શરીરમાં કેટલાક એવા ફેરફાર જેને આપણે હંમેશા નજરઅંદાજ કરી દઈએ છીએ, તે કોઈ મોટી બીમારીનો સંકેત હોય છે. આવો તમને આ કેન્સરના સંકેત વિશે જણાવીએ.
આજના સમયમાં લોકોની જીવનશૈલી બદલાઈ ગઈ છે. બહારનું ખાવા-પીવાની આદત અને શારીરિક ગતિવિધિ ઓછી થઈ ગઈ છે, જેની સીધી અસર લિવર પર પડે છે. બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી, ખોટા ખાનપાન અને હેપેટાઇટિસ જેવા ઈન્ફેક્શનને કારણે લિવર કેન્સરના શરૂઆતી લક્ષણ હંમેશા લોકો સામાન્ય સમજી નજરઅંદાજ કરે છે. જ્યાં સુધી બીમારી ગંભીર બની જતી નથી, ત્યાં સુધી તેની જાણ થતી નથી. તેથી જરૂરી છે કે લિવર કેન્સરના શરૂઆતી સંકેતોને સમય રહેતા ઓળખવાની જરૂર છે. આવો તમને જણાવીએ તેના મુખ્ય લક્ષણ ક્યા છે.
શું હોય છે લક્ષણ?
Mayo Clinic અનુસાર લિવર કેન્સરના ઘણા લક્ષણ હોઈ શકે છે. તેમાંથી ચાર સંકેતો વિશે તમને જણાવીએ, જેની ઓળખ કરવી ખૂબ જરૂરી છે
દુખાવો અને સોજા
જો પેટના જમણા ભાગમાં ખાસ કરી પાંસળીની નીચે, સતત હળવો દુખાવો, ખેંચાણ, દબાવ કે સોજાનો અનુભવ થઈ રહ્યો હોય તો તેને ગેસ કે એસિડિટી સમજી નજરઅંદાજ ન કરો. આ દુખાવો ત્યારે થાય છે જ્યારે ટ્યુમરને કારણે લિવરનો આકાર વધવા લાગે છે અને આસપાસના ટિશ્યુ પર દબાવ વધવા લાગે છે. ઘણીવાર પેટમાં પાણી ભરાવાથી ભારેપણું અને ફૂલાયેલું હોય તેવો અનુભવ થઈ શકે છે.

વજન ઘટવું- ભૂખ ન લાગવી
જો ડાયટ કે એક્સરસાઇઝ વગર તમારૂ વજન ઝડપથી વધી રહ્યું હોય અને ખાવાની ઈચ્છા ઘટી રહી હોય તો તે ખતરાનો સંકેત હોઈ શકે છે. લિવર કેન્સર શરીરના મેટાબોલિઝ્મને પ્રભાવિત કરે છે. લિવર પાચનમાં મહત્વની ભૂમિકા નિભાવે છે, પરંતુ કેન્સરને કારણે આ પ્રક્રિયામાં સમસ્યા આવે છે. તેવામાં વ્યક્તિને પેટ ભરેલું લાગે છે, ભૂખ ઓછી લાગે છે અને શરીર જરૂરી પોષક તત્વોનું શોષણ કરી શકતું નથી, જેથી વજન ઘટવા લાગે છે.
કમળો
કમળો લિવર કેન્સરનું એક મહત્વનું લક્ષણ માનવામાં આવે છે. તેમાં ત્વચા, આંખોનો સફેદ ભાગ અને નખ પીળા પડવા લાગે છે. આવું ત્યારે થાય છે જ્યારે લિવર સારી રીતે કામ કરી શકતું નથી અને લોહીમાં બિલિરૂબિનની માત્રા વધી જાય છે. આ સાથે યુરિનનો રંગ પીળો કે ભૂરો થવો અને મળનો રંગ હળવો પડી જવો કમળા સાથે જોડાયેલા મહત્વના સંકેત છે. તેવામાં આ લક્ષણો જોવા મળે તો ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
સતત થાક અને નબળાઈ
જો થોડું કામ કર્યા બાદ તમને થાક અને નબળાઈનો અનુભવ થાય છે અને આરામ કર્યા બાદ પણ સારૂ નથી થતું તો તેને ગંભીરતાથી લો. લિવર કેન્સર શરીરની ઉર્જા બનાવવાની ક્ષમતાને પ્રભાવિત કરે છે. આ સિવાય એનીમિયા પણ આ થાકનું કારણ હોઈ શકે છે, કારણ કે લિવર રેડ બ્લડ સેલ્સના નિર્માણની પ્રક્રિયાને પ્રભાવિત કરે છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
