સ્કિનની જેમ વાળની પણ કાળજી લેવી જરૂરી છે. ખાસ કરીને શિયાળામાં કેટલાક લોકો ચીકણા વાળની સમસ્યાનો સામનો કરવા લાગે છે. પરંતુ આ માટે તમારી કેટલીક આદતો પણ જવાબદાર હોઈ શકે છે. જો તમે આ આદતો બદલો તો તમે આ સમસ્યાથી બચી શકો છો.
શિયાળામાં વાળની સંભાળ રાખવી પણ ખૂબ જ પડકારજનક છે. આ સિઝનમાં લોકો ચીકણા વાળની સમસ્યાથી વધુ પરેશાન રહે છે. ઘણી વખત એવું બને છે કે વાળ ધોયાને 24 કલાક પણ વીત્યા ન હોય અને તે ચીકણા લાગવા લાગે છે. આવી સ્થિતિમાં તમારા વાળની યોગ્ય કાળજી લેવી જરૂરી છે જેથી વાળ ખરવાની સમસ્યાથી બચી શકાય.
જો તમારા વાળ ચીકણા લાગે છે તો તેના માટે તમારી કેટલીક આદતો જવાબદાર હોઈ શકે છે. જો તમે આ આદતો બદલો છો, તો તમે ચીકણા વાળની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. ચાલો જાણીએ તે આદતો વિશે જે વાળને ચીકણા બનાવે છે.
ગંદા હેર બ્રશ
ગંદા હેર બ્રશ અથવા કાંસકોથી પણ વાળ ચીકણા થાય છે. આમાં ધૂળથી લઈને પરસેવો અને બિલ્ડઅપ પ્રોડક્ટ્સ બધું જ સામેલ હોઈ શકે છે. આ હેર બ્રશનો ઉપયોગ કરવાથી આ બધું તમારા વાળમાં જાય છે, જેના કારણે તે ચીકણા અને ગંદા થઈ જાય છે.
વાળને વારંવાર સ્પર્શ કરવા
કેટલાક લોકોને વારંવાર વાળને સ્પર્શ કરવાની આદત હોય છે. પરંતુ વાળમાં વારંવાર આંગળીઓ ફેરવવાથી તેલ અને અન્ય કણો વાળમાં પ્રવેશે છે. જેના કારણે વાળ ઝડપથી ચીકણા થઈ જાય છે. ચીકણા વાળને કારણે તેમની ચમક પૂરી થઈ જાય છે.
વારંવાર શેમ્પૂ કરવું
શેમ્પૂના વારંવાર ઉપયોગથી માથાની ચામડીમાં કુદરતી તેલ ઓછું થઈ જાય છે. જો તમે દરરોજ તમારા વાળમાં શેમ્પૂ લગાવો છો, તો સ્કેલ્પને વધુ તેલ ઉત્પન્ન કરવાનો સંદેશ મળે છે, જેથી વાળના ફોલિકલ્સ હાઇડ્રેટ રહે. તેથી અઠવાડિયામાં માત્ર બેથી ત્રણ વાર જ શેમ્પૂનો ઉપયોગ કરો.
હેર કેર પ્રોડક્ટસનો વધુ ઉપયોગ
કેટલીકવાર હેર કેર પ્રોડક્ટ્સના વધુ પડતા ઉપયોગથી પણ વાળ ચીકણા થઈ જાય છે. પરસેવો અને પ્રદૂષણની સાથે મળીને આ પ્રોડક્ટસ તમારા વાળને ચીકણા બનાવે છે. આવી સ્થિતિમાં ઓછામાં ઓછા હેક પ્રોડક્ટસનો ઉપયોગ કરો. તેનાથી તમારા વાળ કમજોર નહીં થાય.
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw