ઉધરસ થઈ હોય એ લોકો જાણતા હશે કે સૌથી વધારે ઉધરસ રાત્રે સૂતી વખતે આવે છે. જો કોઈપણ વ્યક્તિને રાત્રે સૂતી વખતે ઉધરસની સમસ્યા થતી હોય તો તેણે ઉધરસ રોકવા માટે આ કામ કરવું જોઈએ.
જ્યારે પણ ઉધરસ થાય ત્યારે તમે પણ અનુભવ્યું હશે કે જ્યારે તમે રાત્રે સુવા માટે જાવ ત્યારે જ ઉધરસ વધારે પરેશાન કરે.. સુવા માટે જેવા આડા પડીએ કે તરત જ ઉધરસ શરૂ થઈ જાય છે અને ઊંઘ ઊડી જાય છે. જ્યારે ઊંઘ પૂરી થતી નથી તો રિકવરી પણ સ્લો થઈ જાય છે. ઊંઘ પૂરી ન થવાના કારણે બીજા દિવસે વ્યક્તિ થાક અને નબળાઈ લાગે છે.
ઉધરસના કારણે ઊંઘ ન થાય તો કામ પર પણ ફોકસ કરી શકાતું નથી. જે લોકોને ઉધરસ થાય તેમને આ સમસ્યા સતાવતી જ હોય છે. આ સ્થિતિમાં આજે તમને જણાવીએ કે તમે કઈ પોઝિશનમાં સૂવો તો ઉધરસ ઓછી આવે. જે લોકોને પણ ઉધરસ થઈ જાય તેમને રાત્રે આ રીતે સૂવું જોઈએ. આ પોઝિશનમાં સુવાથી ઉધરસ ઓછી આવી છે
ઉધરસ ન આવે તે માટે કઈ પોઝિશનમાં સૂવું ?

એક રિપોર્ટ અનુસાર જો તમને કફના કારણે ઉધરસ આવતી હોય ત્યારે તમે સીધા સુવો તો ગળામાં કફ જામી જાય છે તેના કારણે ઉધરસ વધારે આવે છે. તેને રોકવા માટે સૂતી વખતે ગરદન અને માથું થોડું ઊંચું રહે તે રીતે સૂવું. જો તમે રોજ એક ઓશીકું રાખીને સૂતા હોય તો ઉધરસ આવે ત્યારે બે કે ત્રણ ઓશીકા રાખીને સૂવું. જો તમારું માથું થોડું ઉપર રહેશે તો ઉધરસ ઓછી આવશે અને શ્વાસ લેવામાં પણ સરળતા રહેશે.
જ્યારે તમે સીધા સુવો છો તો ગળામાં જામેલો કફ ઉધરસ વધારી શકે છે તેથી પ્રયત્નો કરો કે જો તમને ઉધરસ થઈ હોય તો પડખું ફરીને સૂવું. ખાસ કરીને ડાબે પડખે સૂવું જોઈએ. ડાબે પર કે સુવાથી શ્વાસનો રસ્તો ખુલી જાય છે અને ઉધરસ પણ ઓછી આવે છે.
સુકી હવાથી ગળું વધારે સુકાઈ જાય છે જેના કારણે ઉધરસ વધી શકે છે. તેથી ઉધરસ થઈ હોય તો રૂમનું ટેમ્પરેચર સેટ કરવા માટે રૂમમાં સૂતી વખતે પાણીનું વાસણ ભરીને રાખી દો. તેનાથી હવામાં ભેજ રહેશે.

For more details… Contact 9322529232 / 9324483455
