શું તમે રોજ સવારે જાગો ત્યારે શરદી થઈ હોય તે રીતે નાક અને આંખમાંથી પાણી નીકળે અને એક પછી એક છીંકો આવવાનું શરુ થઈ જાય છે ? ક્યારેય આવું થાય તે સામાન્ય હોય શકે છે પરંતુ જો તમને રોજ સવાર આવી સમસ્યા થતી હોય તો તેને ઈગ્નોર ન કરો કારણ કે આ શરીરમાં વધતી ગંભીર સમસ્યાનું લક્ષણ હોય શકે છે. આ સમસ્યા ક્યારે થાય છે ચાલો જાણીએ.
આજે તમને એક એવી સમસ્યા વિશે જણાવીએ જેનો અનુભવ અનેક લોકો કરી ચૂક્યા હશે. અને ઘણા લોકોને રોજ સવારે આ અનુભવ થતો પણ હશે. આ વાતને લોકો સામાન્ય ગણીને ઇગ્નોર કરી દેતા હોય છે પરંતુ આ સમસ્યા ઇગ્નોર કરવા જેટલી સામાન્ય નથી. ખાસ કરીને જો તમારી સાથે રોજ આવું થતું હોય તો તમારે શરીર પર વધારે ધ્યાન આપવાની જરૂર છે. જે સમસ્યાની અહીં વાત થઈ રહી છે તે તકલીફ છે રોજ સવારે જાગો ત્યારે શરદી થઈ ગઈ હોય તેમ સતત છીંક આવવી, નાકમાંથી પાણી નીકળવું અને આંખમાંથી પણ પાણી નીકળવું.

સવારે આંખ ખુલે એટલે સતત છીંક આવવા લાગે, નાકમાંથી પાણી નીકળવા લાગે તેવી સમસ્યા અનેક લોકો સાથે થતી હશે. જે લોકોને આવી તકલીફ હશે તે જાણતા હશે કે સવારના સમયે થોડા કલાક પૂરતી જ શરદી જેવું લાગે છે. ત્યાર પછી આખો દિવસ કોઈ પણ પ્રકારની તકલીફ થતી નથી. જે લોકો સાથે રોજ સવારે આવું થતું હોય છે તે લોકો આ વાતને સામાન્ય ગણી લે છે અને એમ માને છે આવું તો રોજ થાય છે. ઘણા લોકો માને છે કે રાત્રે ઠંડી હવાના કારણે રોજ સવારે શરદી રહેતી હોય છે. કારણ કે સવારની શરદી જેમ જેમ દિવસ શરૂ થાય છે તેમ મટી પણ જાય છે. પરંતુ જો તમને રોજ આવું થતું હોય તો તે ઠંડીના કારણે નહીં પરંતુ શરીરમાં વધતી સમસ્યાના કારણે હોઈ શકે છે. જો તમને ઘણા દિવસોથી રોજ સવારે આવો અનુભવ થાય છે તો તે એલર્જી સાઇનસ કે નાક સંબંધિત ગંભીર બીમારીનું સંકેત હોઈ શકે છે. તો ચાલો તમને વિસ્તારપૂર્વક જણાવીએ કે રોજ સવારે જાગો ત્યારે શરદી જેવા લક્ષણો કયા કારણે જોવા મળે છે ?
સવારે છીંકો આવવાના સામાન્ય લક્ષણો
1. છીંક આવવી આપણા શરીરના સુરક્ષા તંત્રનો એક ભાગ છે જ્યારે નાકની અંદર ધૂળ કે ગંદકી જાય છે તો છીંક આવે છે અને શરીર તેને બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે. ઘણી વખત તકિયા, ગાદલા કે ચાદરની બારીક ધૂળના કારણે છીંક આવે છે. આ સ્થિતિ સામાન્ય હોય છે.
2. તમારા ઘરમાં પાલતુ પ્રાણી હોય તો તેના વાળ બેડ પર લાગી ગયા હોય છે. તેના કારણે પણ તમને છીંક આવી શકે છે.

3. રાત્રે સૂતી વખતે તમે રજાઈ, ચાદર જેવી વસ્તુઓ ઓઢીને ગરમ વાતાવરણમાં સુતા હોય છે પરંતુ જ્યારે સવારે જાગો ત્યારે અચાનક ઠંડી હવાનો સામનો થાય છે શરીરનું તાપમાન અચાનક બદલી જવાથી પણ નાકની ત્વચામાં ઇરીટેશન થાય છે અને તેના કારણે છીંક આવવા લાગે છે આ પણ સામાન્ય.
4. ઘણી વખત સવારે છીંક આવવાનું કારણ તીવ્ર સુગંધ, ડિટર્જન્ટની સ્મેલ પણ હોઈ શકે છે.
સવારે છીંક આવવાના ગંભીર કારણો
એલર્જીક રાઇનાઇટિસ
રોજ સવારે શરદી થઈ હોય તેમ છીંક આવવી અને નાકમાંથી પાણી નીકળવાનું આ સૌથી સામાન્ય કારણ છે. જેમાં શરીર ધુળ, પ્રાણીના વાળને દુશ્મન સમજીને પ્રતિક્રિયા કરવા લાગે છે. એલર્જીક રાઇનાઇટિસનું લક્ષણ છે કે સવારે સતત છીંક આવે, નાકમાંથી પાણી નીકળવા લાગે, આંખમાંથી પાણી નીકળે અથવા ખંજવાળ આવે અને ગળામાં પણ ખરાશ થઈ જાય.
સાઈનાઈટીસ
જો તમને સવારે છીંક આવવાની સાથે માથામાં દુખાવો થાય, ચહેરા પર ભાર લાગે, નાક ભારે થઈ જાય છે તો તે સાઇનસની સમસ્યાના કારણે હોઈ શકે છે.
સવારે આવતી છીંક મટાડવાના ઉપાય
– રોજ બેડ અને રૂમની સફાઈ કરો. જો તમને ધૂળના કારણે શરદી થતી હોય તો ચાદર અને તકિયાના કવર બદલો ત્યારે તેને ગરમ પાણીથી સાફ કરો.
– સવારે આંખ ખુલે એટલે બેડ પરથી ઉભા ન થઈ જવું. થોડીવાર બેડ પર બેસો. અને પછી રૂમમાંથી બહાર આવવું. જેથી શરીર અચાનક ગરમ વાતાવરણથી ઠંડા વાતાવરણમાં ન આવે.
– સવારે જાગો એટલે ઠંડા પાણીથી ચહેરો ધોવાને બદલે હુંફાળા પાણીથી ચહેરો ધોવો અને એક ગ્લાસ હુંફાળું પાણી પીવું.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
