બજારમાંથી બટેટા ખરીદી લાવો અને તેમાંથી કોઈ બટેટું લીલા રંગના ડાઘ વાળું હોય તો તેનો ઉપયોગ કરતાં પહેલા વિચાર કરજો. કારણ કે આ બટેટા તમારા શરીરને ભયંકર નુકસાન પણ કરી શકે છે.
માર્કેટમાંથી બટેટા ખરીદીને લાવીએ ત્યારે ઘણી વખત તેમાંથી કેટલાક બટેટામાં લીલા ડાઘ દેખાય છે. ઘણા બટેટા કાપીએ ત્યારે અંદરથી પણ લીલા નીકળતા હોય છે. જે બટેટા ઉપર લીલો ડાઘ હોય તેને ઘણા લોકો ફેંકી દેતા હોય છે અને ઘણા લોકો બટેટાનો લીલો ભાગ કાપીને ફેંકી દે છે અને બાકીના બટેટાનો ઉપયોગ કરી લેતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે આ પ્રકારના લીલા ડાઘવાળું બટેટુ શરીરને નુકસાન કરી શકે છે ? હેલ્થ એક્સપર્ટ અનુસાર જે બટેટુ લીલા રંગનું નીકળે કે જેના પર લીલા ડાઘ હોય તેનો ઉપયોગ કરતા પહેલા કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

બટેટા પોટેશિયમ, વિટામીન b6, વિટામીન કે, ફાઇબર, નિયાસીન, થાઈમીન જેવા તત્વોથી ભરપૂર હોય છે. તે શરીર માટે ફાયદાકારક હોય છે. બટેટા ખાવાથી હાર્ટ હેલ્ધી રહે છે અને પાચન પણ સુધરી શકે છે. જોકે વધારે પ્રમાણમાં બટેટા ખાવાથી વજન વધી પણ શકે છે. તેથી બટેટા ખાવામાં ધ્યાન રાખવું જોઈએ અને તેની માત્રા મર્યાદિત રાખવી જોઈએ.
હવે વાત કરીએ લીલા ડાઘવાળા બટેટાની તો, બટેટાનો રંગ લીલો ત્યારે થઈ જાય છે જ્યારે તેમાં ગ્લાઈકોલકોલોઈડ નામનું કમ્પાઉન્ડ જેને સોલાનિન કહેવાય છે તે વધી જતુ હોય. સામાન્ય રીતે આ કમ્પાઉન્ડ ટોક્સીક હોય છે અને તે સ્વાસ્થ્ય માટે સારું નથી. તેને ખાવાથી ઉલટી, ચક્કર આવવા, પેટમાં દુખાવો, ડાયેરિયા જેવી સમસ્યા થઈ શકે છે. જે બટેટુ વધારે પડતું લીલા રંગનું હોય તેને ખાવાથી શરીરમાં સોલાનિનની માત્રા વધી જાય છે જે કેન્સરનું જોખમ પણ વધારે છે.
લીલા રંગનું બટેટુ હોય તેનો સ્વાદ પણ કડવો હોય છે. જો તમે આ બટેટાનો ઉપયોગ કરો છો તો શાક પણ કડવું બની શકે છે. જો બટેટુ અંદરથી લીલા રંગનું હોય તો તેને ફેંકી જ દેવું જોઈએ. જો તેના પર થોડો જ લીલો ડાઘ હોય તો તેને કાપીને બાકી બચેલું બટેટુ યુઝ કરી શકો છો. ઘરમાં રાખેલા બટેટામાં આવી સમસ્યા ન થવા દેવી હોય તો તેને ઠંડી જગ્યા પર સ્ટોર કરીને રાખો. ગરમી હોય તેવી જગ્યાએ બટેટા રાખવાથી પણ તેમાં ઝેરી તત્વ વધી શકે છે.

For more details… Contact 9322529232 / 9324483455
