જો અચાનક કોઈ જીવાત કરડી જાય તો તેના કારણે સ્કિન પર લાલ ચકામા, બળતરા થવાની સાથે રિએકશન આવવા લાગે છે. આ સમયે જો યોગ્ય પ્રાથમિક સારવાર ન મળે તો બગ બાઈટના કારણે સ્કિન ઈન્ફેકશન વધી શકે છે. જો તમને ખબર નથી કે જીવાત કરડે ત્યારે સ્કિન પર સૌથી પહેલા શું લગાડવું તો ચાલો તમને જણાવીએ.
મધમાખી, મચ્છર, ઝેરી જીવાત, ભમરી સહિતના જંતુઓ કરડી જાય તો ત્વચા પર બળતરા અને ખંજવાળ વધી જાય છે. બાળકો ગાર્ડનમાં રમતા હોય ત્યારે ઘાસમાં ફરતી જીવાત કરડી જાય તેવું રિસ્ક રહે છે. જ્યારે અચાનક કોઈ જીવાત કરડી જાય તો તેના પર તુરંત શું લગાડવું તે જાણવું જરૂરી છે. આ જાણકારી એવી છે જે દરેકને હોવી જોઈએ. કોઈપણ ઈજા કે સમસ્યા થાય ત્યારે તેની પ્રાથમિક સારવાર મહત્વની હોય છે. તો ચાલો આજે જણાવીએ કે જીવાત કરડે પછી પ્રાથમિક સારવાર કઈ રીતે આપવી અને સ્કિન પર શું લગાડવું.

ગરમી ધીરે ધીરે વધી રહી છે. તેવામાં સાંજના સમયે બાળકો ખુલ્લા મેદાનમાં કે ગાર્ડનમાં રમતા હોય છે. આવી જગ્યાએ અલગ અલગ પ્રકારના જીવજંતુઓ ફરતા હોય છે. આવા જંતુઓ કરડી જાય તો મુશ્કેલી થઈ જાય છે. જીવાત કરડવાના કારણે સ્કિન લાલ થઈ જાય છે, ત્વચા પર બળતરા થાય છે, ફોડલીઓ પડવા લાગે છે. આવા સમયે પ્રાથમિક સારવાર તરીકે ઘરમાં રહેલી કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરી શકાય છે.
જીવાત કરડી હોય ત્યાં શું લગાડી શકાય ?
બરફ
બાળકને મચ્છર કે અન્ય જંતુ કરડ્યા પછી સ્કિન પર ખંજવાળ વધારે આવતી હોય તો તેના પર બરફ લગાડો. બરફનો શેક કોઈપણ વ્યક્તિ કરી શકે છે. બરફનો શેક કરવાથી સ્કિનને ઠંડક મળે છે અને સોજો ઓછો થાય છે. બરફને ડાયરેક્ટ સ્કિન પર ન લગાવો. બરફને રુમાલમાં બાંધી શેક કરો, શેક કરવા માટે તમે આઈસ પેકનો ઉપયોગ કરી શકો છો.
મધ
મધ એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ ધરાવે છે. જીવાત કરડી હોય તે જગ્યાએ મધ લગાડી શકાય છે. મધના પોષકતત્વો સોજો ઓછો કરવામાં મદદ કરશે. જે જગ્યાએ જીવાત કરડી હોય ત્યાં મધની એક લેયર કરી દો. તેનાથી ત્વચાને રાહત મળશે.
એલોવેરા જેલ
એલોવેરા જેલ પણ સ્કિન માટે લાભકારી છે. એલોવેરા જેલમાં સેલિસિલિક એસિડ હોય છે. એલોવેરા જેલ લગાડવાથી ત્વચા પર આવતી ખંજવાળ અને બળતરા ઓછી થાય છે અને સ્કિનને ઠંડક મળે છે.

ટી બેગ્સ
બગ બાઈટ પર ટી બેગ્સ પણ યુઝ કરી શકો છો. ટી બેગને 5 મિનિટ ગરમ પાણીમાં રાખી દો અને પછી તેનું પાણી કાઢી ટી બેગને જીવાત કરડી હોય તેના પર 5 મિનિટ રાખો. ધ્યાન રાખવું કે ટી બેગ ગરમ ન હોય.
ડોક્ટર પાસે ક્યારે જવું ?
જીવાત કરડે પછી પ્રાથમિક સારવાર બાદ થોડા સમયમાં બળતરા અને દુખાવો ઓછો થવા લાગે છે. પરંતુ જે જગ્યાએ ડંખ હોય ત્યાં દુખાવો વધતો જાય, ખંજવાળ કે બળતરા સ્કિનમાં વધી રહી હોય તો તુરંત ડોક્ટરનો સંપર્ક કરવો. ઘણીવાર ઝેરી જીવાત કરડે તો સ્કિન પર પસ દેખાવા લાગે છે. ડંખ હોય તે ભાગ ખોટો પડી ગયો હોય તેવું પણ લાગી શકે છે. જો ડંખની જગ્યાએ સોજો આવી જાય તો પણ તુરંત ડોક્ટરને મળો. જીવાત કરડ્યા પછી તાવ આવે, ઉલટી થાય કે ગભરામણ થાય તો પણ ડોક્ટર પાસે તુરંત પહોંચી જવું.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
