વાતાવરણમાં ફેરફાર થાય એટલે તેની અસર બાળકોના સ્વાસ્થ્ય પર પડે છે. બાળકને થોડી ઉધરસ થાય કે તુરંત કફ સીરપ આપી દેવું ખતરનાક સાબિત થઈ શકે છે. આજે તમને એવી નેચરલ વસ્તુઓ વિશે જણાવીએ જેને તમે બાળકને કફ દરમિયાન આપી શકો છો.
મધ્યપ્રદેશમાં કફ સીરપ પીધા પછી 10 થી વધુ બાળકોના મોત થયાની ઘટના બની છે. આ ઘટના પછી દરેક મા-બાપને ચિંતા થવા લાગી છે સાથે જ તંત્ર પણ હરકતમાં આવી ગયું છે. આ ઘટના પછી ભારત સરકારના સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી બધાને કફ સીરપનો યોગ્ય રીતે ઉપયોગ કરવાની પણ સલાહ આપવામાં આવી છે. સામાન્ય રીતે ઉધરસ થાય તો જાતે જ મટી જાય છે. બાળકને જરા ઉધરસ આવે કે તુરંત જ કફ સીરપ આપી દેવું યોગ્ય નથી કે ખતરનાક પણ સાબિત થઈ શકે છે.
વાતાવરણ બદલે એટલે બાળકોને શરદી અને ઉધરસ થઈ જાય તે સામાન્ય વાત છે. જો બાળકને વધારે દિવસો સુધી શરદી ઉધરસ રહે તો તુરંત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. પરંતુ ઘણી વખત માતા-પિતા બાળકને થોડી ઉધરસ થાય કે તુરંત જ કફ સીરપ આપી દેતા હોય છે જેથી બાળકને ઝડપથી રાહત થઈ જાય પરંતુ શું તમે જાણો છો કે આ રીતે ઉતાવળમાં બાળકને સીરપ પીવડાવી દેવું નુકસાનકારક સાબિત થઈ શકે છે?

સામાન્ય ઉધરસમાં પણ કફ સીરપ આપી દેવું જરૂરી નથી. એવા ઘરેલુ અને કુદરતી ઉપચાર પણ છે જેની મદદથી તમે બાળકને ઉધરસથી રાહત અપાવી શકો છો. આ વસ્તુઓ શરીરને અંદરથી મજબૂત પણ બનાવે છે અને સૌથી સારી વાત એ છે કે તેનાથી બાળકને કોઈ આડ અસર પણ થતી નથી.
આદુ અને મધ
મધમાં એન્ટી બેક્ટેરિયલ પ્રોપર્ટીઝ હોય છે અને આદુ સોજા અને ઇન્ફેક્શનને ઓછું કરવામાં મદદ કરે છે. અડધી ચમચી મધમાં આદુનો રસ મિક્સ કરી બાળકને દિવસમાં બે વખત આપો. આ બંને વસ્તુ ગળાની ખરાશ અને ઉધરસ બંનેમાં અસરદાર છે.
હળદરવાળું દૂધ
હળદર એક નેચરલ એન્ટિ સેપ્ટિક અને ઇમ્યુનિટી બુસ્ટ કરનાર વસ્તુ છે. રાત્રે સુતા પહેલા બાળકને હુંફાળા ગરમ દૂધમાં હળદર ઉમેરીને પીવડાવો તેનાથી ગળામાં આવેલો સોજો ઓછો થશે અને ઉધરસથી રાહત મળશે.
તુલસી અને મધ
તુલસીના પાન પણ ઉધરસ અને શરદીમાં અસરદાર માનવામાં આવે છે. તુલસીના પાનને પાણીમાં ઉકાળો ત્યાર પછી ગેસ બંધ કરી ગરમ પાણીને કપમાં ગાળો અને તેમાં મધ ઉમેરો. ત્યાર પછી આ પાણી બાળકને ધીરે ધીરે પીવડાવો તેનાથી છાતીમાં જામેલો કફ પણ છૂટો પડી જાય છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
