આપણું હાર્ટ, કિડની, લિવર હેલ્થી રહે તેનો આધાર આપણી ગટ હેલ્થ પર છે. ગટ હેલ્થ ખરાબ હોય તો શરીર રોગનું ઘર બની જાય છે. એટલા માટે જ ગટ હેલ્થ સુધારવા પર ભાર મુકવામાં આવે છે. ગટ હેલ્થ સારી રાખવાનું કામ શરીરમાં રહેલા ગુડ બેક્ટેરિયા કરે છે. જો તમે ગટ હેલ્થ પર ધ્યાન આપશો તો શરીરને નિરોગી રાખવા દવા ખાવાની જરૂર પણ નહીં પડે.
હેલ્થની વાત આવે તો મોટાભાગે હાર્ટ, કિડની, લીવર સહિતના અંગોના સ્વાસ્થ્ય વિશે જ ચર્ચા થતી હોય છે. પરંતુ શું તમે જાણો છો કે આ અંગો કંઈ પણ કર્યા વિના પણ હેલ્ધી રહી શકે જો ગટ હેલ્થ સારી હોય. ગટ હેલ્થ એટલે કે આંતરડાના સ્વાસ્થ્ય વિશે ચર્ચા ઓછી થાય છે પરંતુ જો ગટ હેલ્થ સારી ન હોય તો તેનાથી શરીરના જરૂરી અંગો અને શરીરની રોગપ્રતિકારક શક્તિ પ્રભાવિત થાય છે. ગટ હેલ્થ શરીરના સ્વાસ્થ્યને સારું રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ગટ હેલ્થ ખરાબ હોય તો તેના કારણે શરીરના મહત્વના અંગોને પણ અસર થાય છે અને સાથે જ સ્કીનનું સ્વાસ્થ્ય, વાળનું સ્વાસ્થ્ય અને મૂડને પણ અસર થાય છે. ટૂંકમાં કહીએ તો ગટ હેલ્થ સારી હોવી ઓવર ઓલ હેલ્થ માટે જરૂરી છે.

હેલ્થ એક્સપર્ટ પણ લોકોને ગટ હેલ્થ સારી રાખવા માટે પ્રોત્સાહિત કરતા હોય છે. ગટ હેલ્થ એટલે કે આંતરડાનું સ્વાસ્થ્ય. જો આંતરડાનું સ્વાસ્થ્ય ખરાબ હોય તો તેના કારણે શરીરમાં અલગ અલગ સમસ્યાઓ વધે છે. ખાધેલા ખોરાકના પાચન સિવાય ખોરાકમાં રહેલા પોષક તત્વોને અવશોષિત કરવામાં પણ આંતરડા મદદ કરે છે. આંતરડા સારી રીતે કામ કરતા હોય તો જ શરીરને જરૂરી પોષક તત્વો મળે છે અને ખોરાકમાંથી વધેલો વેસ્ટ શરીરમાંથી બહાર નીકળે છે. જો આંતરડાનું સ્વાસ્થ્ય કે તેનું કાર્ય પ્રભાવિત થાય તો શરીરના અંગોને જરૂરી પોષક તત્વો મળતા નથી અને શરીરમાંથી વેસ્ટ મટીરિયલ બહાર નીકળતું પણ નથી. એટલા માટે જ જેટલું ધ્યાન હૃદય, કિડની અને લીવરનું રાખવું જરૂરી છે એટલું જ ધ્યાન આંતરડાના સ્વાસ્થ્ય પર આપવું પણ જરૂરી છે. આંતરડાનું સ્વાસ્થ્ય સારું રહે તેવી કુદરતી વ્યવસ્થા શરીરમાં હોય જ છે જરૂરી છે કે આ વ્યવસ્થાને જાળવી રાખવી.
આંતરડાનું સ્વાસ્થ્ય અને ગુડ બેક્ટેરિયા
ગટ હેલ્થ સારી રહે તે માટેની વ્યવસ્થા કુદરતી રીતે શરીરમાં હોય છે. આંતરડાનું સ્વાસ્થ્ય સારું રાખવાનું મહત્વપૂર્ણ કામ શરીરમાં રહેલા ગુડ બેક્ટેરિયા કરે છે. આપણા શરીરમાં અરબોની સંખ્યામાં ગુડ બેક્ટેરિયા હોય છે. આ ગુડ બેક્ટેરિયા આંતરડાનું સ્વાસ્થ્ય સારું રાખવામાં મદદ કરે છે. પરંતુ જ્યારે નિયમિત રીતે જંક ફૂડ કે ફાસ્ટ ફૂડ ખવાતું હોય ત્યારે શરીરમાં રહેલા ગુડ બેક્ટેરિયાનું સંતુલન બગડે છે અને સાથે ગટ હેલ્થ પણ બગડે છે. આ સિવાય બેઠાડું જીવનશૈલી હોય, સ્ટ્રેસ વધારે હોય ત્યારે પણ આંતરડાના ગુડ બેક્ટેરિયાની સંખ્યા ઝડપથી ઘટવા લાગે છે. ગુડ બેક્ટેરિયાનું સંતુલન બગડે ત્યારે શરીરમાં કેટલાક લક્ષણો જોવા મળે છે જેને આંતરડાની નબળાઈ પણ કહેવામાં આવે છે.
ખરાબ ગટ હેલ્થના લક્ષણો

શરીરમાં ગુડ બેક્ટેરિયા ઓછા થવા અને આંતરડાનું સ્વાસ્થ્ય બગડે ત્યારે કેટલાક લક્ષણો જોવા મળે છે. આ લક્ષણો પરથી કહી શકાય છે કે આંતરડા નબળા છે અથવા તો બરાબર રીતે કામ નથી કરી રહ્યા. આ લક્ષણો જોવા મળે તો સમજી લેવું કે શરીરમાં ગુડ બેક્ટેરિયા વધારવાની પણ જરૂર છે.
1. જમ્યા પછી પેટ ફુલવું અથવા ગેસ થઈ જવો.
2. સતત કબજિયાત રહેવી અથવા તો મળ ત્યાગની પ્રક્રિયા અનિયમિત થઈ જ
3. વારંવાર મીઠાઈ ખાવાની ઈચ્છા થવી.
4. ત્વચા સંબંધિત સમસ્યાઓ વધી જવી પણ ખરાબ ઘટ હેલ્થનું લક્ષણ છે.
5. જમ્યા પછી પેટમાં દુખાવો થવો અથવા મોઢામાંથી વાસ આવવી.
6. નબળી રોગપ્રતિકારક શક્તિ પણ ખરાબ ગટ હેલ્થનું લક્ષણ હોઈ શકે છે.
શરીરમાં ગુડ બેક્ટેરિયા વધારવાની રીત

શરીરમાં ગુડ બેક્ટેરિયા વધી જાય તો આંતરડાનું સ્વાસ્થ્ય આપોઆપ ઠીક થઈ જાય છે. તેથી જો ઉપર જણાવેલા લક્ષણો જણાતા હોય તો શરીરમાં ગુડ બેક્ટેરિયા વધે તેવો આહાર લેવો, તેનાથી આંતરડાનું સ્વાસ્થ્ય પણ સુધરવા લાગશે. શરીરમાં ગુડ બેક્ટેરિયા વધારવા માટે આહારમાં પ્રોબાયોટિક ફૂડ લેવું જોઈએ. પ્રોબાયોટિક ફૂડ શરીરમાં ગુડ બેક્ટેરિયા વધારે છે અને આંતરડાનું સ્વાસ્થ્ય મજબૂત કરે છે. પ્રોબાયોટિક ફૂડમાં ફર્મેન્ટેડ વસ્તુઓનો સમાવેશ થાય છે. જેમકે તમે નિયમિત દહીં ખાઈ શકો છો, ઘરે બનાવેલું અથાણું ખાઈ શકો છો, આહાર સાથે છાશ પી શકો છો.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
