પપૈયું આમ તો ગરમ તાસીરનું ફળ છે તેમ છતાં ઉનાળામાં પપૈયું ખાઈ શકાય છે. બસ જે લોકોને અમુક સ્વાસ્થ્ય સમસ્યાઓ હોય તેમણે પપૈયું ખાવાનું ટાળવું જોઈએ. આ સ્વાસ્થ્ય સમસ્યાઓ કઈ છે ચાલો જાણીએ.
ઉનાળામાં શરીરને ઠંડક કરે તેવી વસ્તુઓ ખાવાની ઈચ્છા વધારે છે. આ ઋતુમાં મળતા ફળ પણ ઠંડી તાસીરના અને પાણીવાળા હોય છે. જો કે એક ફળ એવું છે જેની તાસીર ગરમ છે પણ ઉનાળામાં ખાવાથી લાભ કરે છે. આ ફળ છે પપૈયું. પપૈયું એવું ફળ છે જેને ઉનાળામાં પણ ખાઈ શકાય છે. પપૈયું ખાવાથી શરીરને ફાઈબર, વિટામિન સી સહિતના પોષકતત્વો મળે છે. જો કે પોષકતત્વોથી ભરપુર પપૈયું અમુક લોકો માટે હાનિકારક સાબિત થઈ શકે છે.
હેલ્થ એક્સપર્ટ અનુસાર પાકું પપૈયું કેટલીક સ્વાસ્થ્ય સમસ્યામાં આડઅસર કરી શકે છે. તેથી જે લોકોને આ પ્રકારની હેલ્થ પ્રોબ્લેમ હોય તેમણે પપૈયું ખાવાનું ટાળવું જોઈએ. આ સમસ્યાઓ કઈ કઈ છે ચાલો તમને જણાવીએ.

પપૈયું ખાવાથી થતા ફાયદા
– પપૈયું એવા લોકો માટે ફાયદાકારક છે જેમને વજન ઓછું કરવું છે. પપૈયું ડાયટમાં સામેલ કરવાથી વેટલોસમાં મદદ મળી શકે છે.
– પપૈયું ખાવાથી સ્કિન હેલ્ધી અને સુંદર રહે છે. પપૈયાના એન્ટી ઓક્સીડન્ટ ગુણ સ્કિન પ્રોબ્લેમથી બચાવ કરવામાં મદદ કરે છે.
– ઉનાળામાં પપૈયું ખાવાથી શરીર હાઈડ્રેટ રહે છે. પપૈયાના પોષકતત્વો શરીરને હિહાઈડ્રેશનથી બચાવે છે.
ઉનાળામાં પપૈયું કોણે ન ખાવું ?
આયુર્વેદ અનુસાર પપૈયું ગરમ તાસીરનું ફળ છે. આ ફળ વધારે માત્રામાં એકસાથે અથવા રોજ ખાવામાં આવે તો પિત્ત વધી શકે છે. જે લોકોની પિત્ત પ્રકૃતિ હોય તેમણે ઉનાળામાં આ ફળ ખાવાનું ટાળવું જોઈએ. નહીં તો તેમને એસિડિટી, પેટમાં બળતરા, સ્કિન પ્રોબ્લેમ થઈ શકે છે.
કિડની રોગ

પપૈયું પોટેશિયમથી ભરપુર હોય છે. જે લોકોના શરીરમાં પોટેશિયમ ઓછું હોય તેમણે પપૈયું ખાવું જોઈએ પણ જે લોકોને કિડની સંબંધિત કોઈપણ સમસ્યા હોય તેણે પપૈયું ખાવાનું વિચારવું પણ નહીં. પપૈયું ખાવાથી કિડનીની સમસ્યા વધી શકે છે.
ઇરિટેબલ બાઉલ સિંડ્રોમ
જે લોકોને ઈરિટેબલ બાઉલ સિંડ્રોમ એટલે કે સામાન્ય ભાષામાં પાચન સંબંધિત સમસ્યા કે વિકાર હોય તેમણે પણ પપૈયું ખાવાથી બચવું જોઈએ. પાચન તંત્ર નબળુ હોય તો પણ પપૈયું ખાવાનું ટાળવું. તેનાથી પેટમાં ગેસ, દુખાવો સહિતની તકલીફો થઈ શકે છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
