માનસિક સ્વાસ્થ્ય પર લોકો વધારે ધ્યાન આપતા નથી તેથી જ નાની વયમાં લોકો ડિપ્રેશન, બ્રેન ડેમેજ જેવી સ્થિતિ સુધી પહોંચી જાય છે. બ્રેન ડેમેજ દરમિયાન આ લક્ષણો જોવા મળે છે પરંતુ લોકો તેને ઈગ્નોર કરે છે.
મગજ શરીરનું ફક્ત મહત્વપૂર્ણ અંગ નથી પરંતુ આપણા અસ્તિત્વનું કેન્દ્ર છે. જો મગજ કામ કરવાનું બંધ કરી દે તો આપણું શરીર કોઈ જ કામનું રહેતું નથી. પરંતુ તેમ છતાં લોકો માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપતા નથી અને ગંભીર ભૂલ કરતા રહે છે. મગજ સંબંધિત સમસ્યાઓ સૌથી ખતરનાક હોય છે. આજના સમયમાં લોકોની લાઈફસ્ટાઈલ પણ એવી થઈ ગઈ છે જેના કારણે લોકોનું મગજ ધીરે ધીરે નબળું પડી.
મગજ વિચારવાની અને સમજવાની ક્ષમતા આપે છે અને સાથે જ આખા શરીરનું કામકાજ પણ કંટ્રોલ કરે છે. શરીર માટે જેમ વિટામિન અને મિનિરલ્સ જરૂરી છે તેમ મગજ માટે પણ કેટલાક વિટામિન્સ ખૂબ જ જરૂરી છે. આ વિટામીન જો શરીરમાં ઓછા હોય તો તે મગજના ફંકશનને અસર થાય છે.

મગજ વિચારવાની અને સમજવાની ક્ષમતા આપે છે અને સાથે જ આખા શરીરનું કામકાજ પણ કંટ્રોલ કરે છે. શરીર માટે જેમ વિટામિન અને મિનિરલ્સ જરૂરી છે તેમ મગજ માટે પણ કેટલાક વિટામિન્સ ખૂબ જ જરૂરી છે. આ વિટામીન જો શરીરમાં ઓછા હોય તો તે મગજના ફંકશનને અસર થાય છે.
ફોલિક એસિડ ઓછું હોવાના લક્ષણ
ફોલિક એસિડ એક પ્રકારનું વિટામીન બી છે જે નવી કોશિકાઓના નિર્માણમાં અને મગજના વિકાસ માટે જરૂરી હોય છે. જો શરીરમાં આ વિટામિન ઓછું હોય તો વ્યક્તિ વારંવાર વસ્તુઓ ભૂલી જાય છે, ચીડીયાપણું રહે છે, ફોકસ કરવાની ખામી રહે છે, થાક અને માનસિક સુસ્તી અનુભવાય છે. લાંબા સમય સુધી આ લક્ષણોને ઇગ્નોર કરવામાં આવે તો બ્રેનફૉગ, ડિપ્રેશન અને ન્યુરોલોજિકલ સમસ્યાઓનું જોખમ વધે છે.
ઓમેગા 3 ફેટી એસિડની ઉણપના લક્ષણ
મગજ માટે આ ફેટી એસિડ પણ જરૂરી છે. આ ફેટી એસિડ મગજની કોશિકાઓને મજબૂત રાખે છે અને ન્યુરો ટ્રાન્સમીટરને બેલેન્સ કરવામાં મદદ કરે છે. આ વિટામિન ઓછું હોય તો મૂડ સ્વિંગ થાય છે, નવું શીખવાની અને યાદ રાખવાની શક્તિ ઘટી જાય છે. બાળકોમાં માનસિક વિકાસ ધીમો પડી જાય છે. આ વિટામિનની ખામીને ઇગ્નોર કરવામાં આવે તો લાંબા સમયે ડિપ્રેશન, ડિમેન્શિયા જેવી બીમારીઓનું જોખમ વધે છે.

વિટામીન ઈની ખામીના લક્ષણ
આ એક એન્ટિઓક્સિડન્ટ છે જે મગજની કોશિકાઓને ફ્રી રેડીકલ્સથી બચાવે છે. તેના કારણે બ્રેન એજિંગ સ્લો થઈ જાય છે. જો આ વિટામિન ઓછું હોય તો યાદશક્તિ નબળી પડી જાય છે, ચાલવામાં સંતુલન રહેતું નથી, આંખની સમસ્યા રહે છે, હાથ પગમાં નબળાઈ આવે છે. વિટામીન ઈ ગંભીર રીતે ઓછું હોય તો ન્યુરોલોજીકલ સમસ્યાઓ થઈ શકે છે અને મગજની કોશિકાઓને નુકસાન પહોંચે છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
