મહિલાઓને 30 વર્ષની ઉંમર પછી અલગ અલગ સ્વાસ્થ્ય સમસ્યાનો સામનો કરવો પડે છે. આ સમસ્યાઓનો દવા વિના ઈલાજ કરવો હોય તો રોજ સવારે પાણીમાં પલાળેલી કાળી દ્રાક્ષ ખાવાનું શરુ કરી દો. કાળી દ્રાક્ષ ખાવાથી શરીરને એવા ફાયદા થશે જેના વિશે તમે કલ્પના પણ નહીં કરી હોય.
મહિલાઓને 30 વર્ષની ઉંમર વટાવ્યા પછી અલગ અલગ સમસ્યાનો સામનો કરવો પડે છે. એમાંથી મોટાભાગની સમસ્યાઓ હોર્મોન્સમાં થતા ફેરફારના કારણે થતી હોય છે. વધતી વયે હાડકા નબળા પડવા, એનીમિયા, એજીંગ જેવી સમસ્યાઓ થવા લાગે છે. તેમાં પણ જો સ્ટ્રેસ, ખરાબ લાઈફસ્ટાઈલ હોય તો આ તકલીફો ઝડપથી વધે છે. આ તકલીફને દવા વિના મટાડવી હોય તો ડાયટમાં કાળી દ્રાક્ષ એડ કરી લો.
કાળી દ્રાક્ષ મહિલાઓ માટે વરદાન સાબિત થાય છે. કાળી દ્રાક્ષ સ્વાદમાં મીઠી, સોફ્ટ અને પૌષ્ટિક હોય છે. કાળી દ્રાક્ષમાં નેચરલ સુગર, વિટામિન અને મિનરલ્સ હોય છે. કાળી દ્રાક્ષ શરીરને તુરંત એનર્જી આપે છે. સુકી કાળી દ્રાક્ષ વિટામિન સી, કેલ્શિયમ, પોટેશિમય અને ફાઈબરથી ભરપુર હોય છે.

કાળી દ્રાક્ષ ખાવાની રીત
કાળી દ્રાક્ષને અલગ અલગ રીતે ડાયટમાં સામેલ કરી શકાય છે. પરંતુ સૌથી બેસ્ટ છે કે રાત્રે કાળી દ્રાક્ષને પાણીમાં પલાળી સવારે પલાળેલી દ્રાક્ષ ખાવી અને તેનું પાણી પી જવું. મહિલાઓ આ રીતે કાળી દ્રાક્ષ રોજ ખાય છે તો તેને નીચે દર્શાવ્યાનુસારના લાભ થઈ શકે છે.
કાળી દ્રાક્ષ ખાવાથી મહિલાઓને થતા ફાયદા
હિમોગ્લોબીન વધારે છે
કાળી દ્રાક્ષ આયરનથી ભરપુર હોય છે. પલાળેલી કાળી દ્રાક્ષ ખાવાથી શરીરમાં હીમોગ્લોબિન વધારવામાં મદદ મળે છે. જે મહિલાઓને એનીમિયા હોય કે હિમોગ્લોબીન ઓછું હોય તેઓ રોજ કાળી દ્રાક્ષ પાણીમાં પલાળીને ખાય તો તેને ફાયદો થઈ શકે છે.
પાચનની સમસ્યા દુર થશે.
કાળી દ્રાક્ષ પાચનની સમસ્યાઓ દુર કરશે. કાળી દ્રાક્ષમાં ડાયટરી ફાઈબર હોય છે તેથી કાળી દ્રાક્ષ કબજિયાત, ગેસ, પેટ ફુલવા જેવી સમસ્યાથી રાહત આપી શકે છે. કાળી દ્રાક્ષ ખાવાથી પેટની તકલીફોથી રાહત મળે છે. કાળી દ્રાક્ષ ઠંડક કરનાર પણ છે. તેને ખાવાથી છાતીની બળતરા શાંત થાય છે.
હાડકા મજબૂત થશે
મહિલાઓ માટે કાળી દ્રાક્ષ એટલા માટે પણ લાભકારી છે કે તેને ખાવાથી હાડકા મજબૂત થાય છે. કાળી દ્રાક્ષમાં કેલ્શિયમ અને બોરોન હોય છે જે હાડકાને મજબૂત કરે છે અને સાંધાની સમસ્યાથી રાહત આપે છે.

સ્કિન યુવાન રહેશે
કાળી દ્રાક્ષ એન્ટી ઓક્સીડન્ટથી ભરપુર હોય છે. કાળી દ્રાક્ષ ખાવાથી સ્કિન ડિટોક્સ થઈ જાય છે. નિયમિત પલાળેલી કાળી દ્રાક્ષ ખાવાથી ચહેરાની કરચલીઓ ઓછી થાય છે અને સ્કિન સાફ તેમજ ચમકદાર દેખાય છે.
એનર્જી જળવાઈ રહેશે
મહિલાઓને ઘરમાં પણ આખો દિવસ દોડધામ રહેતી હોય છે. જેના કારણે થાક, નબળાઈ રહે છે. કિશમિશમાં રહેલી નેચરલ શુગર શરીરને તુરંત એનર્જી આપે છે. દિવસની શરુઆત પલાળેલી દ્રાક્ષ ખાઈને કરશો તો ધીરે ધીરે થાક લાગવાની સમસ્યા દુર થઈ જશે.
હોર્મોન બેલેન્સ કરશે
30 વર્ષ પછી મહિલાઓને મોટાભાગની સમસ્યા હોર્મોનલ ઈમ્બેલેન્સના કારણે થાય છે. આવા સમયે કાળી દ્રાક્ષ ખાવાથી રાહત એટલા માટે મળી શકે કે તેનાથી હોર્મોન બેલેન્સ થાય છે. પીસીઓએસ, પીસીઓડી, પ્રી-મેનોપોઝ, મેનોપોઝ સમયે જે મૂડ સ્વિંગ સહિતની સમસ્યા થાય છે તેમાં કાળી દ્રાક્ષ ખાવાથી રાહત મળી શકે છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
