સામે આવે છે ત્યારે સ્થિતિ ગંભીર થઈ ગઈ હોય છે. તેથી સમય-સમય પર તપાસ અને જોખમના કારણોની જાણકારી ખુબ જરૂરી છે.
કેમ કિડનીને સમસ્યા થાય છે?
સ્વાસ્થ્ય વિશે જાણકારી આપનારી સંસ્થા માયો ક્લિનિક અનુસાર કિડનીની કામ કરવાની ક્ષમતામાં કોઈ પ્રકારની સમસ્યાને કિડની રોગ કહેવામાં આવે છે. તેમાં કિડની ઈન્ફેક્શન, ક્રોનિક કિડની ડિઝીસ, પથરી, ગ્લોમેરૂલોનેફ્રાઇટિસ અને પોલીસિસ્ટિક કિડની રોગ સામેલ છે. કેટલીક સ્થિતિઓ કિડની રોગનો ખતરો વધારી દે છે, જે ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, મેદસ્વિતા, ધૂમ્રપાન અને પરિવારમાં કિડની ફેલિયરના જૂના કેસ હોવા. આ સાથે 60 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં પણ ખતરો વધુ રહે છે.

કેમ કિડનીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ?
કિડની માત્ર શરીરમાંથી ગંદકી કાઢવાનું કામ કરતી નથી. તે એવો હોર્મોન બનાવે છે જે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે અને રેડ બ્લડ સેલ્સના નિર્માણમાં મદદ કરે છે. આ સાથે ઈલેક્ટ્રોલાઇટ સંતુલન બનાવી રાખવા અને વધારાનું પાણી બહાર કાઢવાની જવાબદારી પણ તેની છે. જો કિડની યોગ્ય રીતે કામ ન કરે તો આ બધી પ્રક્રિયાઓ પર અસર પડે છે. દુનિયાભરમાં કિડની રોગના મામલા વધી રહ્યાં છે અને તેનો સીધો સંબંધ હાર્ટ રોગ સાથે જોડાયેલો છે. કિડનીની ખરાબીથી હાર્ટની બીમારીથી મોતનો ખતરો વધી શકે છે અને ડાયાબિટીસ તથા હાઇપરટેન્શનની સમસ્યા પણ વધી શકે છે. સારવાર ન મળવા પર આ સ્થિતિ કિડની ફેલિયર સુધી પહોંચી શકે છે, જ્યાં ડાયાલિસિસ કે ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડે છે.
શું હોય છે તેના લક્ષણ?
જો લક્ષણની વાત કરવામાં આવે તો કિડનીની બીમારી શરૂઆતમાં હંમેશા લક્ષણ વગરની રહે છે. જેમ-જેમ સ્થિતિ બગડે છે, કેટલાક સંકેત જોવા મળી શકે છે, વારંવાર યુરિન આવવું, પગની ઘૂંટીઓ અને પગમાં સોજો, ભૂખ ઓછી લાગવી અને વજન ઘટવું, યુરિનમાં લોહી કે ફીણ આવવા, ત્વચા શુષ્ક થવી અને ખંજવાળ, શ્વાસ લેવામાં સમસ્યા, આંખની આસપાસ સતત સોજા, ઉંઘ ન આવવા જેવી સમસ્યા થઈ શકે છે. આ સંકેતોને નજરઅંદાજ ન કરવા જોઈએ.

ક્યા-ક્યા ટેસ્ટ જરૂરી છે?
જો લક્ષણ જોવા મળે તો ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. રેગુલર તપાસથી સમસ્યાની શરૂઆતી સ્ટેજમાં જાણકારી મળી શકે છે. સામાન્ય રીતે આ ટેસ્ટ કરાવવામાં આવે છે જેમાં સીરમ ક્રિએટિનિન, સિસ્ટેટિન સી, અંદાજિત ગ્લોમેરૂલર ફિલ્ટ્રેશન રેટ, બ્લડ યુરિયા નાઇટ્રોજન, યુરિન તપાસ અને યુરિન એલ્બ્યુમિન ક્રિએટિનિન રેશિયો સામેલ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
