સ્ટ્રેસ આજના સમયમાં દરેક વ્યક્તિને રહે છે. જો સમય રહેતા તેને કંટ્રોલ કરવામાં ન આવે તો તેનો ખરાબ પ્રભાવ મન અને શરીર પર પડી શકે છે. આજે તમને એવી આદતો વિશે જણાવીએ જેને અપનાવવાથી સ્ટ્રેસ ઓછો કરવામાં મદદ મળે છે.
જિંદગીમાં લોકો પર્સનલ અને પ્રોફેશનલ લાઇફના સ્ટ્રેસથી પરેશાન હોય છે. સ્ટ્રેટ ન લેવો જોઈએ તે વાત સૌને ખબર છે પરંતુ પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ બેલેન્સ કરતી વખતે ચિંતા અને તણાવ થાય તે સ્વાભાવિક વાત છે. આખા દિવસની દોડધામ, કામ, સંબંધો, આર્થિક સમસ્યાઓ અને અન્ય કારણોના લીધે તણાવ રહે છે. જો સ્ટ્રેસ મેનેજ કરવામાં ન આવે તો તે મેન્ટલ અને ફિઝિકલ હેલ્થને ખરાબ કરે છે. મેન્ટલ સ્ટ્રેસને દૂર કરવાની ટેકનિક આજે તમને જણાવીએ. આખા દિવસ દરમિયાન મનમાં જે પણ વાતની ચિંતા હોય તેને રાત્રે સુતા પહેલા દૂર કરવા શું કરવું ચાલો જાણીએ.

રાતના સમયે લોકો આખા દિવસના કામને પૂરા કરીને આરામ કરતા હોય છે. સ્ટ્રેસ ન આવે તે માટે લોકો ટીવી અને સોશિયલ મીડિયા પર સમય પસાર કરે છે પરંતુ આ આદતને બદલે તમે કેટલીક એવી આદતો અપનાવી શકો છો જેનાથી સ્ટ્રેસ મેનેજ કરવામાં મદદ મળી શકે છે. આ આદતો ખરેખર અસરકારક છે અને તેનાથી તુરંત ફાયદો પણ જોવા મળશે.
ડિજિટલ ડિટોક્સ
ઘરે પહોંચ્યા પછી મોબાઇલ કે ટીવીમાં સમય પસાર કરવાનું બંધ કરી દેવું જોઈએ. ડિજિટલ ઉપકરણોમાંથી જે બ્લુ લાઈટ નીકળે છે તે ઊંઘમાં બાધા ઉત્પન્ન કરે છે તેથી પ્રયત્નો કરો કે સુવાના સમયના એક કલાક પહેલાથી મોબાઈલ લેપટોપ કે ટીવીનો ઉપયોગ બંધ કરી દો. જો ઊંઘ ન આવતી હોય તો પરિવાર સાથે બેસીને વાતચીત કરો અથવા તો પુસ્તક વાંચો..
ડીપ બ્રિધીંગ
સુતા પહેલા રોજ મેડીટેશન અથવા ડીપ બ્રિધીંગ કરવું જોઈએ. તેનાથી સ્ટ્રેસ મેનેજ કરવામાં મદદ મળે છે. તેના માટે બેડ પર શાંત વાતાવરણમાં બેસો અને આંખ બંધ કરી શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરો. તેનાથી મગજ અને શરીર રિલેક્સ થાય છે અને ઊંઘ પણ સારી અને ઝડપથી આવે છે. આ વસ્તુ એવા લોકો માટે વધારે ફાયદાકારક છે જે રાત્રે સુતા પહેલા દિવસભરની વાતો પર ઓવર થીંકીંગ કરતા હોય.

સેલ્ફ કેર
રાત્રે બધા જ કામ પૂરા થઈ જાય પછી પોતાના માટે સમય કાઢો. જેમકે સુતા પહેલા હુંફાળા પાણીથી નહાવું, ત્યાર પછી સ્કીન કેર પર ધ્યાન આપો. સપ્તાહમાં બે ત્રણ વખત હોમમેડ ફેસપેક લગાવો. શાંતિથી બેસીને પોતાની સાથે સમય પસાર કરો.
ડાયરી મેન્ટેન કરો
એક્સપર્ટ અનુસાર મગજને રિલેક્સ કરવાની આ સૌથી સારી રીત છે. તમે એક ડાયરી મેન્ટેન કરી શકો છો જેમાં આખા દિવસની એક્ટિવિટી અને તમારી ફીલિંગ્સ વિશે લખો. જે વાત તમને પરેશાન કરતી હોય તેને પણ ડાયરીમાં લખો. આમ કરવાથી મન હળવું થઈ જશે. જે લોકોને નેગેટિવ વિચાર વધારે આવતા હોય તેમણે ડાયરીમાં પોઝિટિવ વાતો લખવી જોઈએ

યોગ અથવા સ્ટ્રેચિંગ કરો
સુતા પહેલા લાઈટ યોગ અથવા સ્ટ્રેચિંગ કરવાથી પણ શરીરના સ્નાયુ રિલેક્સ થાય છે અને આખા દિવસનો થાક દૂર થઈ જાય છે.રાતના સમયે સવાસન કે બાલાસન કરી શકાય છે તેમાં વધારે મહેનત પણ નથી લાગતી અને મન અને શરીરને આરામ મળે છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
