શિયાળામાં શરીરને ગરમ રાખવા માટે કેટલાક સુપરફુડને ડાયટમાં સામેલ કરવા જોઈએ. આ સુપરફુડ એવા છે જે શરીરને ગરમ રાખે છે અને શરીરને એનર્જી પણ આપે છે.
શિયાળામાં શરીરને ગરમ રાખવા માટે આહારમાં કેટલીક વસ્તુઓ સામેલ જરૂરથી કરવી. આ વસ્તુઓ એવી હોય છે જે શરીરને અંદરથી ગરમી આપે છે અને એનર્જી વધારે છે. શિયાળામાં ઘણા લોકોને વધારે ઠંડી લાગતી હોય છે. ઠંડી લાગવાથી સ્વાસ્થ્ય સમસ્યા પણ થઈ શકે છે. તેથી શિયાળાની ઋતુમાં આહારમાં એવી વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ જે આપણને અંદરથી ગરમ રાખે અને ઇમ્યુનિટી વધારે.
હેલ્થ એક્સપર્ટ અનુસાર ઠંડીની ઋતુમાં સુસ્તી વધી જાય છે અને રોગપ્રતિકારક ક્ષમતા પણ ઓછી થઈ ગઈ હોય છે. તેવામાં યોગ્ય આહાર ન લેવાથી શરીરની ઊર્જા ઘટી જાય છે અને બીમારી વધી શકે છે. આ સ્થિતિમાં આહારમાં કેટલીક વસ્તુઓનો સમાવેશ કરવાથી શરીરમાં એનર્જી લેવલ જળવાઈ રહે છે અને શરીર અંદરથી ગરમ પણ રહે છે. જેના કારણે સીઝનલ બીમારીઓથી બચી શકાય છે. તો ચાલો તમને જણાવીએ શિયાળામાં કઈ વસ્તુઓ ખાવાનું રાખવું જોઈએ.

ડ્રાયફ્રુટ અને સીડ્સ
શિયાળાની ઋતુમાં શરીરને અંદરથી ગરમ રાખવું હોય અને બીમારીથી બચવું હોય તો ડાયટમાં સૂકા મેવા અને અલગ અલગ પ્રકારના બીજનો સમાવેશ કરો. ઠંડીમાં બદામ, અખરોટ, તલ અને અળસી, જેવા બી ખાવા તેનાથી હેલ્ધી ફેટ શરીરને મળે છે અને શરીરનું તાપમાન કંટ્રોલ કરવામાં મદદ મળે છે. સુકામેવા અને બીજનું સેવન કરવાથી શરીરને ઓમેગા 3 પણ મળે છે તેમાં પ્રોટીન અને હેલ્ધી ફેટ વધારે હોય છે. શિયાળામાં રોજ તમે એક મુઠ્ઠી ડ્રાયફ્રુટ અને અલગ અલગ પ્રકારના બીજ ખાઈ શકો છો. તમે આ વસ્તુઓનો પાઉડર કરી ગરમ દૂધમાં મિક્સ કરીને પણ પી શકો છો.
આખા અનાજ અને બાજરો
શિયાળાની ઋતુમાં સામાન્ય રીતે બાજરાનો લોટ વધારે ખવાતો હોય છે. બાજરાનો લોટ શરીરને ગરમી આપે છે. ઠંડીની ઋતુમાં બાજરા સિવાય તમે જવ, રાગી અને જુવાર જેવા આખા અનાજને પણ ડાયટમાં સામેલ કરી શકો છો. તેનાથી શરીરને ગરમી મળશે અને હેલ્થ પણ સારી રહેશે. બાજરા સહિતના આખા અનાજમાં કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ વધારે હોય છે તે આયરનથી પણ ભરપૂર હોય છે તેને ખાવાથી થાક લાગતો નથી. આ અનાજનો ઉપયોગ તમે દલિયા તરીકે, ખીચડી બનાવીને કે તેના લોટની રોટલી બનાવીને કરી શકો છો.
કંદ
કેટલાક શાકભાજી એવા હોય છે જે શરીરને ગરમ રાખે છે અને એનર્જી આપે છે. જેમકે જમીનમાં ઉગતા શાકભાજી. શિયાળાની ઋતુમાં ગાજર, શક્કરીયા, બીટ, સલગમ જેવા કંદ ખાવા જોઈએ. આ વસ્તુઓ ફાઇબર, વિટામીન અને ખનીજથી ભરપૂર હોય છે તેને ખાવાથી ભૂખ નથી લાગતી અને શરીરને ગરમી મળે છે. કંદ ખાવાથી રોગપ્રતિકારક ક્ષમતા વધે છે. આવા શાકભાજીને તમે બાફીને ખાઈ શકો છો અથવા તેનું સૂપ બનાવીને પણ પી શકો છો.

ઘી અને હેલ્ધી ફેટ
શિયાળામાં રોજ એક ચમચી ઘી અથવા નાળિયેરનું તેલ ખાવું જોઈએ. આહારમાં ઉમેરીને આ વસ્તુ ખાવી જોઈએ તેનાથી શરીરને ગરમી મળે છે. શરીરને હેલ્ધી ફેટની પણ જરૂર હોય છે જે ઘી અથવા નાળિયેર તેલથી મળી શકે છે.. શિયાળામાં ઘી અથવા નાળિયેર તેલનો સમાવેશ આહારમાં કરવાથી ત્વચા મુલાયમ રહે છે ઘી અથવા તેલને તમે દાળ, શાક, ભાત, રોટલી કે દૂધ. સાથે લઈ શકો છો.
આહારમાં આ વસ્તુઓનો સમાવેશ કરવાની સાથે કેટલાક મસાલાનો પણ ઉપયોગ કરવો. કેટલાક મસાલા એવા હોય છે જે શરીરને ગરમી અને ઊર્જા આપે છે જેમ કે આદુ, લસણ, તજ, લવિંગ, મરી, હળદર જેવી વસ્તુઓ પ્રાકૃતિક રીતે ગરમ તાસીર હોય છે તેને ખાવાથી શરીરમાં ગરમી વધે છે. આ મસાલા એવા છે જે શરીરને સંક્રમણ સામે લડવાની શક્તિ આપે છે અને રક્ત સંચાર સુધારે છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
