આંખથી માત્ર આપણે દુનિયા જ જોઈ શકતા નથી, તેના દ્વારા શરીરમાં થઈ રહેલી બીમારીની પણ જાણકારી મળે છે. આવો તમને લીવરની બીમારીને કારણે આંખમાં જોવા મળતા લક્ષણો વિશે જણાવીશું.
લીવર આપણા શરીરનું મહત્વનું અંગ છે, જે અનેક કામોમાં મદદ કરે છે. જ્યારે કોઈ કારણે લીવર યોગ્ય રીતે કામ કરતું નથી તો આ સ્થિતિને લીવર ફેલ કહેવામાં આવે છે. આ એક ગંભીર અને જીવલેણ સમસ્યા થઈ શકે છે. લીવરમાં કોઈ સમસ્યા હોય તો તેના લક્ષણ શરીરમાં જોવા મળે છે. આજે અમે તમને જણાવીશું કે લીવરમાં કોઈ સમસ્યા હોય તો આંખમાં ક્યા લક્ષણ જોવા મળે છે.
કેમ થાય છે સમસ્યા?
લીવર ફેલિયર હંમેશા કોઈ બીજી બીમારીનું કારણ હોય છે. લાંબા સમય સુધી દારૂનું સેવન, હેપેટાઇટિસ બી કે સી ઇન્ફેક્શન, ફેટી લીવર, મેદસ્વિતા, હાઈ બ્લડ પ્રેશર, હાઈ કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ જેવી સ્થિતિઓ લીવરને નુકસાન પહોંચાડે છે. જો આ નુકસાન લાંબા સમય સુધી યથાવત રહે તો લીવરમાં સ્થાયી ડાઘ પડી જાય છે, જેને સિરોસિસ કહેવામાં આવે છે. આ સ્થિતિ આગળ જતાં લીવર ફેલિયરનું કારણ બની શકે છે અને ઘણા મામલામાં દર્દીને લીવર ટ્રાન્સપ્લાન્ટની પણ જરૂર પડે છે. પરંતુ શરૂઆતી તબક્કામાં સારવાર અને લાઇફસ્ટાઇલમાં ફેરફારથી લીવરને સુરક્ષિત રાખી શકાય છે.

આંખમાં જોવા મળે છે આ સમસ્યા
આંખ વિશે જાણકારી આપનાર allaboutvision અનુસાર શરૂઆતમાં લીવરની સમસ્યાના લક્ષણ સ્પષ્ટ દેખાતા નથી. ઘણા લોકોને લાંબા સમય સુધી કોઈ ખાસ મુશ્કેલી થતી નથી. પરંતુ જ્યારે બીમારી વધવા લાગે છે તો કેટલાક સામાન્ય સંકેત જોવા મળે છે, જેમ સતત થાક લાગવો, સ્નાયુમાં નબળાઈ, ભૂખ ઓછી લાગવી, ત્વચામાં ખંજવાળ, પેટમાં દુખાવો કે ઉલ્ટી જેવી સમસ્યા.
જ્યારે લીવરની બીમારી વધુ ગંભીર થઈ જાય ત્યારે તેની અસર આંખ પર પણ જોવા મળે છે. સૌથી સામાન્ય લક્ષણ આંખ પીળી પડી જાય છે, જેને કમળો કહેવામાં આવે છે. આ ત્યારે થાય છે જ્યારે શરીરમાં બિલીરૂબિન નામનું પીળું પેગમેન્ટ વધુ માત્રામાં જમા થાય છે. સામાન્ય સ્થિતિમાં લીવર જૂની રક્ત કોશિકાઓથી બનનાર પિગમેન્ટને શરીરની બહાર કાઢી નાખે છે, પરંતુ લીવર ખરાબ થવા પર આ પ્રક્રિયા પ્રભાવિત થાય છે.
કેટલાક કિસ્સાઓમાં, લીવર સંબંધિત સમસ્યાઓ પણ સૂકી આંખોનું કારણ બની શકે છે. આ સિવાય લાંબા સમય સુધી લીવરની બીમારી રહેવા પર શરીરમાં વિટામિન એની કમી થઈ શકે ચે, જેથી રાત્રે જોવામાં સમસ્યા, આંખ સૂકી પડી જવી કે કોર્નિયા સાથે જોડાયેલી સમસ્યા હોઈ શકે છે. કેટલાક લોકોના પાપણની આસપાસ પીળા કલરની એક નાની ગાંઠ જેખાવા લાગે છે, જેને ઝેન્થેલાસ્મા કહેવામાં આવે છે.
આંખમાં ક્યારે જોવા મળે છે કેન્સરના લક્ષણ?
vinmec ના રિપોર્ટ અનુસાર કમળો લીવર કેન્સરના અંતિમ તબક્કામાં દેખાનાર એક મહત્વનું લક્ષણ હોઈ શકે છે. જ્યારે લીવરમાં ટ્યુમર વધવા લાગે છે તો તે બાઇલ ડક્ટ પર દબાવ બનાવે છે, જેનાથી બિલીરૂબિન વધી જાય છે. આ કારણે આંખ અને ત્વચા પીળી પડી શકે છે, આ સિવાય પેશાબનો રંગ ઘેરો અને ખંજવાળ જેવી મુશ્કેલી પણ થઈ શકે છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
