ઉનાળામાં ગરમીથી રાહત મળે તે માટે તમે પણ ફ્રીજનું પાણી પીતા હશો પણ જો તમારે ફ્રીજ કરતાં પણ વધારે ઠંડક કરે તેવું પાણી પીવું હોય તો આજે જ બજારમાંથી ખસના મૂળ લઈ આવી માટલામાં રાખી દેજો. ખસના મૂળ રાખેલું પાણી ઉનાળામાં પીવાથી શરીરને કેવા લાભ થાય છે ચાલો તમને જણાવીએ.
કાળઝાળ ગરમીમાંથી આવ્યા પછી ખસનું પાણી પીવાથી શરીરને ગરમીથી રાહત મળી જાય છે. ખસના મૂળ માટલામાં રાખવાની પ્રથા વર્ષો જૂની છે. ઉનાળામાં ખસના મૂળનો ઉપયોગ ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ થાય છે. ખસના મૂળવાળું પાણી શરીરને ઠંડક કરે છે. ફ્રીજનું પાણીથી શરીરને થોડીવાર જ રાહત આપે છે અને વધારે ગરમીમાંથી આવ્યા પછી ફ્રીજનું પાણી પીવાથી નુકસાન પણ થાય છે.
ખસના મૂળનો ઉપયોગ કરવાની રીત

ખસના મૂળનો ઉપયોગ કરવાની રીત સૌથી સરળ છે. ખસના મૂળને એકવાર પાણીથી સાફ કરી પછી પાણી ભરેલા માટલામાં મુકી દેવા. રાત્રે પાણીમાં ખસના મૂળ રાખી દેવા. બીજા દિવસે સવારે પાણી પીશો તો પાણી સુગંધી અને ઠંડકવાળું લાગશે. ખસના મૂળને 1 થી 2 દિવસ પાણીમાં રાખી શકો છો. ત્યારબાદ મૂળ બહાર કાઢી તડકામાં સુકવી દેવા. પછી સુકાયેલા મૂળને ફરીથી પીવાના પાણીમાં પલાળી દેવા. આ રીતે મૂળને તમે 2 થી 3 વખત યુઝ કરી શકો છો.
માટલામાં ખસના મૂળ રાખી દેવાથી પાણીમાં ખસના ઠંડક કરતાં તત્વો ભળી જાય છે અને પછી તે પાણી પીવાથી શરીરને નીચે દર્શાવ્યાનુસારના લાભ થાય છે.
ખસના મૂળવાળું પાણી પીવાના ફાયદા
1. ખસના મૂળની તાસીર ઠંડક કરનારી હોય છે. આ પાણી ગરમીમાં પીવાથી શરીરની ગરમી ઓછી થાય છે, બળતરા ઓછી થાય છે અને લૂ લાગતી નથી.
2. ખસના મૂળનું પાણી પીવાથી પેટનો સોજો ઉતરે છે, ગેસ, એસિડિટી અને કબજિયાત મટે છે.
3. ખસના મૂળ રાખેલું પાણી ઉનાળામાં પીવાથી લિવર સ્વસ્થ રહે છે અને શરીરમાંથી વિષાક્ત પદાર્થો બહાર કાઢવામાં મદદ મળે છે.
4. ખસની સુગંધ તણાવ અને ચિંતા ઓછી કરવામાં મદદ કરે છે. ખસનું સુગંધી પાણી પીવાથી મૂડ ફ્રેશ થઈ જાય છે અને ઊંઘ પણ સારી આવે છે.

5. ખસના મૂળ રાખેલું પાણી પીવાથી ઉનાળામાં થતી પેશાબ સંબંધિત સમસ્યાથી રાહત મળે છે. પેશાબમાં થતી બળતરા, સંક્રમણ દુર કરવામાં ફાયદો કરે છે.
6. ખસનું પાણી પીવાથી મોં માંથી આવતી વાસ દુર થાય છે.
અહીં જણાવેલા ફાયદા મેળવવા હોય તો ઉનાળામાં ખસના મૂળનું પાણી પીવાનું શરુ કરી દો. આમ પણ હવે ધીરે ધીરે ગરમીનું પ્રમાણ વધી જશે. આવા સમયે ખસના મૂળનું પાણી પીવાથી શરીરને કુદરતી ઠંડક મળશે. એકવાર તમે ખસવાળું પાણી પીવા લાગ્યા તો તમે ફ્રીજનું પાણી પીવાનું છોડી દેશો.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
