બીટ સુપરફુડ છે. બીટને લઈ મોટાભાગના લોકો એવું માને છે કે બીટ ખાવ એટલે શરીરમાં લોહી વધે. લોહી વધારવાના ચક્કરમાં બીટ ખાવાનું શરુ કરી દેશો તો મુશ્કેલીમાં મુકાઈ જશો. કારણ કે દરેક વ્યક્તિ માટે બીટ લાભકારી નથી. કેટલાક લોકો બીટ ખાય તો તેમને બીટુરિયા સહિતની ગંભીર હેલ્થ પ્રોબ્લેમ પણ થઈ શકે છે. આજે તમને જણાવીએ બીટ કોણે કોણે ન ખાવું.
બીટ સલાડમાં ઉપયોગમાં લેવાતું કંદમૂળ છે. બીટ પૌષ્ટિક હોય છે. બીટ સૌથી વધારે હિમોગ્લોબિન વધારવા માટે પ્રખ્યાત છે. બીટમાં લોહી વધારતાં ગુણ સિવાય અન્ય ઘણા ગુણ છે જેના કારણે તેને સુપરફુડ કહેવામાં આવે છે. બીટ કોઈને ન ભાવતું હોય તો પણ ઘરમાં બીટ ખાવાનો આગ્રહ કરવામાં આવે છે. બીટનો ઉપયોગ જ્યૂસ તરીકે અથવા તો સલાડ તરીકે સૌથી વધુ કરવામાં આવે છે. જો કે બીટ ખાવું દરેક વ્યક્તિ માટે હેલ્થી નથી. કેટલાક લોકોને બીટ નુકસાન પણ કરી શકે છે.
બીટના પોષકતત્વો અને બીટથી થતા લાભ
બીટમાં કેલેરી ઓછી હોય છે તે સૌથી મોટો ગુણ છે. આ સિવાય બીટ ફાઈબર, ફોલેટ, વિટામિન સી, પોટેશિયમ, આયરનથી ભરપુર હોય છે. બીટમાં નેચરલ સુગર હોય છે. આ સિવાય તેમાંથી પ્રોટીન અને કાર્બ્સ પણ છે. ખાસ વાત એ છે કે બીટમાં 88 ટકા પાણી હોય છે. આ પોષકતત્વોના કારમે બીટ હાર્ટ હેલ્થમાં સપોર્ટ કરે છે, હિમોગ્લોબીન વધારવામાં મદદ કરે છે, બીટ રક્ત વાહિકાઓને આરામ આપે છે. જો કે આટલા ફાયદા કરતું બીટ કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓમાં આડઅસર પણ કરી શકે છે. તો ચાલો જાણીએ બીટ ખાવાથી કોને નુકસાન થઈ શકે છે.
બીટ ખાવાથી થતી આડઅસરો

પથરી
બીટમાં ઓક્સાલેટનું પ્રમાણ વધારે હોય છે. તેથી વધારે માત્રામાં અથવા તો નિયમિત બીટનો રસ એવા લોકોએ ન પીવો જોઈએ જેમને કિડની સંબંધિત કોઈ સમસ્યા કે પછી પથરી હોય. બીટના કારણે કિડનીમાં પથરી બનવાનું જોખમ પણ વધે છે. તેથી પથરી હોય તેમણે બીટ ખાવાનું ટાળવું જોઈએ.
લો બ્લડ પ્રેશર
બીટમાં રહેલું નાઈટ્રેટ બ્લડ પ્રેશર ઓછું કરવામાં મદદ કરે છે. બીટનો રસ નિયમિત પીવાથી બીપી ઓછું થઈ શકે છે. જે લોકોને પહેલાથી જ બીપી લો રહેતું હોય તેમની તકલીફ બીટ ખાવાથી ગંભીર થઈ શકે છે. આ સ્થિતિમાં તેમને ચક્કર આવવા, નબળાઈ અને બેભાન થઈ જવા જેવી તકલીફો થઈ શકે છે.

ગંભીર એલર્જી
બીટ ખાવાથી એલર્જી થાય તેવા મામલા ઓછા જોવા મળે છે પરંતુ બીટના કારણે એનાફિલેક્સિસ નામની એલર્જી થઈ શકે છે. આ સ્થિતિમાં બીટ ખાધા પછી શરીરમાં લાલ નિશાન, ખંજવાળ, સોજા કે શ્વાસ લેવામાં સમસ્યા જેવા લક્ષણો દેખાવા લાગે છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455