ડુંગળી ખાવી હેલ્થ માટે ફાયદાકારક છે. પરંતુ કાચી ડુંગળી ખાતી વખતે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. એક્સપર્ટ અનુસાર ડુંગળીની ઉપર કાળા પાવડરના ડાઘ હોય તો તેને ખાતા પહેલા સાવધાની રાખવી જરૂરી છે.
ડુંગળી ખાવી સ્વાસ્થ્ય માટે સારી ગણાય છે તેથી જ તેનો ઉપયોગ રોજ થાય છે. દાળ-શાકનો સ્વાદ વધારવા માટે પણ તેમાં ડુંગળી ઉમેરવામાં આવે છે અને ભોજનની સાથે સલાડ તરીકે પણ કાચી ડુંગળી શરૂ કરવામાં આવે છે. ટૂંકમાં કહીએ તો દરેક ઘરમાં ડુંગળી અલગ અલગ રીતે રોજ ખવાતી હોય છે પરંતુ શું તમને ખબર છે કે ઘણી વખત ડુંગળી આપણી હેલ્થને નુકસાન પણ કરે છે ? જો તમને આ વાતનો ખ્યાલ ન હોય તો ચાલો તમને જણાવીએ કે ડુંગળી આપણા સ્વાસ્થ્ય માટે ક્યારે હાનિકારક સાબિત થાય છે. હેલ્થ એક્સપર્ટ અનુસાર કેટલીક ડુંગળી અંદરથી ખરાબ અને ઉપરથી કાળા ડાઘવાળી હોય છે. આવી ડુંગળી પેટ ખરાબ કરવાનું કામ કરે છે. તેથી જ ડુંગળીનો ઉપયોગ કરતી વખતે ખાસ ધ્યાન આપવું જોઈએ. જે ડુંગળીનો ઉપયોગ કરો તેની ઉપર જો કાળા ડાઘ હોય તો તે ડુંગળીને સાફ કરવાની રીતથી લઈને તેના ઉપયોગની રીત પણ બદલવી જરૂરી છે.
કાળા ડાઘ વાળી ડુંગળી ખાવાથી થતા નુકસાન
ડુંગળીનો ઉપયોગ દરેક ઘરમાં થાય છે પરંતુ કેટલીક ડુંગળીની છાલ ઉતારવામાં આવે છે તો તેની ઉપર કાળા ડાઘ દેખાય કે હાથ લગાડવા પર તેના પર કાળા પાવડર જેવું દેખાય છે. મોટાભાગના લોકો તેને ગંદકી સમજીને ઇગ્નોર કરે છે અને ડુંગળીનું ઉપરનું પળ કાઢી નાખે છે. પરંતુ આ કાળો ડાઘ સામાન્ય ગંદકી નથી હોતી. ડુંગળી પર દેખાતો કાળો પાવડર હોય છે જેને બ્લેક મોલ્ડ કહેવાય છે. આવી ડુંગળી હેલ્થ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

ફંગસવાળી ડુંગળી ખાવાથી થતા નુકસાન
ફંગસવાળી ડુંગળી ખાવાથી પેટ સંબંધિત સમસ્યા થઈ શકે છે
શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે
ઝાડા થઈ શકે છે
રોપ્રતિકારક ક્ષમતા પર અસર થાય છે.
હેલ્થ એક્સપર્ટ અનુસાર જ્યારે ડુંગળી ખેતરમાં હોય ત્યારે જ તેમાં ફંગસ લાગી જાય છે ધીરે ધીરે આ ફંગસ ડુંગળીમાં વધવા લાગે છે. જ્યારે તમે ડુંગળી ઘરે લાવો છો ત્યારે પણ ખાસ ધ્યાન રાખવું કે કાળી ફંગસવાળી ડુંગળી ઘરે લાવવી નહીં, કારણ કે આવી ડુંગળી કાચી ખાવાથી ડુંગળીની સાથે ફંગસ પણ મોં માં જઈ શકે છે.
ધ્યાન રાખવા છતાં પણ જો કાળા ડાઘ વાળી ડુંગળી ઘરે આવી ગઈ હોય તો તેનો ઉપયોગ કરતી વખતે એક વાતનું ધ્યાન રાખવું કે જો ડુંગળીમાં ફંગસ અંદરની લેયર સુધી પહોંચી ગઈ હોય તો તે ડુંગળીનો ઉપયોગ કરવો નહીં. જો ફક્ત ઉપરના ભાગમાં ફંગસ હોય તો ડુંગળીના ફક્ત ફોતરા કાઢવા નહીં ડુંગળીની ઉપરનું આખું લેયર કાઢી નાખવું અને ત્યાર પછી પણ ડુંગળીને પાણીથી સારી રીતે સાફ કર્યા પછી જ ઉપયોગમાં લેવી. જો શક્ય હોય તો ડુંગળી ખરીદતી વખતે જ ધ્યાન રાખવું કે કાળા ડાઘ વાળી ડુંગળી ખરીદવી નહીં.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
