સ્કિનને ટાઈટ અને યુથફુલ રાખવામાં ઉનાળાની સીઝનમાં મળતાં ફળ મદદ કરી શકે છે. આ ફળ ખાવાથી શરીરમાં નેચરલી કોલેજન વધે છે. જેના કારણે સ્કિન કંડિશન સારી રહે છે.
કોલેજન સ્કિન માટે અત્યંત આવશ્યક પ્રોટીન છે. જેમ જેમ આપણી ઉંમર વધે છે તેમ તેમ શરીરમાં કોલેજનનું પ્રોડકશન ઘટી જાય છે. તેના કારણે વધતી ઉંમરે સ્કિન ઢીલી પડવા લાગે છે, સ્કિન પર ફાઈનલાઈન્સ બનવા લાગે છે. પરંતુ જો તમે ઉનાળામાં મળતા આ 5 ફળ ખાવાનું રાખો તો શરીરમાં નેચરલી કોલેજન બનવાની પ્રક્રિયા બુસ્ટ થાય છે. આ ફળ ખાવાથી સ્કિન યુવાન અને સ્વસ્થ રહે છે. તો ચાલો જાણીએ આ 5 ફળ કયા છે.
ખાટા ફળ
ઉનાળામાં મળતાં ખાટા ફળ ખાવાથી સ્કિન કોલેજન પ્રોડકશન બુસ્ટ થઈ શકે છે. ઉનાળામાં લીલી દ્રાક્ષ, કાળી દ્રાક્ષ, સંતરા, લીંબુને દૈનિક આહારનો ભાગ બનાવો. આ ફળ વિટામિન સીથી ભરપુર હોય છે જે કોલેજન ઉત્પાદન વધારે છે. આ ફ્રુટના ફ્રેશ જ્યુસ બનાવીને પણ પી શકો છો અને તેને ડાયરેક્ટ ખાઈ પણ શકો છો.

બેરીઝ
ઉનાળામાં સેતુર સહિતની બેરીઝ ખાવી પણ જરૂરી છે. વિટામીન સી, એન્ટી ઓક્સીડન્ટથી ભરપુર મલબેરી, બ્લુબેરી, રાસબેરી ખાવાથી સ્કિન કોલેજન બુસ્ટ થાય છે.
કેરી
ઉનાળામાં કેરી ક્યારે ખાવા મળે તેની જ લોકો રાહ જોતા હોય છે. કેરીમાં વિટામિન સી, વિટામિન એ, બીટા કેરોટીન, પોલીફેનોલ સહિતના તત્વો હોય છે જે કોલેજનના ઉત્પાદનમાં સહાયતા કરે છે.
તરબૂચ
ઉનાળામાં મળતું સૌથી બેસ્ટ ફળ તરબૂચ છે. તરબૂચ પાણીથી ભરપુર ફળ છે. તરબૂચ શરીરને હાઈડ્રેટ રાખે છે. તરબૂચ ખાવાથી કોલેજન પ્રોડકશનમાં પણ મદદ મળે છે. તરબૂચ ખાવાથી સ્કિન ગ્લો કરે છે અને સ્વસ્થ રહે છે.

કીવી
કીવી કોલેજન બુસ્ટ કરવામાં સૌથી વધારે મદદ કરે છે. નાનકડું ફળ એન્ટી ઓક્સીડન્ટથી ભરપુર હોય છે જે સ્કિનને ઓક્સીડેટિવ સ્ટ્રેસથી બચાવે છે અને કોલેજન બુસ્ટ કરવામાં મદદ કરે છે. કીવી સ્કિનની સાથે ઓવરઓલ બોડી માટે પણ લાભકારી છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
