સફેદ લસણની જેમ કાળુ લસણ પણ શરીર માટે લાભકારી છે. કાળુ લસણ ખાવાથી પેટ સંબંધિત સમસ્યાથી લઈ અન્ય ઘણી સમસ્યામાં લાભ થાય છે. તો ચાલો તમને જણાવીએ કાળુ લસણ ખાવાથી શરીરને થતા લાભ વિશે.
લસણ સ્વાસ્થ્ય વર્ધક મસાલો છે. લસણ પોષક તત્વોનો ખજાનો છે. તેમ છતાં ઘણા લોકો તેનો ઉપયોગ કરવાનું ટાળે છે કારણ કે તેને ખાધા પછી મોંમાંથી તીવ્ર વાસ આવે છે. આ વાત સફેદ લસણની થઈ રહી છે પરંતુ લસણ કાળા રંગનું પણ હોય છે. કાળા રંગનું લસણ સફેદ લસણ કરતા સ્વાદ અને સુગંધમાં અલગ હોય છે. કાળુ લસણ ટેક્સચરમાં મુલાયમ હોય છે અને જેલી જેવું હોય છે. તેનો સ્વાદ પણ તીખો નહીં પરંતુ થોડો થોડો મીઠાશ વાળો હોય છે. સફેદ લસણમાંથી જ ધીરે ધીરે કાળું લસણ તૈયાર કરવામાં આવે છે સફેદ લસણને એક નિયંત્રિત તાપમાન અને ભેજમાં દિવસો સુધી પકાવવામાં આવે છે. લસણ પાકવાની આ પ્રક્રિયા દરમિયાન લસણનો રંગ ભૂરો અથવા તો કાળો થઈ જાય છે અને તેની તીખાશ ઓછી થઈ જાય છે.

કાળા લસણમાં એલિસિન નામનું તત્વ હોય છે જે શરીરમાં એન્ટિ બેક્ટેરિયલ તત્વ વધારે છે અને ઇમ્યુનિટી બુસ્ટ કરે છે. આ લસણ પેટની સમસ્યા હોય તેવા લોકો માટે ફાયદાકારક છે. જે લોકોને એસીડીટી અને ગેસની ફરિયાદ રહેતી હોય તેમના માટે કાળુ લસણ સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. તેને ખાવાથી તે તીખું નથી લાગતું અને પેટ ભારે પણ થતું નથી.
કાળુ લસણ શરીરને અલગ અલગ રીતે ફાયદો કરે છે જેમાં શરીરના સોજા ઓછા કરવામાં પણ આ લસણ મદદગાર છે. કાળુ લસણ ખાવાથી સાંધાના દુખાવા તેમજ હાર્ટ પ્રોબ્લેમમાં સ્થિતિ સુધરે છે. નિયમિત રીતે કાળુ લસણ ખાવાથી શરીરને બીમારીઓ સામે લડવાની શક્તિ વધે છે. કાળુ લસણ હાઈ બીપી કંટ્રોલ કરવામાં પણ મદદ કરે છે.
કાળુ લસણ લીવરને હેલ્ધી રાખવામાં પણ મદદ કરે છે. તે શરીરમાંથી હાનિકારક તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે અને લીવરને સ્વસ્થ બનાવે છે. કાળુ લસણ પ્રદૂષણ, ધુમાડાના કારણે તેમજ ફ્રી રેડીકલ્સથી થતા નુકસાનથી બચાવવામાં પણ મદદ કરે છે.

કાળુ લસણ ખાવાની રીત પણ સરળ છે. તમે કાળુ લસણ એક દિવસમાં રોજ 2 કળી ખાઈ શકો છો. કાળુ લસણ તીખું ન હોવાથી તમે ચાવીને પણ ખાઈ શકો છો અથવા તો ભોજનની સાથે તેને ખાઈ શકો છો. પરંતુ જો તમે કોઈપણ પ્રકારની દવાઓ રેગ્યુલર લેતા હોય તો કાળું લસણ ખાતા પહેલા ડોક્ટરની સલાહ લેવી.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
