જાંબુના ઠળિયાનો ઉપયોગ કરવાની જોરદાર રીત આજે તમને જણાવીએ. ફક્ત 15 દિવસના આ નુસખા વિશે એવું કહેવાય છે કે તેનાથી શુગર અને પથરી જેવી સમસ્યામાં ફાયદો થઈ શકે છે. આ નુસખો કયો છે ચાલો જાણીએ.
જાંબુ એવું ફળ છે જે ડાયાબિટીસના દર્દી માટે વરદાન ગણાય છે. ફળ ઉપરાંત તેનો ઠળિયો પણ આયુર્વેદિક ગુણ ધરાવે છે. જાંબુ સ્વાદમાં મીઠા હોય છે તેમ છતાં આ ફળ ડાયાબિટીસના દર્દીઓ માટે લાભકારક છે. જાંબુ એવું ફળ છે જેનો ઠળિયો પણ હેલ્થની બાબતમાં લાભ કરનાર ગણાય છે. જાંબુના ઠળિયાનો ઉપયોગ કરવાની અલગ અલગ રીતો હોય છે જેમાંથી એક સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈંસ્ટાગ્રામ પર એક વીડિયો વાયરલ થયો છે જેમાં જાંબુના ઠળિયાનો આ નુસખો જણાવેલો છે. જેમાં કહેવાયું છે કે 15 દિવસ જાંબુના ઠળિયાને આ રીતે લેવાથી શુગર, પથરી જેવી સમસ્યામાં રાહત થાય છે.

જે વીડિયો વાયરલ થયો છે તે અનુસાર જાંબુના ઠળિયાને ફેંકવાને બદલે તેને પાણીથી બરાબર સાફ કરી અને તડકામાં સુકવી લેવા. ઠળિયા સુકાઈ જાય પછી તેને પીસી લો અને પાવડર બનાવી લો. આ પાવડરને એર ટાઈટ કંટેનરમાં ભરી લેવો અને રોજ સવારે ખાલી પેટ દૂધ અથવા પાણી સાથે 1 ચમચી પાવડર ખાવો. 15 દિવસ આ કામ કરવાથી તબિયતમાં સુધારો જોવા મળી શકે છે.
હેલ્થ એક્સપર્ટ અનુસાર આયુર્વેદમાં પણ જાંબુના ઠળિયાનો ઉપયોગ વર્ષોથી કરવામાં આવે છે. જાંબુના ઠળિયાથી થતા લાભ અંગે રિસર્ચ પણ થઈ છે. જેમાં માનવામાં આવ્યું છે કે જાંબુના ઠળિયામાં એન્ટી ડાયાબિટિક અને એન્ટી ઓક્સીડન્ટ ગુણ હોય છે. જાંબુના ઠળિયામાં જંબોલિન અને જંબોસિન નામનું તત્વ હોય છે જે બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે અને શરીરમાં ઈંસુલિનની અસરને સુધારે છે. આ પાવડર યુરિનને સાફ કરે છે જેના કારણે કિડની સંબંધિત સમસ્યામાં પણ લાભ થઈ શકે છે.

For more details… Contact 9322529232 / 9324483455
