આદુ એક ફાયદાકારક ઔષધિ છે. પરંતુ ઘણા લોકો રોજ વધારે માત્રામાં આદુ ખાવા લાગે છે જે યોગ્ય નથી. જો રોજ વધારે માત્રામાં આદુ ખાવામાં આવે તો સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પણ થઈ શકે છે. આ નુકસાન કયા છે ચાલો જાણીએ વિસ્તારથી.
આદુ ભારતીય રસોઈનો મહત્વનો ભાગ છે. ચા થી લઈ દાળ-શાક અને ખાસ પકવાનમાં પણ દાળનો ઉપયોગ થાય છે. આદુમાં ઔષધિય ગુણ પણ છે જે સ્વાસ્થ્ય માટે જરૂરી ગણાય છે. શરદી-ઉધરસથી લઈ પાચન તંત્ર સુધારવા સુધીની સમસ્યાઓમાં આદુ ફાયદો કરી શકે છે. આ જ કારણ છે કે લોકો અલગ અલગ રીતે આદુને ડાયટમાં રોજ સામેલ કરવા લાગે છે.
પરંતુ જો તમે આદુ રોજ ખાવાનું શરુ કરો છો તો કેટલીક સાવધાની રાખવી જરુરી છે. કારણ કે વધારે પડતું આદુ ખાવાથી નુકસાન પણ થઈ શકે છે. તો ચાલો જાણીએ આદુ ખાવાથી કઈ સમસ્યા થવાની શક્યતા વધી જાય છે.
રક્ત પાતળું થવાનું જોખમ

આદુમાં એન્ટી ઈંફ્લેમેટરી તત્વ હોય છે. પરંતુ આ ગુણ રક્તને પાતળું કરવાનું કામ પણ કરે છે. એક સ્ટડી અનુસાર આદુ પ્લેટલેટ્સની જમાવટને રોકી શકે છે. તેને ખાવાથી હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવી સમસ્યાનું જોખમ ઘટી શકે છે. પરંતુ બીજી તરફ આ ફાયદા માટે વધારે માત્રામાં રોજ આદુ લેવામાં આવે તો રક્ત વહી જવાની સંભાવના વધી જાય છે. ખાસ કરીને જે લોકો પહેલાથી જ રક્ત પાતળુ કરવાની દવા લેતા હોય તેમના માટે આ જોખમી છે.
પાચન તંત્ર પર ખરાબ અસર
આદુ પાચન માટે સારું ગણાય છે પરંતુ જરુર કરતાં વધારે આદુ લેવાથી પેટની સમસ્યા વધી શકે છે. ફૂડ સાયન્સ એન્ડ ન્યૂટ્રિશન જર્નલ અનુસાર કેટલાક લોકો આદુ રોજ ખાય તો તેમને પેટમાં બળતરા, ગેસ, ઝાડા જેવી સમસ્યા થઈ શકે છે. ખાસ કરીને સંવેદનશીલ પેટવાળા લોકો માટે આદુ નુકસાનકારક છે.
દવા સાથે આડઅસર
ઘણી દવા એવી હોય છે જે આદુ સાથે આડઅસર કરી શકે છે. ઈંટરનેશનલ જર્નલ ઓફ એંડોક્રિનોલોજી એન્ડ મેટાબોલિઝમમાં પ્રકાશિત એક શોધ અનુસાર આદુ બ્લડ શુગર અને બ્લડ પ્રેશર કંટ્રોલ કરતી દવાઓ સાથે રિએક્ટ કરી શકે છે. ડાયાબિટીસની દવા સાથે આદુ લેવાથી બ્લડ શુગર વધારે ડાઉન થઈ શકે છે.

એલર્જીનું જોખમ
કેટલાક લોકોને આદુથી એલર્જી પણ થઈ શકે છે. તેના લક્ષણોમાં ત્વચા પર લાલ ચકતા, શ્વાસ લેવામાં સમસ્યા હોય શકે છે. આદુ ખાધા પછી એલર્જિક રિએકશન અનુભવ થાય તો તુરંત તેનું સેવન બંધ કરી દો.
ગર્ભાવસ્થા દરમિયાન
ગર્ભવતી મહિલાઓને મોર્નિંગ સિકનેસ કે ઉલટી જેવી સમસ્યામાં આદુ લેવાની સલાહ આપવામાં આવે છે પરંતુ તેની માત્રા મર્યાદિત હોવી જોઈએ. યૂએસ નેશનલ લાઈબ્રેરી ઓફ મેડિસિનની રિપોર્ટ અનુસાર વધારે માત્રામાં આદુ લેવાથી ગર્ભપાતનું જોખમ વધે છે. અથવા બાળકના વિકાસ પર અસર થઈ શકે છે. તેથી ગર્ભાવસ્થામાં આદુ ખાતા પહેલા ડોક્ટરની સલાહ લેવી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
