આજના સમયમાં ડાયાબિટીસથી લઈને કોલેસ્ટ્રોલ સુધીના દર્દીઓની સંખ્યા વધી રહી છે. આજે અમે તમને એક એવા દેશી ફળની માહિતી આપીશું, જે અનેક બીમારીઓમાં તમારી મદદ કરી શકે છે.
કોઠું એક એવું ઝાડ છે જે ખુબ ઓછા પાણીમાં ઉગી જાય છે. તેમાં પોષક તત્વોનો ભંડાર હોય છે. કોઠુંનું વૈજ્ઞાનિક નામ લિમોની એસિડિસિમા (Limonia Acidissima) છે. પથ્થર જેવું દેખાડું આ ફળ હાથીઓને ખુબ પસંદ હોય છે. તેથી દુનિયાના ઘણા ભાગમાં તેને હાથીઓનું સફરજન કહે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે આ કોઈ દવાથી ઓછું નથી. ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકાનું આ સ્થાનીક વૃક્ષ પોતાના તમામ ગુણો છતાં લોકોના દિલમાં જગ્યા બનાવી શક્યું નથી.
પાંદડા, ફળ કોઈ દવાથી ઓછા નથી
પ્રકૃતિએ ઘણા એવા છોડ-ઝાળ આપ્યા છે, જેના પાંદડા, ફળ કોઈ દવાથી ઓછા નથી. તેનો ઉપયોગ સદીઓથી લોકો ઘણી બીમારીઓમાં રાહત મેળવવામાં કરી રહ્યાં છે. પરંતુ આધુનિકતાના સમયમાં લોકો તેને ભૂલી રહ્યાં છે. તેમાં કોઠું પણ સામેલ છે.

કોઠુંથી ડાયાબિટીસ ભગાવો
કોઠુંને ડાયાબિટીસ માટે ખુબ ફાયદાકારક માનવામાં આવ્યું છે. વુડ એપલના ઝાડમાંથી નિકળનાર ફેરોનિયા ગૂદા ડાયાબિટીસના દર્દીઓ માટે રામબાણ ઇલાજ છે. આ ફળ સુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તેના નિયમિત સેવનથી બ્લડમાં બ્લૂકોઝનું સ્તર ઘટે છે. આ સિવાય તે ઇંસુલિન સેલ્સને પણ વધારવામાં મદદ કરે છે, જેથી તે ઝડપથી કામ કરે અને સુગર મેટાબોલિઝ્મને સરળ બનાવે. આ ફળમાં આયરન, કેલ્શિયમ, ફોસ્ફોરસ અને ઝિંક ભરપૂર માત્રામાં મળે છે. આ સિવાય તેમાં વિટામિન બી-1 અને બી2 હોય છે. તે ફળ બજારમાં આશરે 10 રૂપિયામાં મળી જાય છે. ડાયાબિટીકના દર્દીઓ માટે તે ચમત્કારથી ઓછુ નથી.
કોઠું હાઈ કોલેસ્ટ્રોલ માટે ફાયદાકારક
વુડ એપલનું સેવન હાઈ કોલેસ્ટ્રોલના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે. કોઠુંમાં જોવા મળતા રફેઝ અને ફાઇબર નસોમાં જમા કોલેસ્ટ્રોલને શરીરમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે. આ સિવાય તેમાં રહેલ વિટામિન સી લોગીને લઈ જતી ધમનીઓને ફુલાવે છે. તેનાથી લોહીના ભ્રમણની ગતિ વધે છે. તેવામાં હાઈ કોલેસ્ટ્રોલના દર્દી માટે પણ આ ફળ ખુબ લાભદાયક છે.

કઈ રીતે હરસને ઠીક કરે
કોઠુંનું સેવન હરસની સમસ્યાને દૂર કરવામાં પણ ફાયદાકારક માનવામાં આવે છે. હકીકતમાં કોઠું ફાઈબર અને રફેઝ મેટાબોલિક રેટ વધારવાની સાથે બોવેલ મૂવમેન્ટમાં સુધાર કરવાનું કામ કરે છે. આ સિવાય તે મૂત્ર માર્ગનો સોજો ઘટાડે છે. પરંતુ બીમારી પ્રમાણે તેનું નિયમિત સેવન જરૂરી છે. જેથી દરેક મુશ્કેલીમાં રાહત મળી શકે છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
