ઘણા લોકોને ઊંઘ આવવામાં સમસ્યા થાય છે. મોડી રાત સુધી ઊંઘ આવતી નથી. ઊંઘ ઓછી થાય તેના કારણે દિવસ દરમિયાન સતત થાક લાગે છે. આવું થતું હોય તેમણે ડાયટમાં 3 વસ્તુનો સમાવેશ કરવો જોઈએ. આ 3 વસ્તુ ઊંઘ સંબંધિત સમસ્યા દુર કરી શકે છે.
રાતના સમયે ઊંઘ ન આવે તે ખરાબ સમસ્યા છે. લોકો ગાઢ ઊંઘ કરી સવારે જાગી જતા હોય છે અને કેટલાક લોકો વહેલી સવાર સુધી પડખા બદલે રાખે છે. તેમની ઊંઘ તો થાય છે પણ જાગતી ઊંઘ. જેના કારણે તેમને બીજા દિવસે પણ થાક અને નબળાઈ લાગે છે. જો સારી ઊંઘ ન થાય તો શરીરને આરામ મળ્યો ન હોય તેવી જ સ્થિતિ રહે છે.
જો તમારી ઊંઘ પણ પુરી થતી ન હોય. તમને પણ મોડી રાત સુધી ઊંઘ ન આવતી હોય તો ડાયટમાં મેગ્નેશિયમથી ભરપુર 3 વસ્તુઓનો સમાવેશ કરો. આ 3 વસ્તુઓને ડાયટમાં એડ કરવાથી ઊંઘ સંબંધિત સમસ્યાથી રાહત મળી શકે છે. મેગ્નેશિયમ મેલાટોનિન હોર્મોનને રેગુલેટ કરવામાં મદદ કરે છે. તેના કારણે રાત્રે સારી અને ગાઢી ઊંઘ આવે છે. તો ચાલો શરીરને સૌથી વધુ મેગ્નેશિયમ પુરું પાડે તેવા 3 ફુડ વિશે તમને જણાવીએ.

કેળા
કેળામાં પોટેશિયમ હોય છે તે વાત તો લોકો જાણે છે પરંતુ શું તમે જાણો છો કે કેળામાં પોટેશિયમ સિવાય મેગ્નેશિયમ પણ હોય છે. કેળાનું સેવન કરવાથી મસલ્સ રિલેક્સ થાય છે અને કેળા ખાવાથી ઊંઘ સંબંધિત સમસ્યા ઓછી થાય છે. સાંજના સમયે તમે સ્નેક્સને બદલે કેળા ખાઈ શકો છો.
બદામ
ઊંઘ સંબંધિત સમસ્યા દુર કરવા માટે બદામ પણ ખાઈ શકાય છે. રોજ ફક્ત 5 બદામ ખાવાથી સ્ટ્રેસ ઓછો થાય છે. ઘણીવાર સ્ટ્રેસના કારણે પણ ઊંઘ નથી આવતી. નિયમિત રીતે 5 બદામ ખાવાથી આ સમસ્યા દુર થઈ શકે છે. બદામમાં મેગ્નેશિયમ પણ હોય છે જેનાથી ઊંઘની સમસ્યા દુર થઈ શકે છે.
જો તમે લાંબા સમયથી ઊંઘ સંબંધિત સમસ્યાથી પરેશાન છો અને તેનાથી ઝડપથી છુટકારો મેળવવો છે તે કોળાના બીજ ખાવાનું શરુ કરો. દિવસ દરમિયાન 1 થી 2 ચમચી કોળાના બીજ ખાઈ શકો તે રીતે પ્લાન કરો. કોળાના બીજમાં મેગ્નેશિયમ હોય છે જે સેરોટોનન હોર્મોન પ્રોડ્યુસ કરવામાં મદદ કરે છે. સેરોટોનિન હોર્મોન ઊંઘ લાવવામાં, મૂડ સારો કરવામાં મદદ કરે છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
