આજે તમને એવા નટ્સ વિશે જણાવીએ જે દેખાવમાં નાના છે પરંતુ હાડકાંને લોખંડ જેવા મજબૂત બનાવી શકે છે. જે લોકોને સાંધા દુખતા હોય તેમના માટે તો આ વસ્તુ વરદાન છે.
શિયાળામાં જેમ જેમ ઠંડી વધે તેમ હાડકા અને સાંધા સંબંધિત સમસ્યા પણ વધવા લાગે છે. આ ઋતુમાં એવા લોકોને વધારે તકલીફ પડે છે જેમને ગઠિયા કે ગાઉટ જેવી તકલીફ હોય. આ સમસ્યામાં હાડકાના દુખાવા અનહદ વધી જાય છે. ઘણા લોકો માટે તો ચાલવું અને બેસવું પણ મુશ્કેલ બની જાય છે. ઠંડીના કારણે સાંધાની આસપાસ જે તરલ પદાર્થ હોય તે ઘાટો થઈ જાય છે, જેના કારણે રક્તસંચાર સ્લો થઈ જાય છે. પરિણામે સાંધા જકડાઈ જાય છે અને દુખાવો વધે છે. આ સિવાય ઉંમર વધે તેમ પણ હાડકાં નબળા પડી જતા હોય છે જેના કારણે સાંધામાં દુખાવો રહે છે.
હાડકા નબળા હોય કે પછી સાંધામાં દુખાવાની તકલીફ હોય તો તેમણે પાઈન નટ્સને ડાયટમાં સામેલ કરવા જોઈએ. આયુર્વેદમાં પાઈન નટ્સને શક્તિ વધારનાર ડ્રાય ફ્રુટ માનવામાં આવે છે. પાઈન નટ્સનો સ્વાદ પણ સારો હોય છે. પાઈન નટ્સ પ્રોટીન, ફાઈબર, વિટામિન ઈ, ઝિંક, મેગ્નેશિયમ, કેલ્શિયમ જેવા તત્વોથી ભરપુર હોય છે. તેનું સેવન યોગ્ય રીતે કરવામાં આવે તો હાડકાને મજબૂતી મળે છે અને સાંધાના દુખાવાથી પણ રાહત થાય છે.

પાઈન નટ્સના પોષકતત્વો
પાઈન નટ્સમાં ઓમેગા 3, હેલ્ધી ફેટ, પ્રોટીન, ફાઈબર, વિટામિન ઈ, કે, બી કોમ્પ્લેક્ષ, ઝિંક, આયરન સહિતના પોષકતત્વો હોય છે. જે શરીરને એનર્જી આપે છે અને હાડકાને મજબૂત બનાવે છે. પાઈન નટ્સ એન્ટી ઓક્સીડન્ટથી ભરપુર હોય છે.
શિયાળામાં પાઈન નટ્સ ખાવાથી નબળા હાડકા મજબૂત થાય છે અને સાંધાના દુખાવા મટે છે. તેમાં રહેલું મેગ્નેશિયમ અને ફોસ્ફરસ, વિટામિન કે હાડકાના દુખાવા અને સોજા ઓછા કરે છે. આ ઋતુમાં તેનું સેવન કરવાથી શરીરને ગરમાવો મળે છે અને થાક દુર થાય છે. પાઈન નટ્સ ખાવાથી શરીર એક્ટિવ રહે છે. ઠંડીની ઋતુમાં પાઈન નટ્સમાં રહેલું વિટામિન ઈ અને ઝિંક ત્વચાને સ્વસ્થ બનાવે છે અને વાળને પણ મજબૂત કરે છે.
પાઈન નટ્સને તમે અલગ અલગ રીતે લઈ શકો છો. જેમકે 4 થી 5 પાઈન નટ્સને રાત્રે પાણીમાં પલાળી દો અને સવારે તેની છાલ કાઢી ખાલી પેટ ખાઈ લો. આ રીતે પાઈન નટ્સના પોષકતત્વો શરીરમાં જાય છે.

પાઈન નટ્સને તમે હુંફાળા દૂધમાં મિક્સ કરીને પણ પી શકો છો. 2 થી 3 નટ્સને દૂધમાં મિક્સ કરી લઈ શકાય છે. આ રીતે પાઈન નટ્સ ખાવાથી હાડકાને સૌથી વધુ લાભ થાય છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
