શિયાળામાં પેટની તકલીફો વધી જતી હોય છે. આ તકલીફોથી છુટકારો મેળવવો હોય તો બસ એક વસ્તુ ખાવાનું શરુ કરી દો. આ વસ્તુ 7 દિવસ સુધી ખાશો એટલે તમને શરીરમાં સારા ફેરફાર થતા દેખાશે. તો ચાલો તમને જણાવીએ આ વસ્તુ કઈ છે અને તેને કેવી રીતે ખાવી.
સાયલિયમ હસ્ક એટલે કે ઈસબગુલ એવી જડીબુટી છે જેનો ઉપયોગ વર્ષોથી પાચન સંબંધિત સમસ્યા દુર કરવા માટે કરવામાં આવે છે. ઈસબગુલ તેના સ્વાસ્થ્ય લાભોના કારણે પ્રસિદ્ધ છે. પરંતુ લોકો ઈસબગુલના બધા જ લાભ વિશે જાણતા નથી. ઈસબગુલનો ઉપયોગ મોટાભાગે કબજિયાત સહિતની પાચનની તકલીફો માટે જ લેવામાં આવે છે. પરંતુ હકિકતમાં આ સફેદ ભૂસી શરીરની ઘણી સમસ્યામાં ફાયદો કરી શકે છે.
ઈસબગુલ એક છોડના બીજમાંથી મળે છે. જેનો ઉપયોગ વર્ષોથી પારંપરિક ઔષધિઓમાં કરવામાં આવે છે. તેનું સેવન કરવાથી આંતરડામાં જામેલી ગંદકી પણ સાફ થઈ જાય છે. જો તમે 7 દિવસ સુધી ઈસબગુલનું સેવન કરો છો તો પણ તમને શરીરમાં પોઝિટિવ ફેરફાર દેખાવા લાગે છે. આજે તમને ઈસબગુલના આવા જ ચમત્કારી લાભ વિશે જણાવીએ.
ઈસબગુલ ખાવાના ફાયદા

1. ઈસબગુલ ખાવાનો સૌથી પહેલા ફાયદો પાચનતંત્રને થાય છે. ઈસબગુલ કુદરતી રેચક તરીકે કામ કરે છે. તે પાણીને અવશોષિત કરી મળને નરમ બનાવે છે. જેના કારણે મળ ત્યાગ સરળ થઈ જાય છે. જાણીને નવાઈ લાગશે કે ઈસબગુલ ઝાડા થયા હોય ત્યારે લેવાથી પણ ફાયદો કરે છે. ઈસબગુલ આંતરડા સાફ કરવામાં અને હાનિકારક પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરે છે.
2. ઈસબગુલમાં રહેલું ઘુલનશીલ ફાઈબર પિત્ત અમ્બો સાથે જોડાય છે જેને શરીર ઉત્સર્જિત કરે છે. તેનાથી બેડ કોલેસ્ટ્રોલ સ્તર ઓછું કરવામાં મદદ મળે છે. ઈસબગુલ બેડ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે.
3. ફાઈબરથી ભરપુર ઈસબગુલ ખોરાકમાંથી શુગરના અવશોષણની પ્રક્રિયાને સ્લો કરે છે. એટલે બ્લડ શુગર સ્પાઈક થતું નથી. ડાયાબિટીસના દર્દી માટે ઈસબગુલ ફાયદાકારક સાબિત થાય છે. તેનાથી બ્લડ શુગર કંટ્રોલ કરવામાં મદદ મળે છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
