લીવર હેલ્ધી રહે તે ખૂબ જરૂરી હોય છે. જો તમે લીવરને હેલ્ધી રાખવા માંગો છો તો ઘરે બનાવેલા આ ડ્રિંક્સની મદદ લઈ શકો છો. આજે તમને એવી વસ્તુઓ વિશે જણાવીએ જે લીવરને હેલ્ધી રાખવાનું કામ કરે છે.
શરીરના સૌથી એક્ટિવ અંગોમાં લીવરનો સમાવેશ થાય છે. લીવર શરીરમાંથી ટોક્સિન ફિલ્ટર કરે છે અને ડાયજેશનમાં મદદ કરે છે. શરીરને નિરોગી અને સ્વસ્થ રાખવામાં લીવરનું સૌથી મોટું યોગદાન છે. પરંતુ પ્રોસેસ્ડ ફૂડ, સ્ટ્રેસ અને ખરાબ લાઈફસ્ટાઈલના કારણે લીવર પર પ્રેશર વધે છે અને તેના કારણે લીવર સંબંધિત સમસ્યાઓ પણ ઝડપથી થાય છે.
લીવર ડેમેજ થતું હોય તો સતત થાક લાગે, પેટ ફૂલી જાય, ત્વચા ડલ થઈ જાય અને પાચન સંબંધિત સમસ્યાનું જોખમ પણ વધી જાય છે. આ સ્થિતિમાં લીવરને હેલ્ધી રાખવા માટે તમે કેટલાક નેચરલ ટ્રિંક પી શકો છો. આ વસ્તુઓ પીવાથી લીવર સાફ રહે છે. આ વસ્તુઓની સૌથી મોટી ખાસિયત એ છે કે તેને પીવાથી કોઈ આડઅસર થતી નથી.

હુંફાળા પાણી સાથે લીંબુ
જો તમે લીવરને ક્લીન કરવા માંગો છો તો દિવસની શરૂઆત હુંફાળા પાણીમાં લીંબુ ઉમેરીને પીવાથી કરો. લીંબુવાળું આ પાણી પીવાથી લીવર ક્લીન થાય છે. હુંફાળા પાણીમાં લીંબુની સાથે મધ અને હળદર પણ ઉમેરી શકો છો
ફુદીના અને ધાણાનું પાણી
ફુદીનો અને ધાણા શરીરને ઠંડક કરતી જડીબુટ્ટી છે. તેનાથી લીવર નેચરલી ક્લીન થાય છે. આ ડ્રિન્ક તૈયાર કરવા માટે બે કપ પાણીમાં ફુદીનો અને ધાણાને બરાબર ઉકાળો અને પછી તેને ગાળીને પી જવું.
બીટ અને ગાજરનું જ્યુસ
બીટ અને ગાજરનું જ્યુસ પણ એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર હોય છે. આ બંને વસ્તુનું જ્યુસ લીવરને સાફ કરવામાં મદદ કરે છે. આ ડ્રિન્ક પીવાથી લીવર ડિટોક્ષ થાય છે અને હેલ્ધી રહે છે. તેના માટે અડધું બીટ અને એક ગાજરના ટુકડા પાણીમાં ઉમેરી બ્લેન્ડ કરી લો અને પછી તેને ગાળીને પી લો.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
